બંદિશ એક, રૂપ અનેક – ૫૦ – “મધુબન મેં રાધિકા નાચે રે”

Facebooktwitterredditpinterestlinkedinmail

નીતિન વ્યાસ

સંગીતકાર શ્રી નૌશાદ અલી,ગીતકાર શકીલ બદાયુની અને ગાયક મહમદ રફી અને સાથે ઉસ્તાદ અમીર ખાં સાહેબ ની એક સદાબહાર કૃતિ, “મધુબન મેં રાધિકા નાચે રે”, રાગ હમીર માં આજે એક વખત ફરી યાદ કરીને માણીયે.

આવી રચના પાછળના કલાકારો અને કસબીઓએ કરેલી મહેનતની પ્રતીતિ આ છ મિનિટ ના ગીતને સાંભળતા એક એક ક્ષણે થાય છે. ગાયક, ગીતકાર અને સંગીતકાર ત્રણેય કદાચ ક્યાંક થી પ્રેરણા મળી હશે? તે પણ કેવી અદભુત?

રાગ હમીર,રાત્રિ ના સમયે ગવાતો એક વીર રસ પ્રધાન ચંચળ પ્રકૃતિ નો રાગ છે. કલ્યાણ થાટ, ગ, મ, ની, ધ; ધ, ધ, પ નાં સ્વરો કાને પડતા જ સંગીત જાણતી વ્યક્તિઓને હમીર નું સ્પષ્ટ સ્વરૂપ દેખાય છે.

ભારતીય શાસ્ત્રીય સંગીત માં પારંગત નૌશાદ અલી ના ગુરુઓ માં એક હતા ઉસ્તાદ બડે ગુલામ અલી ખાં સાહેબ . શરુઆત કરીયે ખાં સાહેબે ગયેલા રાગ હમીરની એક બંદિશથી:

ઉસ્તાદ શ્રી બડે ગુલામ અલી ખાં

રાગ હમીરનો માહોલ તો બંધાયો પણ તેની ઉપરથી અનુરૂપ કવિતા, ધૂન, સ્વરબદ્ધ કરવાની સાથે સંગીત નું આયોજન, તેના માટે ગાનારા, સાજદો અને પડદા ઉપર દેખાતા ફિલ્મી કલાકારો – આ બધાનું એકરૂપ સંમિશ્રણ તૈયાર કરીને ફિલ્મમાં પ્રેક્ષકો સામે મૂકવામાં આવે છે. જે તે ગીત અને સાથોસાથ ફિલ્મોની સફળતા નું મોટું પાસું છે.

આપણાં શાસ્ત્રીય સંગીતમાં ગાયકી માં આવતી હરકત – આલાપ, સરગમ, તાન, જુગલબંધી, તરાના આ બધુજ આ બંદિશમાં નૌશાદ સાહેબે બખૂબી ભર્યું છે અને તે પણ તેના સંનિષ્ઠ કલાકારોને સાથ માં લઈને.

આ ગીત મહંમદ રફી એ ગયેલા ટૂંકા આલાપ થી શરુ થાય છે, તબલા પરના તીનતાલ, બંસરી ના સૂર સંગત સાથે મા કાને પડે છે, ઘૂંઘરું નો રણકાર અને કથ્થક નૃત્ય

તો આ ગીતમાં કાંગરેલી મીનાકારી – અને સંગીતમય કસબની શરુઆત થાય છે રાગ હમીરને અનુરૂપ કવિતાથી .

શકીલ બદાયુનીએ ગીત રચ્યું “મધુબન મેં રાધિકા નાચેરે …” મહમદ રફી નો અવાજ અને દિલીપ કુમારની લાજવાબ અદાકારી….

मधुबन में राधिका नाचे रे
गिरधर की मुरलिया बाजे रे
मधुबन में राधिका…
पग में घुँघर बाँध के
घुँघटा मुख पर डाल के
नैनन में कजरा लगा के रे
मधुबन में राधिका…
डोलत छम-छम कामिनी
चमकत जैसे दामिनी
चंचल प्यारी छब लागे रे
मधुबन में राधिका…

કવિતા અહીં સુધીની છે અહીંથી અન્ય સંગીતકાર અને કસબી ઓ ની ખૂબી ઓ શરુ થાય છે
શરૂઆતમાં …..ખુશરોને યાદ કરીયે,જેણે શાસ્ત્રીય સંગીતમાં ખ્યાલની ગાયકી અને તરાના ગાવાની શરૂઆત કરી. તબલાં અને મૃદંગ પર બજાવાતી થાપના બોલ ને શબ્દોમાં લખી વાચા આપી, જુઓ આગલી કડી :

म्रिदंग बाजे तिरकिट धूम तिरकिट धूम ता ता
नाचत छूम छूम ताथई ताथई ता ता
छूम छूम छा ना ना ना, छूम छूम छा ना ना ना
क्रांध क्रांध क्रांध धा, धा धा धा
मधुबन में राधिका नाचे रे

અહીં ગીતમાં ફરી એક સુંદર હરકત આવે છે – તે છે તાન ની ગાયકીની, જે અમીર ખાં સાહેબે ગાયેલી છે. યાદ કરો “આજ ગાવત મન મેરો ઝુમકે” ફિલ્મ ‘બૈજુ બાવરા”. આપણે તેમને આવીજ ગાયકી ગાતાં સાંભળીયે છીએ. ફિલ્મમાં કલાકાર મુકરીને આ તાન ગાતાં આપણે જોઈએ છીએ. (2.51)

मधुबन में राधिका
नी सा रे सा, गा रे मा गा, पा मा धा पा, नी धा सां नी
रें सां रे सा नी धा पा मा पा धा नी सां रें सां नी धा पा मा
गा मा धा पा गा मा रे सा

આવી સરસ સરગમ ગાવા માટે રફી સાહેબને સલામ

मधुबन में राधिका नाचे रे
सां सां, सां नी धा पा मा पा धा पा गा मा रे सा ऩी रे सा
सा सा गा मा धा धा नी धा सां
मधुबन में राधिका नाचे रे
मधुबन में राधिका (3.46)

અહીંથી રફી ના અવાજમાં તરાના સાથે સંગત માં તબલા અને મૃદંગ વાદકો ની કરામત સાંભળવા મળે છે.

ओदे नादिर दिरधा नीता धारे दीम दीम तानाना
नादिर दिरधा नता धारे दीमदीम तानाना
ना दिर दिर धा नी ता धा रे दीम दीम ता ना ना
ना दिर दिर धा नी ता धा रे
ओ दे ताना दिर दिर ताना, दिर दिर दिर दिर दूम दिर दिर दिर
धा तिरकिट तक दूम तिरकिट तक
तिरकिट तिरकिट ता धा नी
ना दिर दिर धा नी ता धा रे


અહીંથી ગીતની લય વધે છે અને પરાકાષ્ટા રૂપે કલાકારો અબ્દુલ હલીમ ઝફર ખાં સિતાર ઉપર, જલતરંગ વાદક શંકરરાઓ કહાંરે અને સરોદ વાદક બુદ્ધદેવ દાસ ગુપ્તા ની જુગલબંધીની આ જમાવટ લગભગ સવાબે મિનિટ સુધી શ્રોતાઓ ને મન્ત્ર મુગ્ધ કરે છે,

એક આલાપ અને વાંસળી ના સુર, ઘુંઘરુનો રણકાર અને તીનતાલ સાથે શરુ થયેલું ગીત ધીરે ધીરે જમાવટ કરી પરાકાષ્ટા પહોંચે છે અને પુરા વાદ્યવૃન્દના સહારે પૂરું થાય છે.

અહીં કલાકાર તરીકે શ્રી દિલીપકુમાર તેમની સંપૂર્ણ કાબેલિયાતમાં સજ્જ જોવા મળે છે, જાણે પોતેજ ગાતા હોય તેવું લાગે, અરે સિતાર વગાડતી વખતે જે રીતે તેમાં હાવભાવ, નખલી પહેરેલી તાર પર રમતી આંગળીઓ અને પૉઝ – બધુજ એક હૂબહૂ સન્નિષ્ઠ સિતારવાદકને અનુરૂપ જોવા મળેછે । આ ગીતની અદાકારી માટે છ મહિના સુધી દિલીપ કુમારે અબ્દુલ હલીમ ખાં સાહેબ પાસે સિતાર વગાડવાની બકાયદા તાલીમ લીધેલી।

જાવેદ અખ્તર

ગીત સાથે છે નૃત્ય કલાકાર કુમકુમનું કથ્થક. તેમનું મૂળ નામ ઝેબુન્નિસા અને તેઓ બિહારનાં હુસેનાબાદમાં જન્મેલા.

નૃત્ય નિયોજકો હતાં સર્વશ્રી સિતારા દેવી, બી. હીરાલાલ, સત્યનરાયણ અને મહુવાનાં ચીમનભાઈ શેઠ.

સાંભળીયે રાગ હમીર: 1960માં બનેલી ફિલ્મ કોહિનૂરનું આ અદ્‍ભૂત નૃત્ય ગીત:

એક વાત તો રહી ગઇ: કરુણતા ની મૂર્તિ મીના કુમારી અને ગંભીર અને દુઃખી નાયકની ભૂમિકા માટે પ્રખ્યાત દિલીપકુમાર, આ બંને કલાકારો પોતે પોતાની આવી છાપ સુધારવાની કોશિશમાં હતાં, “દેવદાસ” પછી દિલીપકુમાર હતાશા / Dipression થી પીડાતા હતા. દાક્તરે ગંભીર પ્રકારની ભૂમિકાને બદલે કઈ આનન્દ ઉલ્હાસવાળા રોલ કરવા સલાહ આપી. આનું બીડું દિગ્દર્શક અને નિર્માતા એસ. યુ. સન્નીએ ઝડપ્યું અને “કોહિનૂર” 1960 માં બનાવી. જેમાં રાજા રજવાડાંની વાતો, રાજકુમાર અને રાજકુમારી, તલવારબાજી, ગીતો અને નૃત્યો, સાપ – નોળીયા લડાઈ વગેરે બધું ઠાંસીઠાંસી ને ભર્યું હતું.

ફરી ગીત ઉપર આવીયે।

આવાં જાજરમાન ગીતની એક જ બંદિશ હોય જુદા જુદા રૂપે બહુ જોવા સંભાળવા મળતા નથી. અન્ય ખ્યાતનામ ગાયકોએ પ્રયત્નો સરસ કાર્ય છે પણ તાન અને જુગલબંધી વાળો ભાગ સામેલ કરતા નથી. સ્ટેજ શોમાં રફી પોતે પોતાના ગાયેલા ભાગ ની રજૂઆત કરતા હતા ગાય છે

પણ સુર આંગન મ્યુઝિકલ ક્લબ અને પાર્થિવ ગોહિલે સાથે મળી યોગ્ય સાજીંદાઓ ને સહારે સ્ટેજ ઉપર ફરી મૂળ ગીત જેવો માહોલ ઊભો કર્યો અને તેમાં તેઓ ઘણા સફળ રહ્યાં છે:

સાંભળો પાર્થિવ ગોહિલ ને:

અનુપ જલોટા: સરાયે ગીત સાથે સરગમ સરસ ગયી છે:

સોનુ નિગમ – કીબોર્ડના સંગાથે:

યશુદાસ

રૂપકુમાર અને સોનાલી રાઠોડ

એક સુંદર રજૂઆત પ્રોફેસર  પરમજીત

આશિષ શ્રીવાત્સવ

સ્વાગત ચૌધરી: પ્રથમ રાગ હમીર

ઈન્ડિયાઝ ડાન્સીંગ સુપરસ્ટાર માં કુ. હંસવી ટોંકનું કથ્થક

ઈન્દ્રાણી દત્તાનું કથ્થક

કલાકાર રેણુ મજમુદાર બાંસુરી પર સુંદર રજુઆત

સ્ટેજ પર્ફોમન્સ: જુગલ કિશોર સરસ ગાય છે સાથે નાં નૃત્ય કલાકારનું નામ જાણી શકાયું નથી પણ સરસ કથ્થક રજુ કર્યું છેઃ
https://youtu.be/lcWZG21EveE

શ્રીમતી પદ્મિની વાસનની પદ્માલયા નૃત્ય શાળા:

નંદિની બટ્ટનું કથ્થક

રિધ્ધી ભારદ્વાજ

કુ. સમિધાનું કથથક

તૃપ્તરાજ પંડયાનું તબલા વાદન

મૃદંગ ડાન્સ અકાદમી

સંગીત ચક્રવર્તી

કેલિફોર્નિયા સ્થિત ‘ડાયબ્લો બેલે ડાન્સર્સ” અને નિર્દેશક અશરફ હબીબુલ્લાહની અનોખી રજૂઆત કથ્થકને સ્થાને બેલે:

નવી દિલ્લીની માનવ ભારતી શાળાની વિદ્યાર્થીનીઓ:

દૂરદર્શન પર એક જીવંત પ્રસારણ: – નૌશાદ અલી, મહંમદ રફી અને વાદ્યવૃંદ:

પોતાનાં સંગીત વિષે નૌશાદ સાહેબ:

પદ્મભૂષણ અને દાદા સાહેબ ફાળકે અને અન્ય પરિતોષિકોથી સમ્માનિત નૌશાદના જીવન ઉપર એક દસ્તવેજી ફિલ્મ:

વરઘોડામાં બજાવવા આવતા બેન્ડવાજાવાળા ને નૌશાદની બનાવેલી ધુનો પસન્દ છે, એક તો ભારતીય સંગીત અને સહેલાઇ થઇ બ્રાસ બેન્ડ પર વગાડી શકાય. નૌશાદ સાહેબના લગ્ન વખતે પણ વરઘોડા સાથે આ બેન્ડવાજાવાળા તેમની જ ધુન વગાડતા હતા – “અફસાના લિખ રહી હું” . આ વાત તેમણે એક રેડીઓ મુલાકાતમાં કહેલી।

છેલ્લે સાંભળીયે  “મધુબન મેં રાધિકા નાચે રે” આવા એક બેન્ડના કલાકારો પસેથી:


अभिसाज़-इ-दिलमें तराने बहोत हैं
अभी ज़िन्दगी के बहाने बहोत हैं।।
दर गैर पर भीख मांगो ना फन की
जब अपने ही घरमे खज़ाने बहोत हैं।।

– नौशाद अली

શ્રી નીતિન વ્યાસનો સંપર્ક nadvyas2@gmail.com સરનામે કરી શકાશે.

9 comments for “બંદિશ એક, રૂપ અનેક – ૫૦ – “મધુબન મેં રાધિકા નાચે રે”

 1. Vijay Vyas
  December 15, 2018 at 6:08 am

  Enjoyed going through the details, background of this all time great melodious song..

 2. Bhavana Desai
  December 15, 2018 at 8:19 am

  Enjoyed it Neetinbhai. This requires patience and hard work. Many complements to you.

 3. Deepak Bhatt
  December 15, 2018 at 2:50 pm

  What a wonderful presentation ! This is one of my favorite filmy classical songs that I never get tired of listening. Nitinbhai, you gave a good background of this item and made it even more interesting. It also shows different musical instruments (sitar, sarod, Jal Tarang, etc.) with different forms of classical music. It is a rare treat. This is also the trio (Naushad, Shakil Badayuni, Mohammed Rafi) that made classical Baiju Bawra in 1952 under direction of Vijay Bhatt with Meena Kumari as a leading lady. I met Naushad Ali at my friend’s home in Saudi Arabia while he came for Haj. I had a very close singer friend by the name of Khurshid from Hyderabad and he used to sing this song beautifully accompanied by a tabalchi of the same caliber. I still have to find a duo of that level for this song. Very many thanks for compiling all this data and presenting to us for our pleasure and want to let you that it is very much appreciated. With Regards, Deepak Bhatt.

 4. December 15, 2018 at 6:54 pm

  મઝા આવી ગઈ..

 5. December 15, 2018 at 8:28 pm

  Amazing work. THis is a Evergreen Song. Speechless.

 6. December 16, 2018 at 8:59 pm

  What a great presentation of this Bandish. My commendations to you Nitin Bhai, you have really given a superb gift to not only those who may be music minded and interested in such things, but to everyone who may be only enjoying good songs like me.

  This makes one go into contemplation causing inner pleasure.

  Thank you.

  બહુજ મજા આવી.

 7. Prafull Ghorecha
  December 18, 2018 at 10:58 am

  બહુ સરસ.
  આભાર.

 8. Samir
  December 18, 2018 at 2:45 pm

  Wonderful presentation !
  Thanks

 9. Prakash Majmudar
  December 21, 2018 at 2:59 am

  શ્રી નીતિનભાઈ,
  “મધુબન મેં રાધિકા” ગીત ના દરેક એ દરેક પાસા નો તમે સંપૂર્ણ વિગત સાથે પરિચય આપ્યો છે. ગીતની રચના થી અત્યાર સુધીના તમામ જૂના નવા કલાકારોની વિડિઓ ક્લિપ શોધી ને વ્યવસ્થિત રીતે રજુ કરી છે. મારા જેવા સંગીત પ્રેમી માટે ગજબ નો ખજાનો મળ્યો હોય એમ લાગે છે.
  મારી જિંદગીનો ઉત્તમ સમય તમારી રચનાઓ ને જાણવા / સમજવામાં આનંદ થી વીતે છે.
  ઈશ્વર તમને સ્વસ્થ રાખે અને કૈક નવું નવું કરવા સતત પ્રેરે એવી પ્રાર્થના !
  -પ્રકાશ મજમુદાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *