





નીતિન વ્યાસ

અવિનાશ વ્યાસની ઘણી રચનાઓ એવી લોકજીભે ચડી ગયેલી છે કે જાણે વરસોથી ગવાતું લોકગીત ! તેમની ખાસિયત હતી કે ગીત ના સરળ શબ્દો, અનુરૂપ અવાજ અને તેની કર્ણપ્રિય ધૂન બનાવી રજુ કરવી.
એવું જ એક ગીત છે – “તને જાતાં જોઈ પનઘટની વાટે મારુ મન મોહી ગયું” .
૧૯૫૦ ના દાયકા માં મુકેશચંદ્ર માથુર (મુકેશ)ના અવાજમાં ધ્વનિત થયેલું આ ગીત હવે તો નવરાત્રી નાં ગરબા માં સાંભળવા મળે છે .ગરબો શરૂથાય અને આપણી જેવા શ્રોતા ને યાદ આવે કે આ તો મુકેશ ના અવાજમાં સાંભળેલું ને અવિનાશ ભાઈ નું ગીત… પણ ફિલ્મ નું નામ યાદ ન આવે.
તને જાતાં જોઈ પનઘટની વાટે
મારૂ મન મોહી ગયુ,તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે,
મારૂ મન મોહી ગયુ,
કેડે કંદોરોને કોટમાં દોરો
તારા લહેરિયાની લાલ લાલ ભાતે,
મારૂ મન મોહી ગયુ,
રાસે રમતી આંખને ગમતી
પૂનમની રઢિયાળી રાતે,
મારૂ મન મોહી ગયુ,
બેંડલુ માથે ને મહેંદી ભરી હાથે
તારી ગાગરની છલકાતી છાંટે,
મારૂ મન મોહી ગયુ,
તને જાતા જોઈ પનઘટની વાટે
મારૂ મન મોહી ગયુ,
ગીત અને સંગીત શ્રી અવિનાશ વ્યાસ
મુકેશચંદ્ર માથુર
મુકેશજીને અંજલિ આપતી શ્રી મનહર ઉધાસની રજૂઆત
ગૌરાંગ વ્યાસનું સંગીત અને પાર્થિવ ગોહિલનો સ્વર
આશિત દેસાઈ
પ્રફુલ્લ દવે
સોલી કાપડીયા
ઐશ્વર્યા મજમુદાર નો પોતાનો અંદાજ
ઓસમાણ મિરની આગવી રજૂઆત
સંજય ઓઝા
ફિલ્મ “દીકરી પારકી થાપણ” – હિતેન કુમાર અને મોના થીબા
એસ એમ આઇ શાળા, જામનગરમાં બાળકોનો એક કાર્યક્ર્મ
ગરબો – નયન પંડ્યા
વિડિઓ – સચિન જીગર
શહેર રોક બેન્ડ
રીત્વિક શાહ
પિનાકીન દેવલોક
વી ડી ડાભી
પંકજ કક્ક્ડ
ગુજરાતી ગીતો નું એક રીમિક્સ
આ ગીત સાંભળતા લાગે કે કવિ એ પાણી ભરવા જતી પનિહારી નું નિરીક્ષણ ખૂબ બારીકાઈ થી અને સ્નેહભર્યું કર્યું છે; રાગ દેશ (મિશ્ર) માં બંદિશ કર્ણ પ્રિય રહી છે.
શ્રી નીતિન વ્યાસ નો સંપર્ક nadvyas2@gmail.com સરનામે કરી શકાશે.
Nitinbhai,
This is a wonderful GIT that always rings in your mind and never get tired of listening. Out of all renditions, the one I liked the most was of Osman Mir. Thanks for your hard work to put this collection for our enjoyment.
વાહ નિતિનભાઈ.
Nitin bhai garba na roop maan geet sambhali ne we remembered the Garba which my wife had choreographed in Calcutta group and hearing this now yaad tazi thai. Wonderful compiling of the song by various singers in their own style.
Wah.. Wah… ???
We like it.. Wah.. Wah… ???
Wah wah