અભિનેત્રીઓ અને પિતા-પુત્રની જોડી (૨)

નિરંજન મહેતા

પહેલા લેખમાં (૨૪.૧૧.૨૦૧૮) આપણે કપૂર ખાનદાન સાથે સંકળાયેલ અભિનેત્રીઓની વાત કરી હતી. આ લેખમાં ત્યાર પછીના વધુ જાણીતા બચ્ચન પરિવાર સાથે સંકળાયેલ અભિનેત્રીઓની વાત કરાઈ છે.

બચ્ચન પરિવાર એટલે અમિતાભ અને તેના પુત્ર અભિષેક. અમિતાભ બચ્ચનની લાંબી કારકિર્દીને કારણે તેમણે જૂની અને નવી પેઢીની અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે અને તે જ કારણસર તેમાંની ઘણી અભિનેત્રીઓ અભિષેક સાથે પણ કામ કરી ચૂકી છે.

બચ્ચન પરિવારની વાત કરીએ એટલે સ્વાભાવિક છે તેના પરિવારમાં જે બે અભિનેત્રીઓનો છે તેનો ઉલ્લેખ પહેલો કરવો રહ્યો. એક છે જયા બચ્ચન અને અન્ય છે ઐશ્વર્યા.

જયા બચ્ચન

લગ્ન પહેલા અને પછી જયા અને અમિતાભે અનેક ફિલ્મો કરી છે – ઝંઝીર, એક નઝર, અભિમાન, મીલી, ચુપકે ચુપકે, શોલે, બંસીબિરજુ, લાગા ચુનરી મેં દાગ, કભી ખુશી કભી ગમ, સિલસિલા.

તો અભિષેક સાથે જે ફિલ્મો કરી છે તે છે દેશ (બંગાળી) અને દ્રોણ.

‘અભિમાન’ના સુંદર ગીતોમાનું એક

लुटे कोई मन का नगर बन के मेरा साथी

ઐશ્વર્યા

ઐશ્વર્યાએ અમિતાભ સાથે મોહબ્બતેમાં કામ કર્યું છે તો અભિષેક સાથે ઢાઈ અક્ષર પ્રેમ કા, કુછ ના કહો, ઉમરાવજાન, ધૂમ ૨, ગુરૂ, રાવણ અને ખાકીમાં કામ કર્યું છે. આ ઉપરાંત ફિલ્મ સરકાર રાજમાં પિતા-પુત્રની જોડી સાથે પણ કામ કર્યું છે.

બંટી બબલી ફિલ્મમાં તે એક નૃત્યગીતમાં પણ પિતા-પુત્ર સાથે હતી જે ગીતે ધૂમ મચાવી હતી.

कजरा रे कजरा रे तेरे कारे कारे नैना

હવે પરિવારની બહારની જે અભિનેત્રીઓએ તેમની સાથે કામ કર્યું છે તેમાં સૌ પ્રથમ યાદ આવે –

રેખા

રેખાએ અમિતાભ બચ્ચન સાથે અનેક ફિલ્મો કરી છે – નમકહરામ, દો અનજાને, આલાપ, ઈમાનધરમ, ખુનપસીના, ગંગા કી સૌગંધ, મુકદ્દર કા સિકંદર, મિ. નટવરલાલ, રામ બલારામ, સુહાગ, સિલસિલા.

તો તેણે અમિતાભ અને અભિષેકની જોડી સાથે ફિલ્મ ‘શમિતાભ’માં કામ કર્યું છે.

આમ તો રેખાના અનેક ગીતો પ્રચલિત છે તેમાનું એક, ફિલ્મ ‘સિલસિલા’નું.

देखा एक ख़्वाब तो सिलसिले हुए

વહીદા રહેમાન

વહીદા રહેમાને અમિતાભ સાથે જે ફિલ્મો કરી છે તે છે – નમકહલાલ, કભી કભી, રેશમા ઔર શેરા, ત્રિશુલ, મહાન, કુલી.

અભિષેક સાથે કરેલી ફિલ્મો છે ઓમ જય જગદીશ અને દિલ્હી ૬.

વહીદા રહેમાનના આ બંને સાથે કોઈ ગીત નથી એટલે તેનો ઉલ્લેખ નથી કર્યો.

બિપાશા બાસુ

બિપાશા બાસુએ અમિતાભ સાથે જે ફિલ્મો કરી છે તે છે – આંખે અને ઐતબાર

તેણે અભિષેક સાથે કરેલી ફિલ્મ છે ઝમીન, ધૂમ ૨, દમ મારો દમ, પ્લેયર્સ.

ધૂમ ૨નું આ ગીત અભિષેક અને બિપાશા પર રચાયું છે

Touch me don’t

Touch me Soniya

રાની મુકરજી

રાની મુકરજીએ અમિતાભ સાથે કરેલી ફિલ્મો છે – બ્લેક, બાબુલ, કભી ખુશી કભી ગમ,

અભિષેક સાથેની ફિલ્મો છે – બસ ઇતના સા ખ્વાબ હૈ, લાગા ચુનરી મેં દાગ, યુવા, LOC કારગીલ.

જે ફિલ્મોમાં પિતા-પુત્ર બંને સાથે કામ કર્યું છે તે છે બંટી ઔર બબલી અને કભી અલવિદા ના કહેના

અભિષેક અને રાની મુકરજી પર બંટી ઔર બબલીનાં જે ગીતો છે તેમાં આ ગીત વધુ પ્રચલિત છે

छोटे छोटे शहेरो से खाली भोर-दुपहरो से

કરીના કપૂર ખાન

આ અભિનેત્રીએ બંને પિતા-પુત્ર સાથે એક કરતાં વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

અમિતાભ સાથે કરેલી ફિલ્મો છે કભી ખુશી કભી ગમ, દેવ.

અભિષેક સાથે ફિલ્મ રેફ્યુજી સાથે કારકિર્દી શરૂ કર્યા પછી તેની સાથે જે ફિલ્મો કરી છે તે છે મૈ પ્રેમ કી દીવાની, LOC કારગીલ, યુવા અને સત્યાગ્રહ.

રેફ્યુજીનું આ ગીત બહુ સુમધુર છે.

पंछी नदिया पवन के ज़ोंके, कोई सरहद इन्हें ना रोके

પ્રિયંકા ચોપરા

પ્રિયંકાએ અમિતાભ સાથે એક જ ફિલ્મ કરી છે વક્ત: રેસ અગેન્સ્ટ ટાઈમ, જ્યારે અભિષેક સાથે કરેલી ફિલ્મો છે દ્રોણ, દોસ્તાના અને બ્લફમાસ્ટર

બ્લફમાસ્ટર ફિલ્મનું રેપ ગીત છે

एक मै और एक तूं है और हवा में जादू है

કટરીના કૈફ

કટરીનાએ અભિષેક સાથે ધૂમ ૩માં કામ કર્યું છે તો સરકારમાં આ બંને કલાકારો સાથે કામ કર્યું છે. ધૂમ ૩નુ આ ગીત બહુ ચર્ચિત રહ્યું.

नी मै कमली कमली, नी मै कमली कमली,

પ્રીતિ ઝીન્ટા

આ અભિનેત્રીએ અમિતાભ સાથે કામ કર્યું છે તે ફિલ્મો છે – અરમાન, લક્ષ્ય, ધ લાસ્ટ લિયર.

અભિષેક સાથેની ફિલ્મ છે ઝૂમ બરાબર ઝૂમ.

તેણે કભી અલવિદા ના કહેના ફિલ્મમાં પિતા-પુત્રની જોડી સાથે કામ કર્યું છે.

ફિલ્મ કભી અલવિદા ના કહેનાના આ પાર્ટી ગીતે તો ત્યારે ધૂમ મચાવી હતી

WHERE IS THE PARTY TONIGHT

શિલ્પા શેટ્ટી

શિલ્પાએ અમિતાભ સાથે એક ફિલ્મ કરી છે લાલ બાદશાહ અને અભિષેક સાથે બે ફિલ્મ કરી છે ફિર મિલેંગે અને દસ.

ફિલ્મ દસનું ગીત છે

दस बहाने कर के ले गई दिल ले गई दिल

વિદ્યા બાલન

વિદ્યા બાલનની એક જ ફિલ્મ છે પા જેમાં બંને પિતા-પુત્રએ, પુત્ર-પિતા તરીકે કામ કર્યું છે.

આ ફિલ્મના અનેક ગીતોમાંથી એક

उडी उडी हाँ उडी मै फिर उडी उडी इत्तेफाक से

દીપિકા પાદુકોણ

આ અભિનેત્રીએ અમિતાભ સાથે કરેલી ફિલ્મો છે આરક્ષણ અને પીકુ અને અભિષેક સાથે કરેલી ફિલ્મો છે ખેલેંગે હમ જી જાન સે તથા હેપ્પી ન્યુ યર.

હેપ્પી ન્યુ યરનું આ ગીત બહુ પ્રચલિત છે.

मनवा लागे ओ मनवा लागे लागे रे सांवरे लागे रे सांवरे

પ્રીતિ ઝાંગિયાની

આ અભિનેત્રીએ અમિતાભ સાથે મહોબ્બતેમાં તો અભિષેક સાથે LOC કારગીલમાં કામ કર્યું છે.

તેના કોઈ જાણીતા ગીતો નથી એટલે કોઈ વીડિઓ નથી મુક્યો.

અક્ષરા હસન

શમિતાભ ફિલ્મમાં આ નવોદિત પણ દેખા દે છે

અભિનેત્રીઓની યાદીમાં સૌથી છેલ્લે સમાવેશ થયો છે

તાપસી પન્નુ

તાપસીએ બંને સાથે એક એક ફિલ્મ કરી છે – અમિતાભ સાથે પિંક અને અભિષેક સાથે મનમર્ઝીયા

મનમર્ઝીયામાં અભિષેક અને તાપસી પર ફિલ્માવાયેલું એક પાર્શ્વગીત છે

सारा जग छाड़ के बस तेनु ही है चुनिया

બને તેટલી માહિતી મુકવાનો પ્રયાસ છે પણ ક્યાંક કોઈ ફિલ્મનો ઉલ્લેખ રહી ગયો હોય તો તે જાણકારી આપવા વિનંતી.


નિરંજન મહેતા

A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.