સંસ્કૃતિની શોધમાં – પ્રવેશક

Facebooktwitterredditpinterestlinkedinmail

સંસ્કૃતિની શોધમાં - Title photo

પૂર્વી મોદી મલકાણ

“સંસ્કૃતિની શોધ” માં આ મારી લેખમાળા એ કેવળ પ્રવાસવર્ણન નથી, પણ એક ઇતિહાસ છે. પાકિસ્તાન જઈને કેવળ ફરવાનું કામ નથી કર્યું બલ્કે આંખોને જે જે નવું લાગ્યું તે વિષે જાણવાની કોશિશ કરી છે.

કંઈક અલગ રીતે પ્રવાસને જોવા માટેની આંખોનો શ્રેય કોટક સ્કૂલના ઇતિહાસ ભૂગોળના શિક્ષક પુષ્પાબેન અને પ્રફુલ્લાબેનને આપું છે જેઓએ સિંધુ સંસ્કૃતિ, મોહેઞ્જો દારો, ભારત-પાકની સરખી સંસ્કૃતિ ઉપર ખૂબ મન દઈને ભણાવેલું. આજે પાકિસ્તાન જવાનું થાય છે ત્યારે આ શિક્ષકોને ખૂબ ભાવપૂર્વક યાદ કરું છું. આ શિક્ષકોને કારણે આજે પાકિસ્તાનને બહુ નજીકથી ઓળખી શકી છું, તેની સંસ્કૃતિને ઓળખી શકી છું.

રાવલપિંડીની બજારની ગલીઓની સહેલ તેના ભવ્ય ભૂતકાળ ભણી લઈ જાય છે_)

(રાવલપિંડીની બજારની ગલીઓની સહેલ તેના ભવ્ય ભૂતકાળ ભણી લઈ જાય છે_)

મારા આ લેખો વાંચકોને પાકિસ્તાનના એ અંદરના ભાગોમાં લઈ જશે જ્યાં હજુ સુધી કોઈ ભારતીય જવા તૈયાર નથી થયો. બીજી બાજુ આજે મીડિયા સ્ટ્રોંગ થયું છે, પણ આ બાબત ઈંડિયાને માટે લાગુ પડે છે. તેથી ઈન્ડિયાનો ખૂણેખૂણો જાણીતો છે, પણ પાકિસ્તાન હજી યે એટલું જ અજાણ્યું છે જેટલું ૬૦ વર્ષ પહેલાં હતું.

આશા છે કે વાંચકોને મારા શબ્દો અને મારી અનુભૂતિ થકી પાકિસ્તાનની ગલી ગલીમાં ભોમિયા બની ભટકવું ચોક્કસ ગમશે.


સંપાદકીય પાદ નોંધ:

પૂર્વીબહેનની પાકિસ્તાનના બીજા પ્રવાસભ્રમણની આ પ્રવાસ કથા વેબ ગુરજ્રી પર જાન્યુઆરી, ૨૦૧૯થી દર મહિનાના બીજા અને ચોથા મંગળવારે પ્રકાશિત થશે.
આ પ્રવાસ કથા દ્વારા તેમના પ્રવાસની યાદોની સફર કરવાનું આપ સૌને હાર્દિક આમંત્રણ છે.

-વેબ ગુર્જરી સંપાદક મડળ

2 comments for “સંસ્કૃતિની શોધમાં – પ્રવેશક

  1. Mina
    December 18, 2018 at 6:33 am

    Ahaa, aakhre vanchva farva malshe. Majani vaat.have ketla divas Ni rash jovani che?

  2. March 24, 2020 at 3:12 am

    આજથી આ શ્રેણી વાંચવાનું શરૂ કરું છું .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *