ફિલ્મીગીતો અને શીર્ષક – ૧૫

નિરંજન મહેતા.

આ શ્રેણીનો આ છેલ્લો લેખ છે કારણ T પછીના U – Zથી શરૂ થતાં ગીતો બહુ ઓછા દેખાય છે એટલે જેટલા મળ્યા છે તે બધા ગીતો આ એક લેખમાં સમાવાયા છે.

U પરથી કોઈ ગીત ન મળ્યાં એટલે Vવાળા ગીતોથી શરૂ કરીએ.

૧૯૬૩મા આવેલી ફિલ્મ ‘હમરાહી’નું ગીત છે

वो दिन याद करो वो दिन याद करो

वो छुप छुप के मिलना वो हँसना हँसाना

મહેમુદ અને શોભા ખોટે પર રચાયેલ આ ગીતના રચયિતા છે હસરત જયપુરી અને સંગીત છે શંકર જયકિસનનું. ગાનાર કલાકાર રફીસાહેબ અને લતાજી.


वो दिन याद करो આ શબ્દોના શીર્ષકવાળી ફિલ્મ આવી હતી ૧૯૭૨મા.

૧૯૭૧ની ફિલ્મ ‘દુશ્મન’નું જે ગીત છે તેના મુખડા પછી જે શબ્દો છે તે છે

झुटा है तेरा वादा

वादा तेरा वादा, वादा तेरा वादा

રાજેશ ખન્ના પર ફિલ્માવાયેલ આ ગીતના રચનાકાર છે આનંદ બક્ષી અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. સ્વર છે કિશોરકુમારનો.>p>

वादा तेरा वादा શીર્ષકવાળી ફિલ્મ આવી હતી ૧૯૭૪માં.

૧૯૯૨માં આવેલી ફિલ્મ ‘ખિલાડી’નું ગીત છે

वादा रहा सनम होंगे जुदा न हम
चाहे ना चाहे ज़माना

ગીતના કલાકારો છે અક્ષયકુમાર અને આયેશા ઝુલ્કા. દેવ કોહલીના શબ્દોને સંગીત આપ્યું છે જતિન-લલિતે. સ્વર આપ્યો છે અલકા યાજ્ઞિક અને અભિજીતે. આ ગીત ફિલ્મમાં બે વાર આવે છે

वादा रहा सनम શીર્ષકવાળી ફિલ્મ આવી હતી ૨૦૧૬મા

હવે Y અક્ષરવાળી ફિલ્મો જોઈએ.

૧૯૬૩ની ફિલ્મ ‘યે રાસ્તે હૈ પ્યાર કે’નું ગીત છે

ये रास्ते है प्यार के चलाना संभल-संभल के

આ પાર્ટી ગીતના કલાકાર છે શશીકલા જેને સ્વર મળ્યો છે આશા ભોસલેનો. રાજીન્દર ક્રિશ્નના શબ્દોને સ્વરબદ્ધ કર્યા છે રવિએ.

ये रास्ते है प्यार के શબ્દોવાળી ફિલ્મ આવી હતી ૨૦૦૧માં

૧૯૭૧ની ફિલ્મ ‘કટી પતંગ’નું ગીત છે

ये जो मुहब्बत है, ये उनका है काम
महबूब का बस लेते हुए नाम
मर जाए, मिट जाए, हो जाए बदनाम

રાજેશ ખન્ના આ ગીતના કલાકાર છે જેને સ્વર સાંપડ્યો છે કિશોરકુમારનો. શબ્દો આનંદ બક્ષીના અને સંગીત આર.ડી. બર્મનનું.

ये जो मुहब्बत है ૨૦૧૨માં અને ૨૦૧૬મા આવેલી ફિલ્મોના શીર્ષક છે.

૧૯૭૨ની ફિલ્મ ‘જવાની દીવાની’નું ગીત છે

ये जवानी है दीवानी
हट मेरी रानी, रुक जा ओ रानी

આ ગીતના કલાકાર છે રણધીર કપૂર જેને કિશોરકુમારનો સ્વર મળ્યો છે. શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત આર.ડી.બર્મનનું.

ये जवानी है दीवानी ૨૦૧૩માં આવેલી ફિલ્મનું શીર્ષક છે.

૧૯૭૩ની ફિલ્મ ‘ઝંઝીર’નાં ગીતના શબ્દો છે

यारी है इमान मेरा यार मेरी ज़िंदगी

આજે પણ આ ગીત અત્યંત મશહૂંર છે જે પ્રાણ પર ફિલ્માવાયું છે. ગુલશન બાવરાના શબ્દોને સંગીતબદ્ધ કર્યા છે કલ્યાણજી આણંદજીએ. સ્વર આપ્યો છે મન્નાડેએ.

यार मेरी ज़िंदगी શબ્દો ધરાવતા શીર્ષકવાળી ફિલ્મ આવી હતી ૨૦૦૮મા.

૧૯૭૫ની ફિલ્મ ‘પ્રતિજ્ઞા’નું ગીત પણ એટલું જ મશહૂંર છે.

मै जट यमला पगला दीवाना

ગીતના કલાકાર છે ધર્મેન્દ્ર. શબ્દો મજરૂહ સુલતાનપુરીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું, સ્વર રફીસાહેબનો.

यमला पगला दीवाना શબ્દોવાળી ફિલ્મ પહેલા ૨૦૧૧માં આવી અને ત્યાર બાદ તે ૨૦૧૩મા આવી.

૧૯૮૭ની ફિલ્મ ‘જલવા’નું આ ગીત પાર્શ્વગીત છે જેમાં અર્ચના પુરણસિંહ અને નસીરુદ્દીન શાહ દેખાય છે.

देखो देखो ये है जलवा

ગીતના રચયિતા, ગાનાર અને સંગીત ત્રણેય રેમો ફર્નાન્ડીસના ફાળે આવ્યા છે.

ये है जलवा નામની ફિલ્મ ૨૦૦૨મા આવી હતી.

૧૯૯૩મા આવેલી ફિલ્મ ‘રૂદાલી’નું ગીત છે

यारा सिली सिली बिरहा की रात का जलना

ડીમ્પલ કાપડિયા પર આ ગીત રચાયું છે જેને સ્વર આપ્યો છે લતાજીએ. ગુલઝારના શબ્દો અને ભૂપેન હઝારીકાનું સંગીત.

यारा सिली सिली શીર્ષકવાળી ફિલ્મ આવી હતી ૨૦૧૫માં.

૨૦૦૩ની ફિલ્મ ‘બોર્ડર હિન્દુસ્તાન કા’નું ગીત છે

याद आती है याद आती है
मन की वो छय्या वो प्यारी बैया

અક્ષય ખન્ના, ફૈઝલ ખાન, આદિત્ય પંચોલી ઈત્યાદી કલાકારોનું આ સમૂહગીત છે જેને સ્વર સાંપડ્યો છે વિનોદ રાઠોડ, ઉદિત નારાયણ અને કુમાર સાનુનો. રચનાકાર છે તાહિર અમ્બાલવી અને સંગીત છે દિલીપ હરી કિશનનું.

याद आती है આ શીર્ષકવાળી ફિલ્મ આવી હતી ૨૦૧૬મા.

Z પરથી એક જ ગીત મળ્યું છે જેને લઈને બનેલી ફિલ્મ બાદમાં આવી હતી. આ ફિલ્મ છે ૧૯૭૪ની ‘આપ કી કસમ’. ગીતના શબ્દો છે

ज़िन्दगी के सफ़र में गुजर जाते है जो मकाम
वो फिर नहीं आते, वो फिर नहीं आते

રાજેશ ખન્નાના મનોભાવ દર્શાવતા આ ગીતના રચયિતા છે આનંદ બક્ષી અને સંગીત આપ્યું છે આર.ડી.બર્મને. સ્વર છે કિશોરકુમારનો.

ज़िन्दगी के सफ़र આ શબ્દોના શીર્ષકવાળી ફિલ્મ આવી હતી ૨૦૧૬માં.

આશા છે રસિકજનો માટે આ શ્રેણી રસપ્રદ બની રહી હશે.


નિરંજન મહેતા

A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.