





રજૂઆત અને સંકલન અશોક વૈષ્ણવ
૧૯૬૩માં અમદાવાદનાં તે સમયનાં (હંગાંમી) સચિવાલયની સામે આવેલી સરકારી વસાહતમાં રહેવા આવ્યા પછી જ્યારે પણ નવરાશનો સમય મળે ત્યારે અહીંની એમ જે લાયબેરીમાં કંઈને કંઇ વાંચવા માટે પહોંચી જવાનું અદમ્ય આકર્ષણ રહેતું. તેમાં પણ અદ્ભૂત ફોટોગ્રાફ્સનાં આગવાં સામયિક ‘લાઈફ’નો અંક જોવા મળી જતો ત્યારે તો ધન્ય ધન્ય થઈ જવાતું.
એ વર્ષોનો એક એવો અંક જેમાં એ સમયની ખૂબ મહત્ત્વની ઘટના સચિત્ર રજૂ કરાઈ હતી-
સૌજન્ય : LIFE Magazine Launched 80 Years Ago. Here’s How It Covered History ║TIME |LIFE
‘એમ જે’ની એ મુલાકાતોએ જેમ વાંચનના શોખને કેળવ્યો,તેમ ‘લાઈફ’ના ત્યાં જોવા મળતા અંકોએ ફોટોગ્રાફ્સ તરફ ‘આંખસેન’ થવાની જે કંઈ દૃષ્ટિ કેળવાઈ તેમાં પાયાની ભૂમિકા ભજવી છે. આજે પણ જ્યારે નવરાશ હોય ત્યારે ‘લાઈફ’ની વેબસાઈટ પર ચક્કર મારી આવવાનું એટલું જ ગમે છે.
‘લાઈફ’ની વેબસાઈટની આવી એક તાજેતરની મુલાકાત વખતે ફોટોગ્રાફ્સને લગતી અન્ય વેબસઈટ્સ પર ચક્કર મારવાનો મોકો મળી ગયો.એ વેબભમણ કરતાં કરતાં મને જે કંઈ પસંદ પડ્યું તે અહીં આપની સાથે સાદર રજૂ કર્યું છે.
+ + + +
ચિત્રકળાની જેમ ફોટોગ્રાફીમાં પણ પોર્ટેટ ફોટોગ્રાફી એક અનોખો વિષય ગણાતો રહ્યો છે.
સૌજન્ય :: JINGNA ZHANG | The Most Famous Portrait PHOTOGRAPHERS OF 2018 ║ Berify
+ + + +
પ્રવાસ ફોટોગ્રાફી શોકીયા પ્રવાસીઓ જેટલો જ વ્યાવસાયિક તેમ જ કળા દૃષ્ટિએ કામ કરતા પ્રોફેશન્લ્સ માટે પણ એક આગવું આકર્ષણ રહેલ છે.
Volcán de Fuego, ગ્વાટેમાલા: નવેમ્બરમાં જ્યારે ગ્વાટેમાલાનો ફ્યુઍગો જ્વાળામુખી સક્રિય બની ગયો ત્યારે તેમાંથી નીકળતી રાખ અને લાવાથી થનાર નુકસાનથી બચાવવા માટે લગભગ ૪૦૦૦ લોકોને સ્થળાંતર કરાવવું પડ્યું હતું..
Credit: The world’s best travel photos of 2018 ║ CNN Travel
+ + + +
કુદરતી દૃશ્યોની ફોટોગ્રાફી વ્યાવસાયિક ફોટોગ્રાફરો માટે આગવા પડકાર સમાન વિષય રહ્યો છે.
મિચ ડોબ્રાઉનરને કાન્સાસમાં જોવા માળેલ આવાં એક મૅમેટસ વાવાઝોડાંને અહીં તાદૃશ કરે છે.
Mammatus. “Bolton, Kansas.” # © Mitch Dobrowner, USA, Shortlist, Professional, Natural World & Wildlife (2018 Professional competition), 2018 Sony World Photography Awards
Credit: The 2018 Sony World Photography Awards ║ The Atlantic
+ + + +
શેરી ફોટોગ્રાફી શોકીયા અને વ્યાવસાયિક એમ બન્ને પ્રકારના ફોટોગ્રાફરો માટે માત્ર આનંદ અને કળાના વિષય ઉપરાંત બહુ મહત્ત્વના સંદેશ રજૂ કરવાનાં સશક્ત માધ્યમ તરીકે ઉભરી રહેલ છે.
અમીનાની વીસ વર્ષની વય ફુટપાથો પર પળી છે. શહેરના જૂદા જૂદા બગીચાઓ તેનાં રાત્રિ આશ્રયસ્થાનો હતાં. સરકારે તાજેતરમાં અમલ કરેલ કાયદા અનુસાર હવે તે રાત બગીચામાં પસાર નથી કરી શકવાની, એટલે તેની પથારીઓ હવે કયાંતો રસ્તાઓનાં ડીવાઈડરો પર કે ચાર રસ્તાઓ પરનાં સર્ક્લ્સમાં પડવા લાગી છે. ચટ્ટોગ્રામ (જૂનું નામ – ચિત્તાગોંગ,કે ચટગાંવ)ના લવ લેન વિસ્તારમાં તેની એવી એક રાતની પથારીની આ તસવીર છે. © સૌરવ દાસ, બાંગ્લાદેશ
Credit: 2018 Street Photography Awards ║ Lens Cuture
+ + + +
અંતરિક્ષની વસ્તુઓના ફોટોગ્રાફ્સનું વૈજ્ઞાનિક મહત્ત્વ તો હોય જ, પણ ક્યારેક તે આપણા જેવા સામાન્ય લોકોને તે ફોટોગ્રાફ તરીકે પણ ગમી જઈ શકે છે…
‘બબલ નેબ્યુલા’ તરીકે ઓળખાતી નિહારીકાની વૈજ્ઞાનિક ઓળખ તો NGC 7635 છે. આ નિહારિકા પૃથ્વીથી લગભગ ૮૦૦૦ પ્રકાશવર્ષ દૂરનો એક પ્રકાશપટ છે. નાસા / ઈસાનાં અવકાશયાન હબલની ૨૬મી જન્મતિથિએ તેણે ઝડપેલી આ એક બહુ મૂલ્યવાન તસ્વીર છે.
Credit: NASA, ESA, Hubble Heritage Team ║Top 100 Images – Hubble Space Telescope
+ + + +
સિલુએટ ફોટોગ્રાફી હવે પ્રકાશિત પાર્શ્વભૂમિની આગળ દેખાતી એક ઘેરી રેખાકૃતિનાં કળાચિત્રથી આગળ વધીને અવનવા પ્રયોગોની અદ્ભૂત પ્રયોગશાળા બની રહી છે.
જોડી સ્ટીક્કા એ અમુક ખાસ ફિલ્ટર્સવડે પાણી પડતા પ્રકાશનાં પરિવર્તનનો નોંધપાત્ર ઉપયોગ ક્રીને સંધ્યા સમયના રંગોની ઝાંય આ સીલુએટમાં તાદૃશ કરી લીધી છે.
Jody Sticca | Photo by Jody Art
Credit: Breath-taking Silhouette Photography: 23 Incredible Photos ║ Light Stalking
+ + + +
ફોટોગ્રાફીમાં તકનીક, સાધનો અને ફોટોગ્રાફરના કસબની સાથે તેનું હાજરજવાબીપણું પણ નાટકીય તસવીર રચી શકે છે.
૯/૧૧ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલા સમયે કુદી પડેલ એક માણસનો ફોટોપત્રકાર રિચાર્ડ ડ્ર્યુએ ઝડપી લીધેલો (હવે The Falling Man તરીકે વિશ્વ ખ્યાતિ મેળવી ચૂકેલો) આ શૉટ એ હુમલાને કારણે લોકોની જે જે પ્રતિક્ષિપ્ત પ્રતિક્રિયાઓ હતી તેનો અશબ્દ બોલકો અહેવાલ બની ગયો છે.
Credit: World Photography Day 2018: Some iconic photographs over the years ║ The Indian Express
+ + + +
આજે તો લખ્યું છે તે પૂર્વઆયોજિત નથી, એટલે વિષયો કે ફોટોગ્રાફ્સની પસંદગીમાં કોઈ તાર્કીક ધોરણ નથી. જો કે આમ પણ આવા વિષય પર થોડું પધ્ધતિસરનું કામ કરવા ધારૂં તો પણ ફોટોગ્રાફ્સની કળાત્મક કે તકનીકી બાબત વિષે તો કંઈ પણ કહેવા જેટલી મારી પહોંચ નથી, એટલે કોઈ એક વિષય પરના ફોટોગ્રાફ્સ વિષે મને જે (કંઈ) અનુભવાયું હોય તેટલું જ હું બહુ બહુ તો લખી શકું.
હા, આપમાંથી કોઈ આ પ્રકારના લેખની શ્રેણી કરવા ઈચ્છે તો જરૂરથી વેગ ગુર્જરી સંપાદક મંડળનો સંપર્ક કરે.
નોંધ The photographs in this post have been taken from net, from the sources acknowledged appropriately, for non-commercial purpose.
very nice.
Photography is an art and LIFE photographs prove that.
Thanks for this treat.
Very interesting subject, Ashokbhai! Today’s pics and descriptions both are very good.
સાહિત્ય વિશારદોની ભાષામાં કહીએ તો આ તો ‘ગમતાંનો ગુલાલ’ કરવાનો એક તુક્કો હતો. આપ સૌને ગમ્યું એટલે મને પણ દિલને ખૂણે રાજીપો તો થયો જ છે. તે માટે આપ સૌનો હાર્દિક આભાર.
જોકે મૂળ પ્રયોજન એ પણ ખરૂં કે આ પ્રયાસના પ્રતિભાવ રૂપે વેબ ગુર્જરીના વાચકોને પણ પોતાના શોખ, અનુભવો વિષે જે કંઈ બહુ ગમી જાય એવું હોય તે બધાં સાથે વહેંચે તો બાકીના બધાંને પણ તે આનંદમાં ભાગીદાર કરી શકાય.
Mama padi gai Ashokji.
મરી નવરાશની પળોમાં મન એજે ગમ્યું તે તમને પણ ગમ્યું તેનો આનંદ તમારા આટલા ઉત્શાજનક પ્રતિભાવે બમણો કરી આપ્યો. આભાર.