





તન્મય વોરા
સર કેન રૉબિન્સનની આ એક જાણીતી વાર્તા છે:
વર્ગના પાછળના ભાગમાં બેસીને, એક નાની છોકરી કશુંક દોરી રહી હતી. શિક્ષકના “શું દોરે છે?” સવાલના જવાબમાં મીઠું હસીને તેણે જવાબ આપ્યો, “હું ભગવાનની તસવીર બનાવું છું.”
“પણ, હજૂ સુધી ઇશ્વરને તો કોઇ એ જોયો નથી?”
“બસ, થોડી જ વારમાં બધાં જોઇ શકશે.”
બાળકો તક ઝડપવામાં ખચકાતાં નથી. તેઓ અસફળ થાય છે અને પાછાં પણ પડે છે, પણ તેમની ખોજ અટકતી નથી. બીજાં તેમના માટે શું વિચારશે તેની તેઓ દરકાર નથી કરતાં – દરકાર કરે તો જે પહેલાં કદી નથી કર્યું તે કરવાની હામ ક્યાંથી લાવે?
ક્યાંથી લાવે છે તેઓ આ સર્જનાત્મકતા?
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનાં સંપર્ક સૂત્રઃ
· નેટ જગત પર સરનામું : QAspire.com
· ઈ-પત્રવ્યવહારનું સરનામું:tanmay.vora@gmail.com
ઈશ્વર હમણાં જ દેખાશે – ઈ વિદ્યાલય પર …
http://evidyalay.net/archives/109403