એક ગીતનાં અનેક સ્વરૂપ – ૯ – સરખા મુખડા, ફિલ્મો જૂદી, અંતરા અને બીજું ઘણું જૂદું [૧૧]

સંકલન અને રજૂઆત અશોક વૈષ્ણવ

ગીતના મુખડાના બોલ લગભગ સરખા હોય પણ જૂદી જૂદી ફિલ્મમાં જ્યારે તેને નવા સંદર્ભમાં એક સંપૂર્ણ ગીત તરીકે પ્રયોજવામાં આવે ત્યારે બન્ને ગીત અલગ જ અસર ઊભી કરી શકતાં હોય છે.


નિગાહોંસે દિલકા… સલામ આ રહા હૈ =કોબ્રા ગર્લ (૧૯૬૩) – ગાયિકા: મુબારક બેગમ અને સુમન કલ્યાણપુર – સંગીતકાર: એસ એન ત્રિપાઠી- ગીતકાર: પ્રેમ ધવન

અહીં નજર સંદેશો મોકલે છે તો…

નિગાહોં સે દિલમેં ચલે આઈએગા – હમીર હઠ (૧૯૬૪)- મુબારક બેગમ – સંગીતકાર: સન્મુખ બાબુ ઉપાધ્યાય – ગીતકાર: સરસ્વતી કુમાર ‘દીપક’

અહીં નજ઼રોંથી સીધો દિલ સાથે સંવાદ સાધીને દિલમાં નિવાસ કરવાનું ઈજન પાઠવવામાં આવી રહ્યું છે.


હોઠોં પે હસીં આંખોંમેં શરારત રહેતી હૈ – વૉરંટ (૧૯૬૧) – લતા મંગેશકર – સંગીતકાર: રોશન – ગીતકાર: આનંદ બક્ષી

મુજ઼રાનાં ગીતો લતા મંગેશકરે અપવાદ રૂપ જ ગાયાં છે, અને એ જ રીતે રોશન અને આનંદ બક્ષી પણ ગણીને ૭ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે, એટલા પૂરતું આ ગીત બહુ અનોખું ગણી શકાય.

હોઠોં પે હસીં, આખોં મેં નશા…– સાવનકી ઘટા (૧૯૬૬)_ આશા ભોઅસલે – સંગીતકાર: ઓ પી નય્યર – ગીતકાર: એસ એચ બિહારી

અહીં મુખડાના પ્રારંભિક બોલ, ‘હોઠોંપે હસીં’, નાયિકાના એવ અપ્રેમીની ઓળખ છે જેની નજરમાં કંઈક એવો જાદૂ છે જેને શબ્દોમાં બયાન કરી શકાય તેમ નથી.

જિનકે હોઠોં પે હસીં,પાંવમેં છાલે, હાં વોહી લોગ તેરે ચાહનેવાલે હોંગે – ગુલામ અલી

અહીં ‘હોઠોં પરની હંસી’ ‘એમના’ ચાહનેવાલાઓની એક ઔર નિશાની છે.


શામ સે આંખમેં નમી સી હૈ – મિટ્ટી કા દેવ (અપ્રકાશિત ફિલ્મ) – મુકેશ – સંગીતકાર: સલીલ ચૌધરી – ગીતકાર: ગુલઝાર

ફિલ્મના નિર્માણ દરમ્યાન આગ લાગવાને કારણે ફિલ્મની પ્રિન્ટ અને ગીતો નાશ પામ્યાં હતાં.ફિલ્મ પ્રકાશિત ન થઈ હોવા છતાં જે અમુક ગીતોને વ્યાપક પ્રસિધ્ધિ મળી હોય એમાનું આ એક ગીત છે.

૧૯૮૭માં આર ડી બર્મને ગુલઝારની રચનાઓ પરથી એક આલ્બમ બનાવ્યું – દિલ પડોશી હૈ, જેમાં આ રચના આશા ભોસલેના સ્વરમાં રેકોર્ડ કરાઈ હતી.

જગજિત સિંધે પણ તેને જૂદા જૂદા કાર્યક્રમોમાં રજૂ કરેલ છે.


કવિઓ માટે માશુકાના હોઠ અને આંખોં પ્રેમના નશાના જામ પણ બની રહેતાં આવ્યાં છે.

અબ વો કરમ કરે કે સિતમ, મૈં નશેમેં હૂં – મરીન ડ્રાઈવ (૧૯૫૫) – મોહમ્મદ રફી – સંગીતકાર: એન દત્તા – ગીતકાર: સાહિર લુધ્યાનવી

આમના પર કોઈ સિતમ કે કોઈ ક઼રમ્ની કોઈ અસર નથી તહવાની કેમ કે તેઓ ‘નશા’ની અસરમાં એ બધાંથી પર થઈ રહેલ છે.

મુઝકો યારો માફ કરના મૈં નશેમેં હૂં – મૈં નશે મેં હૂં (૧૯૫૮) – મુકેશ – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: શૈલેન્દ્ર

શેલેન્દ્ર ગીતનો ઉપાડ તો કરે છે ગ઼ાલિબના શેરનો સાખીમાં ઉપયોગ કરીને ,પણ પછી મુખડામાં માફી માગી લે છે કે તે તો એટલા ‘નશા’માં છે કે હવે તો બહેકી જવું શક્ય જ છે.

મૈ નશે મેં હૂં…દોસ્તોંને જબ સે છોડા મૈં મજેમેં હૂં – દો ગુંડે (૧૯૫૯) – મોહમ્મદ રફી – સંગીતકાર: ગુલામ મોહમ્મદ – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

દોસ્તોએ છોડી ચૂક્યા ત્યારથી નશાની અસરમાં મારાં દુખ ભુલાવીને હું મજામાં જ છું..

‘મૈં નશે મેં હૂં’ શબ્દપ્રયોગ કરતી ઘણી રચનાઓ યુ ટ્યુબ પર સાંભળવા મળી શકે છે, તે પૈકી ખૂબ જાણીતી એવી ચાર રચનાઓ

સી એચ આત્મા – સંગીતકાર: મુરલી મનોહર સ્વરૂપ – ગીતકાર: મિર તક઼ી મિર

ગુલામ અલી

જગજીત સિંઘ

પંકજ ઉધાસ


મુખડાના શબ્દો પરથી બનેલ જૂદાં જૂદાં ગીતોની આ શ્રેણી હવે પછીના અંકમાં સમાપ્ત કરીશું.

Facebooktwitterredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.