





નિરંજન મહેતા
અત્યાર સુધી આપણે Aથી S સુધીના ગીતોનો આસ્વાદ માણ્યો. આ લેખમાં Tથી શરૂ થતાં ફિલ્મી શીર્ષકો જે અગાઉ આવી ગયેલા ગીતોના શબ્દો પર આધારિત છે તેનો ઉલ્લેખ છે.
૬૦થી વધુ વર્ષ પહેલા ૧૯૫૫માં આવેલી ફિલ્મ ‘વામન અવતાર’નું ગીત છે
तेरे द्वार खडा भगवान
भगत भर डे ले झोली
પુરાણકથાઓમાં વામન અવતારની વાત છે જેમાં વિષ્ણુ ભગવાન વામન રૂપ ધારણ કરી બલીરાજા પાસે ભિક્ષા માગવાના બહાને તેને પાતાળલોકમાં પહોંચાડી દે છે. તે જ પ્રસંગને લગતું આ ગીત છે. ગીતના કલાકાર છે પ્રવીણકુમાર. શબ્દો અને સ્વર છે પ્રદીપજીના. સંગીત અવિનાશ વ્યાસનું.
तेरे द्वार खडा भगवान શીર્ષકવાળી ફિલ્મ આવી હતી ૧૯૬૪મા.
આ જ વર્ષની એક અન્ય ફિલ્મ ‘ઈન્સાનિયત’નું ગીત છે
तेरे संग संग संग पिया खेल के मै रंग
हाय हाय हाय हुई बदनाम रे
હોળીના પ્રસંગે ગવાતા આ ગીતના કલાકાર છે બીના રોય. શબ્દો છે રાજીન્દર ક્રિશ્નના અને સંગીત છે સી. રામચંદ્રનું. કંઠ મળ્યો છે લતાજીનો.
तेरे संग संग શીર્ષકવાળી ફિલ્મ આવી હતી ૨૦૧૬માં.
૧૯૬૩ની ફિલ્મ ‘મેરે મહેબુબ’માં સાધનાનું નૃત્યગીત છે જેમાં મુખડા પછીના શબ્દો છે
तेरे प्यार में दिलदार जो है मेरा हाल-ए-इज़ार
कोई देखे या न देखे अल्लाह देख रहा है
શકીલ બદાયુનીના શબ્દોને સંગીત આપ્યું છે નૌશાદે. ગાનાર લતાજી
तेरे प्यार में નામવાળી ફિલ્મ આવી હતી ૧૯૭૯માં
૧૯૬૫ની ફિલ્મ ‘ગાઈડ’નું આ સુમધુર ગીત હજી પણ લોકોની ચાહમાં છે
तेरे मेरे सपने अब एक रंग है
हो जहाँ भी ले जाए राहें हम संग है
કુદરતી માહોલમાં આ મંદ સ્વરમાં ગવાતું ગીત દેવઆનંદ અને વહીદા રહેમાન પર રચાયું છે જેના ગાયક છે રફીસાહેબ. શબ્દો શૈલેન્દ્રના અને સંગીત સચિન દેવ બર્મનનું.
तेरे मेरे सपनेશીર્ષકવાળી ફિલ્મ બે વાર આવી હતી. એકવાર ૧૯૭૧મા જેમાં ફરી એકવાર દેવઆનંદે કામ કર્યું છે. બીજીવાર ૧૯૯૬મા આવી હતી.
૧૯૭૩માં આવેલી ફિલ્મ ‘સૌદાગર’નું ગીત છે
तेरा मेरा साथ रहे तेरा मेरा साथ रहे
धुप हो, छाया हो, दिन हो कि रात हो
અમિતાભના આવવાની રાહ જોતી નૂતન આ ગીત ગાય છે જેને સ્વર આપ્યો છે લતાજીએ. ગીત-સંગીત રવીન્દ્ર જૈનના.
तेरा मेरा साथ रहे શીર્ષકવાળી ફિલ્મ આવી હતી ૨૦૦૧માં.
૧૯૭૫ની ફિલ્મ ‘આંધી’ના દરેક ગીત તો મધુર હતા પણ આ ગીત આજે પણ કર્ણપ્રિય રહ્યું છે.
तेरे बिना ज़िंदगी से कोई शिकवा तो नहीँ
तेरे बिना जिंदगी जिंदगी नहीँ
સંજીવકુમાર અને સુચિત્રા સેનની મુલાકાત વખતે આ ગીત પાર્શ્વગીત તરીકે મુકાયું છે જેને સ્વર મળ્યો છે લતાજી અને કિશોરકુમારનો. ગુલઝારના શબ્દોને સજાવ્યા છે આર. ડી. બર્મને.
આ જ ગીત ૨૦૦૨ની ફિલ્મ ‘દિલ વિલ પ્યાર વ્યાર’માં પણ મુકાયું છે. શબ્દો અને સંગીત મૂળ ગીતમાં છે તેમ જ છે પણ ગાનાર કલાકારો જુદા છે. આર. માધવન અને શિલ્પા શિરોડકર પર રચાયેલ આ ગીતના ગાનાર કલાકાર છે અલકા યાજ્ઞિક અને હરિહરન.
तेरे बिना ज़िंदगी से આ શીર્ષકવાળી ફિલ્મ આવી હતી ૨૦૧૬માં
૧૯૭૮ની ફિલ્મ ‘મુકદ્દર કા સિકંદર’માં ગીત છે
ओ साथी रे तेरे बिना भी क्या जीना
અનજાનના શબ્દોને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ. અમિતાભ બચ્ચન પર રચાયેલ આ ગીતના ગાયક છે કિશોરકુમાર.
આ જ ગીત ફિલ્મમાં બે વાર આવે છે . ગીત-સંગીત એ જ. કલાકાર બેબી શાલૂ અને ગાયક આશા ભોસલે.
तेरे बिना भी क्या जीना આ શબ્દોના શીર્ષકવાળી ફિલ્મ આવી હતી ૧૯૮૯મા.
જુવાન પ્રેમીઓની ભાવનાને વાચા આપતું ગીત છે ૧૯૮૧ની ફિલ્મ ‘એક દુજે કે લિયે’નું.
तेरे मेरे बिच में कैसा है ये बंधन अंजाना
मैने नहीँ जाना तूने नहीँ जाना
રતિ અગ્નિહોત્રી પર આ ગીત રચાયું છે જે લતાજીએ ગાયું છે. શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું.
આ જ ગીત દુ:ખદ સ્વરમાં કમલ હસન પર પણ છે જેને ગાયું છે એસ. પી. બાલાસુબ્રમણ્યમે.
तेरे मेरे बिच में શીર્ષક છે ૧૯૮૪ની ફિલ્મનું.
૧૯૮૯ની ફિલ્મ ‘ત્રિદેવ’નું ગીત જોઈએ.
तिरछी टोपीवाले ओ, ओ बाबू भोले भले ओ
तु याद आने लगा है दिल मेरा जाने लगा है
સોનમ અને નસીરુદ્દીન શાહ પર આ ગીત રચાયું છે જેને સ્વર આપ્યો છે સપના મુકર્જી અને અમિતકુમારે. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત કલ્યાણજી આણંદજીનું.
तिरछी टोपीवाले આ નામની ફિલ્મ આવી હતી ૧૯૯૮મા.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com
Maja aavi gai niru bhai