વીતેલી ક્ષણોની યાદો : ફોટોકુ : ઉમેશ દેસાઈ

Facebooktwitterredditpinterestlinkedinmail

ધુમ્મસી છબી

The ancient pond, A frog jumps in, Plop

                                                              –  Basho
ઝેન હાઇકુ ટેલીગ્રામ સમાન હોય છે.  જયારે તમે હાઇકુ વાંચો, ત્યારે તેમાં વર્ણવેલાં દ્રશ્યને તમે નિહાળતાં હો તે રીતે ( visualize ) માણવાનું હોય છે.  કહેવાનો મતલબ એ કે, હાઇકુની સંકુલતામાં, સમજવા કરતાં પ્રવેશવાનું મહત્વ હોય છે.

હવે બાશોના આ હાઇકુમાં પુરાણું તળાવ છે અને જાહેર છે કે, ત્યાં પ્રખર શાંતિ છે, દેડકાનું કૂદવું -છપ્પાક – અને ફરી પાછી એ જ શાંતિ.  શું કહેવા માંગે છે બાશો?  આપણું આ જગતમાં આવવું, દેડકાના કુદકા સમાન છે – છપ્પાક – અને પછી અનંત શાંતિ – to the nothingness. 

આજના ફોટોકુ પાછળ આવું જ કશુંક જોયાનો અણસાર છે.

પીગળે

છતાં

આરસે

અકબંધ

ધુમ્મસી

છબી

1 comment for “વીતેલી ક્ષણોની યાદો : ફોટોકુ : ઉમેશ દેસાઈ

  1. January 25, 2019 at 5:01 am

    ફોટો બહુ ક્લિયર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *