પરદેશીને લગતાં ફિલ્મીગીતો

Facebooktwitterredditpinterestlinkedinmail

નિરંજન મહેતા

હિંદી ફિલ્મોમાં એક પાત્ર પરદેશી સ્વરૂપે આવે છે અને નાયિકાને કે અન્યને છોડીને ચાલી જાય છે. તેના વિરહમાં ફિલ્મોની પરંપરા પ્રમાણે એક ગીત તો હોવાનું. આવા કેટલાક ગીતોની આ લેખમાં નોંધ કરાઈ છે.

૧૯૪૯ની ફિલ્મ ‘બરસાત’માં આ ભાવને વ્યક્ત કરતુ ગીત છે

बीछ्ड़े हुए परदेशी इक बार तो आना तूं
जब आँख मिलाई है नज़रे ना चुराना तूं

નરગીસ પર આ વિરહગીત રચાયું છે જેના ગાનાર કલાકાર છે લતાજી. શબ્દો હસરત જયપુરીના અને સંગીત શંકર જયકિસનનું.

૧૯૫૧ની ફિલ્મ ‘આવારા’માં એક સ્વપ્નગીત છે. મારા માનવા પ્રમાણે હિંદી ફિલ્મોમાં તે સૌ પ્રથમ સ્વપ્નગીત છે. બે ભાગના નૃત્યગીતમાં પ્રથમ ભાગમાં નરગિસ રાજકપૂરને આવવાનું આમંત્રણ આપે છે તેમ દર્શાવાયું છે જ્યારે બીજા ભાગમાં રાજકપૂરના આવવાથી હર્ષોલ્લાસથી જે ગીત ગાય છે તે

घर आया मेरा परदेसी
प्यास बुझी मेरे अखियन की

કલાકાર નરગિસને સ્વર મળ્યો છે લતાજીનો. શૈલેન્દ્રના શબ્દોને સંગીતબદ્ધ કર્યાં છે શંકર જયકિસને.

૧૯૫૧ની જ ફિલ્મ ‘બહાર’માં ગીત છે

ओ परदेसिया ओ परदेसिया
प्यार की बहार ले के दिल का करार ले के

કલાકાર છે વૈજયંતિમાલા જેને સ્વર આપ્યો છે શમશાદ બેગમે. રાજીન્દર ક્રિશ્નનાં શબ્દોને સજાવ્યા છે સચિન દેવ બર્મને.

તો ૧૯૫૮ની ફિલ્મ ‘ફાગુન’નું ગીત જુદા પ્રકારે નાયિકાના ભાવોનું વર્ણન કરે છે.

एक परदेसी मेरा दिल ले गया
जाते जाते मीठा मीठा गम दे गया

યુગલ ગીતના કલાકાર છે ભારતભૂષણ અને મધુબાલા. કમર જલાલાબાદીના શબ્દોને સંગીત આપ્યું છે ઓ.પી.નય્યરે. સ્વર છે રફીસાહેબ અને લતાજીનો.

ત્યારબાદ ૧૯૬૧ની ફિલ્મ ‘સંજોગ’માં પરદેશીને લગતું એક ગીત છે.

बदली से निकला है चाँद
परदेसी पीया लौट के तू घर आजा

રાજીન્દર ક્રિશ્નના શબ્દો અને મદનમોહનનું સંગીત. કલાકાર અનીતા ગુહા અને સ્વર લતાજીનો.

ક્યારેક નાયક પણ આવી વ્યથા અનુભવે છે. ૧૯૬૫ની ફિલ્મ ‘જબ જબ ફૂલ ખીલે’માં આવું એક ગીત છે.

परदेसियों से ना अखियाँ मिलाना
परदेसियों को इक दिन है जाना

કશ્મીરમાં ગાઈડ તરીકે કામ કરતા શશીકપૂરની મનોવ્યથાને આ ગીત દ્વારા વર્ણવાઈ છે જેને કંઠ આપ્યો છે રફીસાહેબે. શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત કલ્યાણજી આણંદજીનું.

આ ગીત બે વાર આવે છે જેમાં બીજું ગીત રોમાંટિક સ્વરમાં છે શબ્દો તે જ છે.

એમ તો આ ગીત લતાજીએ પણ નંદા માટે ગાયું છે જેના શબ્દોમાં ફેરફાર છે પણ વીડિઓ પ્રાપ્ત ન થયો.

૧૯૭૫ની ફિલ્મ ‘પ્રતિજ્ઞા’નું ગીત છે જેમાં હેમા માલિનીની મનોદશા વર્ણવાઈ છે

परदेसी आया देस में, देस से मोरे गाँव में
गाँव से मेरी गली में, गली से मेरे घर में

ગીતકાર છે આનદ બક્ષી અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર છે લતાજીનો

૧૯૭૯ની ફિલ્મ ‘મિ. નટવરલાલ’નું આ ગીત તો બહુ પ્રચલિત છે.

हो परदेसिया, परदेसिया ये सच है पिया
सब कहते है मैंने तुझ को दिल दे दिया

આ નૃત્યગીતના કલાકાર છે અમિતાભ બચ્ચન અને રેખા. શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત રાજેશ રોશનનું. ગાનાર કલાકાર કિશોરકુમાર અને લતાજી.

૧૯૮૦ની ફિલ્મ ‘ગરમ ખૂન’નું ગીત છે

परदेसिया तेरे देश में दिल इस तरह मिलता है क्या
बतला जरा प्यार इस तरह मिलता है क्या

વિનોદ ખન્નાને ફરિયાદ રૂપે સુલક્ષણા પંડિત આ ગીત ગાય છે. ગીતના ગાનાર કલાકારો રફીસાહેબ અને સુલક્ષણા પંડિત. ગીતના શબ્દો છે શિંગારનાં અને સંગીત શંકર જયકિસનનું.

૧૯૮૧ની ફિલ્મ ‘બરસાત કી એક રાત’માંનું ગીત છે

हाय वो परदेसी मन में हो कौन दिशा से आ गया

પ્રજ્ઞાચક્ષુ રાખી પર આ ગીત રચાયું છે જેના શબ્દો છે આનંદ બક્ષીના, સંગીત આર. ડી. બર્મનનું અને સ્વર લતાજીનો.

એક જુદા પ્રકારનું ગીત છે ૧૯૮૨ની ફિલ્મ ‘પ્રેમ રોગ’નું જેમાં પદ્મિની કોલ્હાપુરે રીશીકપૂરને સંબોધતા ગાય છે

ये गलियाँ ये चोबारा यहाँ आना ना दोबारा
अब हम तो भये परदेसी की तेरा यहाँ कोई नहीं

સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલે સંતોષ આનંદના શબ્દોને સ્વરબદ્ધ કર્યા છે જેને સ્વર મળ્યો છે લતાજીનો.

૧૯૯૫ની ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’નું ગીત છે જેના શબ્દો છે

घर आजा परदेसी तेरा देस बुलाये रे

વિદેશમાં રહેતા અમરીશ પૂરીને સંબોધતું આ પાર્શ્વગીત સમૂહગીત છે જેના મુખ્ય ગાયકો છે મનપ્રિત કૌર અને પામેલા ચોપરા. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત જતિન-લલિતનું

૧૯૯૬ની ફિલ્મ ‘રાજા હિંદુસ્તાની’નું જે ગીત છે તે જુદી જુદી રીતે ત્રણ વાર મુકાયું છે પણ તેના મુખ્ય શબ્દો તો તે જ છે

परदेसी परदेसी जाना नहीँ
मुझे छोड के मुझे छोड के

પહેલા ગીતમાં ત્રણ કલાકારો છે પ્રતિભા સિન્હા, કરિશ્મા કપૂર અને આમીરખાન જેના ગાનાર કલાકાર છે સપના અવસ્થી, અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણ.

બીજા ગીતના કલાકાર છે આમીરખાન અને કરિશ્મા કપૂર જેમાં સ્વર છે કુમાર સાનું અને અલકા યાજ્ઞિક.

તો ત્રીજા ગીતમાં કલાકારો એ જ છે પણ ગાનાર છે બેલા અને સુરેશ વાડકર.

ત્રણેય ગીતોના લખનાર છે સમીર અને સંગીત નદીમ શ્રવણનું.

૧૯૯૮માં આવેલી ફિલ્મ ‘મેહંદી’નું ગીત છે

भला क्यूँ मै घूँघट से परदा उठाऊ
भला क्यूँ मै आँचल का पर्दा गिराऊ
तुम तो परदेसी हो तुम तो परदेसी हो

કોઠા પર ગવાતા આ નૃત્યગીતના કલાકાર છે રાની મુકર્જી. ગીતના શબ્દો છે રાની મલિકના અને સંગીત બાબુલ બોસનું. કંઠ છે કવિતા કૃષ્ણમૂર્તિનો.

૧૯૯૯ની ફિલ્મ ‘કચ્ચે ધાગે’નું ગીત જોઈએ. શબ્દો છે.

दिल का क्या आना हाय हाय
दिल का क्या जाना हाय हाय
दिल, दिल परदेसी हो गया

અજય દેવગણ અને મનીષા કોઈરાલા પર રચાયેલ આ ગીતના કવિ છે આનંદ બક્ષી અને સંગીત આપ્યું છે નુસરત ફતેહ અલી ખાને. સ્વર છે લતાજી અને કુમાર સાનુના.

૨૦૦૧ની ફિલ્મ ‘ગદર-એક પ્રેમ કહાની’નું ગીતની શરૂઆતની પંક્તિ છે

उड़ जा काले कावा तेरे मुह विच खण्ड पावा

ત્યાર બાદનાં શબ્દો છે

ओ घर आजा परदेसी की तेरी मेरी एक जिंदादी

સની દેઓલ અને અમીષા પટેલ આ ગીતના કલાકારો છે જેના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત આપ્યું છે ઉત્તમ સિંઘે. ગાનાર કલાકાર ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિક

આ ઉપરાંત પણ થોડાક બહુ ન જાણીતી ફિલ્મોમાં પણ પરદેશીને લગતા ગીતો છે પણ લેખની લંબાઈને ધ્યાનમાં લઇ તે બધા ગીત અહીં નથી મુક્યા.


નિરંજન મહેતા

A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

4 comments for “પરદેશીને લગતાં ફિલ્મીગીતો

 1. Umesh Raval
  January 13, 2019 at 12:51 am

  Sir,
  Nanskaram !
  Song of Hindi movie ” SARGAM ” may be added
  Hum to chale pardesh written by Anand Baxi , Sung by Mohmad Rafi & Music by Laxmikant Pyarelal
  Regards !
  Umesh Raval

  • Niranjan Mehta
   January 16, 2019 at 3:01 pm

   સૂચન બદલ આભાર પણ છેલ્લે લખ્યું છે તેમ લેખની લંબાઈને કારણે બધા ગીતો નથી લેવાયા એમાં આ ગીત પણ આવી જાય.

 2. purvi
  January 15, 2019 at 8:09 pm

  મજા આવી સાંભળવાની નિરુભાઈ

  • Niranjan Mehta
   January 16, 2019 at 2:59 pm

   તમે હંમેશા આનંદ માણો છો તેને કારણે આ કાર્ય કરતો રહું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *