વ્યંગ્યચિત્રોના વિશ્વમાં (૧૩) : તબીબી જગતનું વ્યંગ્યાત્મક અવલોકન

Facebooktwitterredditpinterestlinkedinmail

સંકલનઃ દીપક ધોળકિયા

વ્યંગ્યચિત્રોની શ્રેણીમાં આજે ફરી એક વાર તબીબી જગતને લગતાં કાર્ટુન્સ પ્રસ્તુત છે.. તબીબી જગત એવો વિષય છે કે જે આપણા જીવન સાથે અભિન્નપણે જોડાયેલો છે. આ કડીમાં આપણે એવાં કેટલાંક કાર્ટૂનો જોઈએ કે જે હૉસ્પિટલો, ડૉક્ટરો, નર્સો અને દરદીઓની સ્થિતિ, દાનત અને માનસિક સ્થિતિ પર પ્રકાશ પાડતાં હોય. એટલું જ નહીં, આખી પરિસ્થિતિ પર વિચાર કરવા માટે પણ આપણને ફરજ પાડે.

*****

દરદીઓ પણ ગજબના હોય છે. વારેઘડીએ બેલ દબાવીને અકારણ મદદ માગ્યા કરે અને ફરિયાદ કર્યા કરે. એમની સાન ઠેકાણે લાવવાનું કામ પણ નર્સ જ કરી શકેઃ “બહેન, તમને બીજી કોઈ તકલીફ નથી, બસ, કલાકમાં પચાસ વાર બેલ વગાડી એટલે હાથ દુખી ગયો છે!”

image

આ કાર્ટૂન ‘અબાઉટ અ નર્સ’ શ્રેણીનું છે.

****

બધો વાંક ડૉક્ટરોનો જ હોય છે, એવુંય નથી. દરદીઓ પણ માથાના મળી જાય છે. આ જૂઓ. ડૉક્ટરે આ બહેનને વજન ઘટાડવાની સલાહ આપી છે. એમનો જવાબ છે કે એમની અંદર સાત મહિલાઓ સમાયેલી છે. એટલે દરેક મહિલાનું સરેરાશ વજન ત્રેવીસ પૌંડ થયું ગણાયને!

image

આ કાર્ટૂન ગ્લાસબર્ગનનું છે.

*****

અને વજનની જ વાત કરીએ તો હાલત તો આ હોય છે!

image

વોલ્ફી કોર્ન દ્વારા દોરાયેલું આ કાર્ટૂન છે.

*****

ઘણી વાર ડૉક્ટર સાચી સલાહ આપે તો પણ આપણે માનતા નથી હોતા. આ ભાઈને કૉલેસ્ટેરોલ કે હાર્ટની બીમારી હોવી જોઈએ, પણ એમનું કહેવું છે કે એમનું હૃદય તો એવું મજબૂત છે કે…. ચીઝબર્ગરની તે શી વિસાત?

image

****

ક્યારેક ડૉક્ટરની વાત દરદી નથી માનતો તો ક્યારેક ખાનગી પ્રૅક્ટિસ કરનારા ડૉક્ટરો દરદીને છોડતા જ નથી. અહીં આ દરદીનો ગુસ્સો વાજબી હોઈ શકે છે.

image

ઉપરનાં બન્ને કાર્ટૂન ગ્લાસબર્ગનનાં છે.

*****

ડૉક્ટર જ્યારે ફસાવતો હોવાનું લાગે ત્યારે સવાલ નૈતિકતાનો આવે છે. આ કાર્ટૂનમાં સર્જરી ચાલુ છે, ત્યારે ડૉક્ટર નૈતિકતા સમજવા માટે નર્સ પાસે ‘મૅડીકલ ઍથિક્સ’નું પુસ્તક માગે છે. જો કે, ,આ સમયે પુસ્તક વાંચવું એ નૈતિકતા છે? અને નૈતિકતા પુસ્તકમાંથી વાંચીને જ સમજી શકાય?

image

ડચ કાર્ટૂનિસ્ટ એરેન્‍ડ વૅન ડેનનું આ કાર્ટૂન છે. તેમનાં વધુ કાર્ટૂનો તેમની વેબસાઈટ http://www.arendvandam.com/ પર માણી શકાશે.

*****

તબીબી ક્ષેત્રે માપદંડો બદલાતા રહે છે તેમ નવી શોધખોળો પણ થતી રહે છે. કાર્ટૂનિસ્ટે કલ્પના કરી છે કે કૉલેસ્ટેરોલ હૃદયની મુખ્ય રક્તનળીઓને રૂંધી નાખે છે, તો કદાચ એવી શોધ થાય કે કૉલેસ્ટેરોલ શરીરની . આમાં દરદીના શરીર પર કૉલેસ્ટેરોલના થપેડા છે. આવી કોઈ શોધ થાય તો આપણે શું પસંદ કરીએ?

image

આ કાર્ટૂન પણ ગ્લાસબર્ગનનું છે.

*****

આ સ્થિતિમાં આપણને દવાઓના ગેરલાભ દેખાય છે. નવી શોધખોળો થાય તે સાથે લાભ પણ થાય અને નવી આડ-અસરો પણ દેખાય

આ ‘બેલેન્સ’ કેવું? મરવાનું તો બન્ને રીતે છે જ!

image

આ કાર્ટૂન scoop.it પરથી લીધેલું છે.

*****

તમને એમ થાય કે આના કરતાં તો બીજા રસ્તા લેવા સારા, તો આ જોઈ લો. અહીં એક ઘરમાંથી દરદીનો અવાજ આવે છે કે ડૉક્ટર, તમારી દવાથી ફાયદો થાય છે કે નહીં? ડૉક્ટરનો જવાબછે કે ફાયદો છે જ, જૂઓ ને, મેં છેલ્લાં બે વરસમાં આ મકાન બનાવી લીધું અને બે કાર ખરીદી. દવાથી લાભ તો થયો જ! પણ નીચેનું સાઇનબોર્ડ પણ વાંચવાનું ચૂકતા નહીં!

image

આ કાર્ટૂનના કાર્ટૂનિસ્ટ વૉલ્ફી કોર્ન છે.


શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gamil.com
બ્લૉગઃ મારી બારી


આ શ્રેણીમાં આપ આપનું પ્રદાન આપવા ઈચ્છતા હો તો આ શ્રેણીનો પરિચયલેખ – વિવિધ વિષય પરનાં કાર્ટૂનોના વિશ્વમાં: – વાંચીને સંપર્ક કરવા વિનંતી.

– ‘વ્યંગ્યચિત્રોના વિશ્વમાં’ શ્રેણીના સંપાદક બીરેન કોઠારીના સંપર્ક માટેનું વીજાણુ સરનામું : bakothari@gmail.com


Disclaimer:

The cartoons in this post have been taken from net purely for non-commercial purpose with due credits to cartoonists as far as possible. If there is any breach of copy right, and would be brought to our notice, it will be removed from here.

1 comment for “વ્યંગ્યચિત્રોના વિશ્વમાં (૧૩) : તબીબી જગતનું વ્યંગ્યાત્મક અવલોકન

  1. February 20, 2019 at 7:38 am

    સાત મહિલાઓ વાળી જોક પરથી-

    હોય છે ‘બેદાર’ ક્યારે એકલા
    આપણી અંદર ઘણા જણ હોય છે

    https://gadyasoor.wordpress.com/2006/10/07/post73/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *