





તન્મય વોરા
પરોઢ થાય છે, ઍલાર્મ રણકી ઉઠે છે, આખો ખૂલે છે – એક નવો દિવસ, એક નવી શરૂઆત. તરોતાજા વાતાવરણ જેવું જ મન પણ તાજું અને ચોખ્ખું છે. જીવન તેના વેગને ફરીથી આંબી જવા તૈયાર છે.
પડકારો તો છે, નવી કાર્યસૂચિઓ પણ બનાવવી છે, અને વળી પ્રાથમિકતાઓને નક્કી કરતાં કરતાં, નવનવા પાઠ પણ શીખવાના છે. થોડું મુશ્કેલ, થોડું મનોબળભંજક પણ ખરૂં ! પણ આ બધા પહાડ સમા પડકારોને અતિક્રમવામાં તો જીવનની મજા છૂપાયેલી છે. અહીં જ તો કામના બોજ અને આનંદનું અંતર ઓગળી જાય છે.
હા દરેક નવો દિવસ જીવનને નવપલ્લવિત કરી નાખે છે.,
આપણે તે માટે શું તૈયારીઓ કરી રાખી છે?
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનાં સંપર્ક સૂત્રઃ
· નેટ જગત પર સરનામું : QAspire.com
· ઈ-પત્રવ્યવહારનું સરનામું:tanmay.vora@gmail.com