ઉદ્યોગસાહસિકતા : “5 ‘S’ વિચાર ધારા”

Facebooktwitterredditpinterestlinkedinmail

– હિરણ્ય વ્યાસ

5 ‘S’ જાપાની વિચારધારા” સમજવામાં ખૂબ જ સરળ છે, કારણકે આપણા દેશમાં મહિલાઓ અજાણતા 5 ‘S’ નો ઉપયોગ ઘર સાચવવામાં કરે જ છે. બાકી આપણે તેને કોઈ નામ આપ્યું નથી તેમજ તે વિચારોનો ઉપયોગ અન્ય ક્ષેત્રમાં પણ થયો છે. દરેક વ્યક્તિ તેના ઘરના રસોડાની ગોઠવણી સમજી લે તો 5 ‘S’ ને સરળતાથી સમજી શકશે. આપણા ક્ષેત્રમાં લોકો એવું માને છે કે 5 ‘S’ નો અમલ કરવા માટે ખર્ચ થશે તેમજ વધારે પડતા કાગળો સાચવવા પડશે આ સિવાય 5 ‘S’ એટલે સાફ-સફાઈ કરવી જેમ દરેક ઘરમાં તહેવારો દરમ્યાન કરવામાં આવે છે તેમ તો ઘણા લોકો એવું માને છે કે 5 ‘S’ માત્ર ઉદ્યોગો માં જ ઉપયોગી છે. ખરેખર તો 5 ‘S’ અતિ મહત્વનો સિધ્ધાંત છે, જેનો નહિવત ખર્ચ સાથે અમલ થઇ શકે છે.

. clip_image001

5 ‘S’ શું છે?

5 ‘S’ અભિગમ કાર્ય સ્થળની સુવ્યવસ્થા સંદર્ભે છે, જેથી કામકાજ સરળતાથી થઈ શકે. જે કંઇ ચીજ જ્યાં કામની હોય ત્યાં, તેમજ કાર્ય સ્થળ સ્વચ્છ રાખવા તે પર કેન્દ્રિત થયેલ છે. આથી કર્મચારી માટે વધારે સમય ન થતા, યા કોઇ પણ જોખમનાં ભય વગર, કામ કરવું સરળ બની રહે છે. 5 ‘S’ એ હરેક સઘળા સુધારા નો આધાર છે. દ્રશ્યમાન કાર્ય સ્થળ માટે ચાવી રુપ તત્વ છે. 5 ‘S’ એ કાઇઝન http://webgurjari.in/2018/04/13/entrepreneurship-kaizen/ નો હિસ્સો છે. કાઇઝેન એવી વ્યવસ્થા છે કે જે સતત સુધારા હાથ ધરે છે અને તે લીન મેનેજમેન્ટનો ભાગ છે. 5 ‘S’ કાર્યક્રમ દેખીતા ક્રમ- visual order, સંસ્થા, સ્વચ્છતા અને પ્રમાણભુતતા પર કેન્દ્રીત થયેલ છે. 5 ‘S’ નાં પરિણામો: નફાકારકતામાં વૃધ્ધિ, ઝડપ, કાર્યક્ષમતા, સેવા સુરક્ષા, પ્રાપ્ત થાય છે. 5 ‘S’ કાર્યક્રમનાં સિધ્ધાંત પ્રથમદર્શી સરળ અને સામાન્ય બુધ્ધિ પર આધારીત છે. જોકે તેનાં અમલ દરમ્યાન ઉપરોક્ત લાભ પ્રાપ્ત થતા રહેશે.

clip_image003

5 ‘S’ પ્રક્રિયાનાં ઘટકો:

1. ગઠન-પુન: ગઠન, જુદુ પાડવું Sort – Seiri: કાર્ય સ્થળ પર જરુરી તેમજ બીન જરુરી ચીજ અલગ કરવી તેમજ સઘળી બીન જરુરી ચીજ-માલ સામાન દુર કરવો.

2. સુવ્યવસ્થિતતા-યોગ્ય ક્રમમાં જાળવણી Set in Order – Seiton: દરેક ચીજ વસ્તુની જગ્યા નિશ્ચિત હોવી જોઇએ અને તે વસ્તુ એ જ જગા પર હોવી જોઇએ. હરેક ચીજ માટે ચોક્ક્સ જગા રાખો તેમજ યોગ્ય જગાએ યોગ્ય ચીજ વસ્તુ જ રાખો.

3. સ્વચ્છ, ઉજળું Shine – Seiso: કાર્ય સ્થળની સારી રીતે સફાઇ કરો અને સ્વચ્છ રાખો. કામકાજની જગ્યા સ્વચ્છ અને ઉજળી રાખો. સ્વચ્છતા માટે સમય ફાળવો. અર્થ સભર સફાઇ કરો. સફાઇ સાથે જરુરી ઇન્સ્પેક્શન કરતાં રહો.

4. પ્રમાણીત, યોગ્ય માનક, ધોરણસર Standardize – Seiketsu: નિયમોનું માનકીકરણ કે જેનાં પાલનથી 1 ‘S’, 2 ‘S’ તથા 3 ‘S’ માં સફળતા મળે છે.

5. જાળવણી, ટકાવી રાખવું, શિસ્ત Sustain – Shitsuke: ફરી પાછું જેમ હતું એમ ન કરો. હરેક કાર્ય કરતી વખતે 5 ‘S’નું અનુશાસનથી પાલન કરો એટલે કે 5 ‘S’ નો સ્વીકાર અને સફળતા. અનુશાસન જરુરી. રોજે રોજ દેખરેખ -મોનીટરીંગ, ટ્રેનીંગ, ઘણી સંસ્થા ત્રીજા એસ third S થી આગળ વધવામાં મુશ્કેલી અનુભવે છે. પરંતુ 5 એસ 5 ‘S’ સિધ્ધ થઇ શકે છે.

ઉપસંહાર:

5 ‘S’ અભિગમ ની સમજ તેમજ અમલ ખાસ મુશ્કેલ નથી, તેનો તબક્કાવાર સફળતાપુર્વક અમલ કરવામાં તેમજ આગળ ધપાવવામાં ખાસ પડકાર રહેલ છે. સંચાલનનાં અન્ય વિગત સફળ 5 ‘S’ નો સફળ અમલ કાર્ય સ્થળ સુરક્ષા વધારશે, કર્મચારીનાં સ્વમાનમાં વધારો કરશે તેમજ નવા કર્મચારીનો તાલીમ સમય પણ ઘટાડશે.

*****

આ શ્રેણીના લેખક શ્રી હિરણ્ય વ્યાસનાં સંપર્ક સૂત્ર:

મો.: 98254 33104 Email: hiranyavyas@gmail.com

Web. www.hiranyavyas.yolasite.com Face Book Community: https://www.facebook.com/groups/735774343154133/

2 comments for “ઉદ્યોગસાહસિકતા : “5 ‘S’ વિચાર ધારા”

  1. February 16, 2019 at 9:40 am

    4-S ની ખબર નોકરી કાળમાં પડેલી. પણ 5-s ની આ નવી અને સારી વાત અહીં જાણવા મળી.

    • February 17, 2019 at 11:50 pm

      આ અસરકારક ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અભિગમ છે. આપણે ત્યાં પણ આના પર ઘણું કામ થયેલ છે અને ઘણાં કોર્પોરેટ દ્વારા આનો અમલ થઈ રહેલ છે. આભાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *