ઐતરેય ઉપનિષદમાં ચૈરવેતિ વિષે

Facebooktwitterredditpinterestlinkedinmail

વિમલા હીરપરા

આપણા ઐતરેય ઉપનિષદમાં ચૈરવેતિ એટલે કે ફરતા  ને ચરતા રહેવાનો જે આદેશ આપ્યો છે એના વિષેમારા વિચારો રજુ કરુ છું.

આપણે સજીવની ઉત્પતિ ને ઉત્ક્રાંતિ નો ઇતિહાસ તપાસીએ તો આ ઉપદેશ સમજાય છે. પશુપંખીઓ ઘાસચારા નેજીવનનિર્વાહ માટે ફરતા રહે છે. આફ્રીકામાં સવાના,સરનગેટી ને એવી પ્રાણીઓની વસાહતોમાં

જેલોકોએ આ પ્રાણીઓનો બારીકાઇથી અભ્યાસ કર્યો છે.એ પ્રમાણે શાકાહારી એટલે કે વનસ્પતિ ને ઘાસ પર જીવતા પ્રાણીઓ ઘાસના વિશાળ મેદાનોમાં વરસાદ એક છેડેથી શરુ થઇ આગળ વધતો જાય,ઘાસ ઉગતુ જાય એની પાછળ આ પ્રાણીઓ  પણ ફરતા જાય. વરસાદ પાછો ફરે ને પ્રાણીઓ પણ પાછા ફરે.એ પ્રાણીઓની પાછળ શિકારી પ્રાણીઓ પણ અનુસરે. સહુને પોતાના પેટ ભરવાની ચિંતા. એજ પ્રમાણે પક્ષીઓ બદલાતી મોસમ પ્રમાણે માઇલોની સફર ખેડે છૈ. જેને આપણે યાયાવર પંખીઓ કહીએ છીએ. આપણા નળસરોવરમાં અમુક સિઝનમાં આવા પંખીઓ આવે છે. એજ પ્રમાણે માછલીઓ શિયાળા ઉનાળા ને સમુદ્રના બદલાતા પ્રવાહો પ્રમાણે સ્થળાંતર કરે છે. એની પાછળ એનો કાળ એટલે કે વ્હેલ,શાર્ક ને સિલ જેવી શિકારી માછલીઓ પણ ફરતી રહે છે.

આ જ સિલસિલામાં માણસ પણ ભરણપોષણની શોધમાં અનુકુળ સ્થળની શોધમાં ફરતો રહે છે માણસ  પાસે વિશેષતહ તો પશું કરતા વિકસીત મન છેએ માત્ર તનથી જ નહિ પણ મનથી પણ ફરે છે.એની પાસે સમાયોજન શકિત છે.એક  જ સ્થળેથી પેદા થઇને એ આખી દુનિયામાં પ્રસરી શક્યો છૈ. એ એની સમાયોજનની સફળતા છે. એ રણમાં,જળમાં, જંગલમાં પોતાને અનુકુળ ખોરાક, પોષાક ને રહેઠાણ બનાવી લે છે. ઉતરધ્રુવમાં બરફનું ઘર બનાવે છે તો રણમાં તંબુ તાણે છે. નદીમાં હોડીમાં ઘર બનાવે , એ પર્વત પર કે ખીણમાં કે એમેઝોનના ગાઢ જંગલમાં દરેક જગ્યાએ એ જીવી શકે છે, જ્યારે પશુઓ માત્ર અનુકુળ પરિસ્થિતિમાં જ જીવી શકે છે. આ સ્થાળંતર માટે એણે એવા દુર્ગમ પ્રદેશમાં સાધનો બનાવ્યા છે. દરીયો પાર કરવા વહાણો બનાવ્યા છે. હવાઇ જહાજો બનાવ્યા છે. હાથી,ઘોડા,બળદ,યાક કે ગધેડા જેવા પાલતુ પ્રાણીઓની સહાય લીધી છે.  

કયારેક આવું સ્થળાંતર મજબુરીથી પણ થાય છે. જયારે રાજકીય ઉથલપાથલ થાય ત્યારે લઘુમતી પર કવચીત શાષકપક્ષની કરડી નજર આવે ને પોતાના જાનમાલની સલામતી માટે વતન છોડવું પડે. જેમ કે બીજા વિશ્ર્વયુધ્ધમાં જુઇસલોકોને યુરોપ ને ખાસતો જર્મનીમાંથી ભાગવું પડેલું. ઇદી અમીનના શાસનમાં ભારતીય પ્રજાને ભાગવું પડેલુ. જ્યારે લાંબા સમયથી એક જગ્યાએ સ્થીર થયેલા લોકોને રાતોરાત ભાગવુ પડે ત્યારે એની દશા ‘ધોબીનો કુતરો નહિ ઘરનો કે ઘાટનો’ આવી થાય છે. તો કયારેક એવા બળવાન  ને સ્વાર્થી        લોકો પોતાના સ્વાર્થમાટે  ભોળા ને અજ્ઞાનલોકોના ભોળપણનો ગેરલાભ લઇને એમને બેવતન કરે છૈ. જેમ કે આફ્રીકાના હબસી લોકો. જે પોતાની દુનીયામાં કોઇને અડચણરુપ બન્યાવિના જીવતા હતા. એના ભોળપણનો લાભ લઇને એમને બળજબરીથી પશુની માફક વહાણમાં ખડકીને અમેરીકામાં લાવવામાં આવ્યા.એમના પરિવારથી  વિખુટા કરીને ભરબજારે લીલામ કરવામાં આવ્યાં. એમનું વતન, ભાષા,સંસ્કૃતિ બધુ જ ખોવાઇ ગયું. માનવઇતિહાસનું એક કલંકિત પ્રકરણ. એ જ પ્રમાણે અંગ્રેજી શાસનમાં એના શાષિત દેશોમાં કોલોની વસાવવા ગુલામ દેશોમાંથી લોકોને લાલચ કે બળજબરીથી લઇ જવાતા.

તો કયારેક સાહસીક લોકો નવા પ્રદેશની શોધમાં નીકળી પડે છે.  આ શરુઆતના સાહસવીરો પા સે બહુ પ્રાથમિક સામગ્રી હતી. આજના જેવા નેવીગેશન કે નકશા ને સંદેશવ્યવકારની સગવડ નહોતી. એવા સાહસીકો  પાસે હતી માત્ર જીજ્ઞાસા ને હિંમત. કોલંબસ,વાસ્કો ડી ગામા કે માર્કો પોલો કે ઉતરધ્રુવ પર પ્રથમ પગ મુકનાર કેપ્ટન સ્કોટ  કે ગ્રાન્ટ  આ બધા કોઇ અદમ્ય જીજ્ઞાસાવશ જાનની પરવા વિના અનજાન દેશ જોવા નીકળી પડે છે.

તો તન, મન ને  સાથે ધન પણ ફરતુ રહેવું જોઇએ. કોઇપણ શાષક વર્ગ કે સતાધારી વ્યકિત રાજ્યની ભૌતિક સંપતિ પર કબજો  કે ઇજારો જમાવી લે ને પ્રજાનો મોટો વર્ગ એનાથી વંચિત રહી જાય ત્યારે અમીર ને ગરીબ બે ભાગ પડી જાય.એ ખાઇ વધારે ઉંડી થઇ જાય ત્યારે બળવો થાય. ઇતિહાસ આવા બળવાનો સાક્ષી છે. કોઇ પણ પ્રજાના વિકાસમાં તન,મન ને ધન ફરતા રહે એ જરુરી છે.

અંતે આપણે આપણી પોતાની પરંપરા ને સંસ્કૃતિના સંદર્ભમાં ચરૈવેતિનો અર્થ સમજીએ. જોકે આપણી દરેક પ્રવૃતિમાં પાપ,પુન્ય ને સ્વર્ગ ને નરક તો આવવાનું. બેચાર પેઢી પહેલા માણસનું પોણા ભાગનું આયખુ

આગલી પેઢીને સાચવવા ને નવી પેઢીને તૈયાર કરવામાં જ વીતી જતું. આ બધાને અંતે એને ચાર ધામની યાત્રાની એષણા રહેતી. આટલુ થાય તો જીવન ધન્ય થઇ જાય. એ સમયે આજના જેવી વાહનવ્યવહાર કે સંદેશના સાધનો નહોતા. યાત્રાઓ પગપાળા થતી ને લોકો સંઘમાં નીકળતા. જુથમાં સલામતી રહે. રસ્તામાં જે ગામ આવે ત્યા રાતવાસો કરવાનો. ગામના અગ્રણી વેપારી કે ગામના પટેલને ત્યા ઉતારો, ભોજન ને ભજન

માહીતીની આપલે થાય. છાપા ગણો કે ચોપડી.   મોટાભાગના લોકોની ભુગોળ ભાગોળ સુધીની હોય. એટલે પ્રવાસી પાસેથી નવા દેશ વિષે જાણવા મળે. એક રમુજ એ થાય કે પુન્ય કે સ્વર્ગ મેળવવાની લાલચ કેવી કે જે વૃધ્ધલોકો ઘરનો દાદરો ચડી ન શકતા હોય એ ગિરનાર,પાવાગઢ ને પાલીતાણાના ડુંગર ચડી જાય, એ તો ઠીક પણ બદ્રીનાથ,કેદારનાથ કે માનસરોવર જેવા દુર્ગમ સ્થળે ય ઘસડાતા ઘસડાતા ય પંહોચી જાય. નદીઓના એવા ઠંડાગાર પાણીમાં ડુબકી ય મારે.  લાલચ શું નથી કરાવતી?  જોકે આજના બસકે રેલ્વેમાં થતા પ્રવાસ કરતા આ પગપાળા મુસાફરીમાં લોકો કુદરતની વધારે નજીક રહેતા.

ને માણસની જીજ્ઞાસા આટલેથી જ નથી અટકી. આટલી ધરતી ખુદ્યા પછી હવે એની નજર અનંત અવકાશમાં જો કોઇ સગા મળી જાય તો એના પર છે. અત્યાર સુધીના માનવઇતિહાસમાં આંગતુક ને મુળ પ્રજા

વચ્ચે લડાઇ ને એકાદ પ્રજાની હસ્તી મટી જાય કે શરણાગતિ સ્વીકારે એવો જ સીલસીલો રહ્યો છે. તમને શું લાગે કે પૃથ્વી પર શાંતિથી નથી રહેતા એ  આળવીતરા નવા ગ્રહ પર કોઇ વસ્તી મળે તો સંપસુલેહથી રહે?


વિમલા હીરપરા ( યુ.એસ.એ ) || vshirpara@gmail.com

2 comments for “ઐતરેય ઉપનિષદમાં ચૈરવેતિ વિષે

  1. Purvi
    January 2, 2019 at 8:12 am

    Bahu Sara’s , sundar and smajawa jevo lekh banyo che.

  2. January 8, 2019 at 6:00 am

    સરસ વાત. અમે પણ ડાયાસ્પોરા તરીકે ઘર છોડીને આવ્યા , એટલે આ વાત વિશેષ ગમી.
    જ્યાં રહીએ એ આપણો દેશ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *