બંસી કાહે કો બજાઈ : પ્રકરણ ૨૬

Facebooktwitterredditpinterestlinkedinmail

લેખિકા : નિર્મલા દેશપાંડે

અનુવાદ : કેપ્ટન નરેન્દ્ર ફણસે

કેવી દેખાતી હશે જામુની? મારી સાથે કેવી રીતે વર્તશે? કેવી રીતે વાત કરશે? શેખરને મળશે ત્યારે તેમના બન્નેનાં મનમાં કોઈ સંવેદના ઊપડશે ખરી? જામુનીના અંતરમાં યાતના ઉપજશે? તેને જોઈ ઉમાને કેવું લાગશે? શેખર શાંત, સંયત અને સ્વસ્થ ચિત્તનો માણસ છે…છતાં તે પણ તેને મળીને કંપી જશે. શેખરને મળીને અસ્વસ્થ અને વ્યાકૂળ થયેલી જામુની કદાચ મારા ખભા પર મસ્તક ટેકવી ચાર આંસું ગાળી લેશે અને હું તેના મસ્તક પર વહાલથી હાથ ફેરવીશ…જામુનીના મનમાં શેખર પ્રત્યે અંકૂરિત થયેલા પ્રેમને મેં જ ખાતર-પાણી આપ્યાં હતા. તેને અંગ્રેજી ભણાવવાની શરુઆત પણ મેં જ કરી હતી. મરાઠી પણ શીખવી. તેનાં ગ્રામ્ય સંસ્કાર દૂર કરી સરખી રીતે કપડાં પહેરાવવાની શરુઆત કરી…આપણા ઘરમાં ભાભી બનાવીને લાવવાની મારી સ્વપ્નશીલ ઉમરમાં મેં મારા મનમાં રંગેલું સ્વપ્નચિત્ર કેવળ શમણું જ રહી ગયું અને એ છિન્નભિન્ન થયેલા સ્વપ્નને હૈયાસરસું ચાંપી જામુની પણ કદી’ક અંતરમાં યાતના અનુભવતી હશે ખરી?

મુંબઈમાં સંસારચક્રની ઘાણીમાં જોડાયા પછી આ વાતનો એટલો અહેસાસ થયો નહી, પણ અહીં આવીને આ શેતૂરના ઝાડ તરફ નજર પડતાં જ મને તો સવાર, બપોર અને સાંજ – ત્રણે વખત આંખે અંધારાં આવે છે. જીવ તડફડે છે…રાજમહેલની ઉપરના હવામહેલ તરફ નજર સરખી ન કરવાની તકેદારી રાખવી પડે છે…

આ વિચારચક્રમાં જ ચંદ્રાવતી ઘેર પહોંચી ગઈ.

બપોરનું ભોજન પતાવ્યા બાદ તેણે કહ્યું, “શેખર, હું બડે બાબુજીને ત્યાં જઈ આવી, હોં કે!”

“એમ? કેમ છે બેઉ જણાં?”

“મજામાં છે.” એકાદ ક્ષણ રોકાઈને તેણે ભાવવિહીન અવાજમાં કહ્યું, “કહેતા હતા, એક બે દિવસમાં જામુની અહીં આવવાની છે. ડિલિવરી માટે,” અને શેખર તરફ જોતી રહી,

“એમ કે? તો પછી તેને આપણે ત્યાં બોલાવવી જોઈશે, હોં કે!” ઉમા તરફ જોઈ શેખર બોલ્યો.

***

સારંગપુર આવીને ચંદ્રાવતીને ચાર દિવસ થઈ ગયા હતા.  ચોથા દિવસે સવારે તે ફરી સત્વંતકાકીને મળવા ગઈ. જામુની આવી નહોતી. વિલાયેલા ચહેરે તે પાછી ઘેર આવી.

ફરીથી જામુનીની તપાસ કરવા જવું કે નહી તે સંભ્રમમાં હોવાં છતાં તેના પગ આપોઆપ સત્વંતકાકીના ઘર તરફ વળ્યાં. આંગણાની ભીંતમાં પડેલા બાંકોરામાંથી તેણે અંદર નજર કરી. જામુનીનાં કોઈ ચિહ્ન દેખાયાં નહી.

‘યોગ્ય સમયે જે થવું જોઈએ તે મારા જીવનમાં કદી થાય જ નહી એવા યોગ મારી કુંડળીમાં લખાયા લાગે છે! હવે કપરી અગ્નિપરીક્ષામાંથી નીકળ્યા વગર મને કશું પ્રાપ્ત નહી થાય એવા વિધાતાના લેખને શરણે આ વખતે તો નહી જઉં’ એવો તેણે નિર્ણય કર્યો. ‘જામુનીને મળ્યા વગર પાછી મુંબઈ નહી જઉં.’ એવું મનમાં બબડી.

જમતી વખતે તેણે ભાઈને કહ્યું, “શેખર, મારું રિઝર્વેશન કૅન્સલ કરી નાખ.”

“કેમ? હવે શા માટે કૅન્સલ કરવું છે?” ઉમા તરફ આંખ પટપટાવતાં શેખર બોલ્યો.

“જામુની હજી આવી નથી.”

“વાહ, ભઈ વાહ! અમે આટલો આગ્રહ કરતા હતા કે બીજા આઠ દિવસ રોકાઈ જા, તો કહેતી હતી, ‘મારે જવું જ પડે એમ છે’; હવે તારી વહાલી જામુની આવવાની છે એટલે બાઈસાહેબ રિઝર્વેશન કૅન્સલ કરવા નીકળ્યાં છે! શું તારે મુંબઈ સુધી ઊભાં ઊભાં પ્રવાસ કરવો છે? ટ્રેનમાં કેટલી ભીડ હોય છે, તેનો તને અંદાજ નથી. ફરી રિઝર્વેશન કરાવવા બીજા દસ દિવસ રોકાવાની તારી તૈયારી છે?”

“ના રે ભાઈ! માંડ માંડ આઠ દિવસની રહેવાની રજા મળી એ જ ઘણું થયું.”

***

છઠ્ઠા દિવસે સવારે સત્વંતકાકીને ઘેર જવાની પ્રબળ ઈચ્છા હોવા છતાં તેણે તે ટાળ્યું. ‘આવવાની હશે તો આવશે, નહી તો નહી આવે. તેના આવવાના રસ્તા પર આંખો ચોંટાડીને બેસવા જેટલી નિકટતા અમારા વચ્ચે હવે ક્યાં રહી છે? અને મળીને પણ શું બોલવાનાં છીએ? એનું વિશ્વ જુદું, મારી દુનિયા અલગ.

‘ઘરકામની રામાયણમાં, ગાય – ભેંસના છાણ મૂતરમાં ખેતરની કાળી મજુરીમાં આ નાજુક, ભાવનાશીલ, સંવેદનાથી સભર અને હોંશિયાર જામુનીનું જે નુકસાન થવાનું હતું તે અત્યાર સુધીમાં પૂરી રીતે થઈ ગયું હશે. હવે જામુની મળશે તો પણ તેના મનના તારનો મેળ મારા મનની સિતાર સાથે કેવી રીતે થશે?

‘જામુની સાથે મુલાકાત ન થાય તો સારું. એક અખંડ પથ્થરને કોતરી તેમાંથી ઘડાયેલ સુંદર શિલ્પ પર કાળ અને પરિસ્થિતિનાં ઘા પડ્યા પછી તેની જે સ્થિતિ થઈ હશે તે મારાથી નહી જોઈ શકાય.

‘જામુની મળે કે મળે, પરમ દિવસની રાતની ગાડીથી મુંબઈ જવું જ રહ્યું’

***

“સારું થયું, જીજી. આજે ગણેશ બાવડીના દર્શનનો યોગ આવ્યો. કાલે તમે જવાના. મેં કહ્યું, ગામમાં બધાં ઓળખીતાંઓને મળ્યા, ચંદેરી સાડીઓની ખરીદી થઈ, પણ ઘરની સાવ નજીક આવેલી વાવડીમાંના ગણેશજીનાં દર્શન રહી ગયા હતા. ગણેશજીનાં ચરણોમાં મુન્નાનું માથું નમાવવાનું બાકી રહી ગયું હતું. ફોઈના આશિર્વાદથી મારી એ ઈચ્છા પણ પૂરી થઈ ગઈ,” ગણેશબાવડીના સિમેન્ટના રસ્તાનો ઢાળ ચઢતાં ઉમા બોલી.

“ઉમા, તારા લીધે મને આ યોગ મળ્યો એમ કહે. મેં તો ટેકરીની નીચેથી જ નમસ્કાર કરી લીધા હતા. આપણાં ઘરમાંની ગણપતિની જુની મૂર્તિમાં અને બાવડીના ગણેશજીમાં ક્યાં ફરક હોય છે?”

“ઘેર નમસ્કાર કર્યા તેથી શું થયું, જીજી? સ્થાનનું પણ મહત્વ હોય છે ને!”

રસ્તામાં અધવચ્ચે રોકાઈને ચંદ્રાવતીએ કહ્યું, “હું ઠેઠ સુધી નથી આવતી. તું જઈને દર્શન કરી આવ.”

“કેમ? થાકી ગયાં?”

“ના, થાક નથી લાગ્યો. થયું, હવે શા માટે, કયા ઉદ્દેશથી જઉં?” મનમાં ઉપજેલી ગ્લાનિની ભાવના વ્યક્ત કર્યા વગર ચંદ્રાવતીએ કહ્યું.

“ના, જીજી, એ નહી ચાલે. અહીં સુધી આવ્યા છો તો ચાર ડગલાં વધુ ચાલી નાખો. પૂજા કરશો, વાવને કાંઠે બે ઘડી બેસશો તો સારું લાગશે.”

અંતે ચંદ્રાવતી ઉમા સાથે ઉપર જઈ આવી.

***

સારંગપુર આવીને મનમાં ધારેલાં સઘળાં કામ કરી લીધા હતા. ફક્ત જામુનીને મળવાનું બાકી રહ્યું હતું.  રાતની ટ્રેનમાં મુંબઈ જતાં પહેલાં કંઈ નહી તો સત્વંતકાકીને મળી લઈશ, એવા વિચાર સાથે સવારનું ભોજન કરતાં પહેલાં તે બડે બાબુજીના ઘેર જવા નીકળી.

તડકો બરાબર જામ્યો હતો. આંગણામાં સૂકવવા મૂકેલા ઘઉં પર કાકી હાથ ફેરવી રહ્યાં હતાં.

“અરી બિટિયા, કલ સ્યામ નંદ-ભોજાઈ કિત્તૈ ગઈ હતી? હમને સૂરદાસકે મોડેકે હાથન સંદેસા ભેજા હતા. રૂપમતી આ ગઈ હેંગી.”

“સચ? કબ આયી?”

“કલ દોપહર. પૂછત્તી, જીજી કૈસી દીખત? કૈસી બોલત? કૈસી ચલત? મૈં કઈ, તુ અપની આંખસે દેખ લે. તેરી જીજી બડે અફસરકી ઘરવાલી બની હૈ. ફૈસનદાર! કારો ચશ્મો પહેરત, હાથ પર મર્દોં જૈસી ઘડી લગાઉત હેંગી,” જમણો હાથ ઘઉં પર ફેરવતાં અને ડાબા હાથે ઓઢણીનો પાલવ મ્હોં પર લગાડી સત્વંતકાકી ખડખડાટ હસવા લાગ્યાં.

“કહાં હૈ રૂપમતી?” આંખો પરથી કાળા ચશ્માં ઉતારી, પર્સમાં મૂકતાં ચંદ્રાવતીએ પૂછ્યું.

“બેલ કો દિયા ચઢાને ગઈ હૈ. બૈઠ જા ખટિયન પે.”

ચંદ્રાવતી લીમડીના ઝાડ નીચે ઢાળેલા ખાટલા પર જઈને બેઠી. તડકો ચઢવા લાગ્યો હતો. આકાશ સ્વચ્છ અને ચકચકિત દેખાતું હતું. હવામાં લીંબોળીઓની મીઠી – કટૂ એવી મિશ્ર મહેક ફેલાઈ હતી. આંગણાંમાં લીમડીનં નાજુક સફેદ ફૂલોની ચાદર બિછાઈ હતી અને હવાની એક લહેર આવતાં આ ફૂલ સાગરના તરંગની જેમ વહેતાં હતાં. ચંદ્રાવતીની નજર આંગણામાંના બારણાં પર ટીકી હતી. બારણાંની સાંકળ ખખડતાં કમરને ઝટકો દઈ ઊઠવાનો પ્રયત્ન કરતા સત્વંતકાકીને રોકી, ચંદ્રાવતી ડેલીના દરવાજા તરફ દોડી અને દરવાજો ખોલ્યો.

એક અજાણી વ્યક્તિ તરફ જોતી હોય તેમ ચંદ્રાવતી તરફ નજર ફેંકી જામુની ઉમરો ઓળંગી અંદર આવી.

ઊંચી દેહયષ્ટિ, ગોરો ગુલાબી વાન અને તાજા દૂધ પરની મલાઈ જેવી ગર્ભવતિની કાંતિ, સેંથીમાં ચળકતા નંગ જડેલું બોર અને જરીનાં ફૂલ ભરેલા ઘાઘરા ઓઢણીમાં સજ્જ જામુની સાવ જુદી દેખાતી હતી. ઘરથી ચાર ડગલાં પર આવેલા બીલીવૃક્ષ સુધી જવા માટે આટલો બધો શણગાર! ચંદ્રાવતીને આશ્ચર્ય થયું. જામુનીને જોઈ તેનાથી રહેવાયું નહી.

“જામુની!” ચંદ્રાવતીએ લગભગ ચીસ પાડી.

“જીજીકી રટન લગાઉત રહત્તી દોઉ જની. અબ જીજી સામને ઠાઢી ભઈ તો પહચાન નહી પાવત!” બારણા પાસે આવતાં સત્વંતકાકી બોલ્યાં. ચંદ્રાવતી અને જામુની ખડખડાટ હસી પડ્યાં અને હાથમાં હાથ પરોવી અંદરના ઓરડામાં ગયાં.

જામુની રસોડામાં ગઈ અને લીલાછમ ઘઉંના પોંકથી ભરેલી રકાબી લઈ આવી અને ચંદ્રાવતી સામે ધરી અને કહ્યું, “લો જીજી, ખેતકા મેવા ખાઓ.”

“કહો, કૈસી હો, જામુની?”

“મજે મેં”

“સચ્ચી, જામુની, અગર તૂ મુઝે રાસ્તેમેં મિલ જાતી તો મૈં તુઝે પહેચાન નહી પાતી. અભી દરવાજા ખોલતે હી મૈંને કહા, યહ કૌન સુંદરી આ ગઈ ઈતની સજ ધજ કે! આજ કોઈ ત્યોહાર હૈ?”

“આપ લોગોંકે દર્શન – યહી હમારા ત્યૌહાર! જો ભી સજના-ધજના હૈ, હમ મૈકે આ કર હી કર લેતે હૈં”

“ક્યોં?”

“ક્યોં કી ખેતોમેં સજ ધજ કે કામ નહિં કિયા જાતા.”

“તુમ્હેં સચમુચ ખેતોમેં કામ કરના પડતા હૈ?”

“તો ક્યા, હમારી હથેલિયોં પર મહેંદી રચા કર હમેં બિઠલાયા જાતા હૈ?” ચંદ્રાવતી સામે જોઈ જામુનીએ પૂછ્યું. બન્ને સૂચક રીતે હસી.

“મૈકે આકર હમારી આરઝૂ પૂરી કર લેતે હૈં. ઈસી બાત પર હમારે દેહાતમેં એક ગાના ભી ગાયા જાતા હૈ,”

“સુના દો, જામુની, સુના દો વહ ગાના,”  ચંદ્રાવતીએ ઉત્સુકતાથી કહ્યું.

“સુનો જીજી,” કહી જામુની ધીમા સાદે ગાવા લાગી :

ચલો સખિયે બાજાર બનારસકી

સૌદા-સૂદ મોય કછુ નહી ભાવત

તનિક ઝલક મોય બિંદિયનકી

થોરી લલક મોય કજરનકી

ગીત પૂરું થતાં ચંદ્રાવતીએ કહ્યું, “આનો અર્થ એવો જ ને, કે મારે બનારસની બજારમાં જવું છે, પણ કશું ખરીદવું નથી. કોઈ રિબેટ પણ નથી જોઈતો ફક્ત મારી બિંદીની ઝલક અને કાજળની લલક બતાડવી છે. પણ કોને?

“ઈસકા મતલબ સરલ હૈ, જીજી. દુનિયાસે હમેં કુછ લેના નહી. હમેં તો સિર્ફ દુનિયાકો આનંદ દેના હૈ. ખુશિયાં બાંટની હૈ.” હાથ પરની સુંદર ડિઝાઈનની મેંદી પર બીજો હાથ મૃદુતાપૂર્વક ફેરવતાં જામુની બોલી.

“અરે, તુ તો બડી પંડતાઈન બન ગઈ! તેરે ઘરવાલે ભી પંડત હોંગે?” ચંદ્રાવતી ઉતાવળે બોલી ગઈ.

“મૈં કાહે કી પંડતાઈન, જીજી? આપકી કિરપાસે થોડી બહુત અંગ્રેજી પઢ લેતે હૈં. ખેતીકા હિસાબ-કિતાબ દેખ લેતે હૈં. ઔર વે બેચારે કહાં કે પંડત? અંગ્રેજીકી બાત છોડિયે, ઉન્હેં તો હિંદી ભી પઢના નહી આતી.”

“ક્યા?” ચંદ્રાવતીએ લગભગ ચીસ પાડી. આવા અશિક્ષીત માણસ સાથે જામુની કેવી રીતે સંસાર કરતી હશે!

“ઉનકી ક્યા બાત કરેં! દસ સાલકે હોને તક ઉનકે લાડ પ્યાર હોતા રહા. આગે સ્કૂલમેં ભર્તી કિયા, દો દર્જે પઢ ભી લિયે કી ખેતીકે કામોંમેં જૂટાયે ગયે, સબસે બડે જો ઠહરે! અબ સબ કારોબાર ઉન્હીંકે હાથોમેં હૈ. ખેત-ખલિહાન, બડે-બૂઢોંકી દેખભાલ વે સ્વયં હી કરતે હૈં. કહા ના, સબસે બડે જો ઠહરે!” જામુની અભિમાનપૂર્વક બોલી.

થોડી વાર શાંત રહ્યા બાદ તેણે કહ્યું, “જીજી, આપકે આનેકી હમ મુદ્દતસે સુન રહે થે. તબસે આપકે દર્શન કે લિયે તરસતે રહે. સસુરજી બિમાર પડે, સો દો દિન રુકના પડા. ઉનકા બુખાર ઉતરા સો દેવરકો સાથ લેકે ચલ પડી!”

“કહાં હૈ તેરે દેવર?”

“સહર ગયે હૈં. ઔજાર ખરીદને.”

“તુમ્હારે ઘરવાલે ક્યોં નહી આયે તુમ્હેં છોડને? હમ ભી દેખ લેતે ઉન્હેં!”

“વે ભલા કૈસે આ સકતે થે? ગેહુંકી ફસલ જો કાટની હૈ.”

“તુમ્હારે સસુરાલવાલે કૈસે હૈં?”

“બડે સમજદાર હૈં. સાસ, સસુર, ચચેરે સસુર, સાસ ઔર મેરે આઠ દેવર, પાંચ નનદે -“

“બાપ રે બાપ!”

“ગયે સાલ મિથ્લાકે ઘરવાલેકી ભી ફિરસે શાદી કરવા દી મૈંને.”

“સચ્ચી?”

“તો ક્યા મૈં ઉન્હેં વૈસા હી બૈઠાતી? તૈયાર કહાં થા વહ! અબ મજેમેં હૈં દોનોં જને.”

ચંદ્રાવતી આશ્ચર્યચકિત થઈને જામુની તરફ જોવા લાગી.

“તુમ્હારી પાંચ નનદેં. લડતી -ઝઘડતી નહી તુમસે?”

“ઝઘડતી ક્યોં નહી, આખિર નનદે જો ઠહરીં?”

“ઔર તુમ ભોજાઈ, ઝઘડાલુ…“

“સબસે બડી ભોજાઈ!” જામુનીએ ચંદ્રાવતીનું વાક્ય પૂરું કર્યું.

“સુના હૈ તુમ્હારે હુક્મકે બિના પેડકા પત્તા ભી નહી હિલ પાતા તુમ્હારે ઘર…ક્યું, સચ હૈના ચાચી?”

“અરે બિટિયા, મૈંને કઈ નઈ તો સે? રુપમતી રાજાકી રાની બને બૈઠી હૈ.” સત્વંતકાકી અભિમાનથી બોલ્યાં.

“માં કી બાત રહેને દો, જીજી, આપકી સુના દો.”

“મજેમેં! એક લડકા હૈ, નૌ સાલકા. ઉસે ઉસકી દાદીમા કે પાસ છોડ કર આઈ હું.  આજ રાત ગ્યારહ બજેકી ગાડીસે વાપસ બંબઈ જા રહી હું.”

“ક્યા? આપ આજ હી જા રહીં હૈં?” જામુનીએ ચિત્કાર કર્યો.

“ઘર કે લોગ રાહ દેખ રહે હોગે. ઉમાભાભી ભી બાટ જોહ રહી હોગી. જાના હોગા.” ચંદ્રાવતીએ ઘડિયાળ જોઈને કહ્યું.

“જીજી, આપકી કિતાબે હમને રામાયણકી પોથી સરીખી બાંધ રખ દી હૈં. આઈયે, દેખ લિજિયે,” ચંદ્રાવતીનો હાથ પકડી તેને અંદરની રુમમાં લઈ જતાં જામુની બોલી.

ઓરડામાં જામુની અને મિથ્લાના પલંગ હજી પણ જેમનાં તેમ રાખવામાં આવ્યા હતા. બન્ને પલંગ પર સ્વચ્છ ચાદર અને ઓશિકાનાં ગલેફ હતાં.

“ઉસ પલંગ પર મત બૈઠના, જીજી. માં કો ભરમ હૈ કી મિથ્લા રાતકો આ કર સો જાયેગી કભી કભી ઉસ પલંગ પર. ઉસ પર કિસીકો બૈઠને નહી દેતી.”

જામુનીએ લાલ કપડામાં લપેટેલા પુસ્તકો કાઢ્યાં. ‘Fairy Tales of the World’, ‘Little Red Riding Hood’, ‘Radiant Way’ ના અનેક ભાગ, અને સૌથી નીચેના તળિયે ’Gulliver’s Travels’માંથી ફાડીને કાઢેલું રંગીન ચિત્ર!

“યહાં આ કર એક એક કિતાબ પઢ લેતે હૈં તો માનો દસ સાલ પીછે હો લેતે હૈં…બંગલે કે ચક્કર કાટ લેતે હૈં…” જામુની હળવે’કથી બોલી.

એક ચોપડીમાંથી પીળો પડી ગયેલો ગડી વાળેલો કાગળ સરકીને જમીન પર પડ્યો. જામુનીએ ઝડપથી તે કાગળ પાછો પેલી ચોપડીમાં મૂકી દીધો.

“વહ ક્યા થા, જામુની?”

“સેખરકી ચિઠ્ઠી…”

“ફાડ ક્યૂં નહી દેતી?” કહેતાં તો કહી નાખ્યું અને તે વિચારમાં પડી ગઈ. ‘શેખરનો પહેલો અને આખરી પત્ર જામુનીએ હજી સુધી સાચવી રાખ્યો હતો!’

જામુનીએ પત્રની ગડી ખોલી અને તેમાંની પહેલી પંક્તિ પર આંગળી મૂકી.

“પ્યારી જામુની…”

જામુનીએ મ્લાન હાસ્ય કર્યું અને પત્ર પુસ્તકમાં મૂકી, કપડામાં બધા પુસ્તકો બાંધી નાખ્યાં.

“અબ હમેં વિદા કરો, જામુની,” જામુનીના પલંગ પરથી ઉઠીને ચંદ્રાવતી બોલી.

“ઠહર જાઓ, જીજી. અભી હમારા દીલ નહી ભરા. આપ આજ રાતકી ગાડીસે ન જાતીં તો હમ દોનોં એક દૂસરેસે જી ખોલ કર બાતેં કર લેતે.”

“તુમ ચલી આના શેખરકે ઘર, દો પહરકો – અગર ચાહો તો!” જામુનીના મનનો અંદાજ લેવા ચંદ્રાવતીએ કહ્યું.

“સેખરકે ઘર?  મેરી માં કો મુંડનકા બુલવ્વા કિસ ઢંગ કા ભેજા, ક્યા આપ નહી જાનતી, જીજી?”

“ફિર ક્યા કિયા જાય? હમ ભી તુમસે બાતેં કરના ચાહતે હૈં. શેખરકે ઘર ચલી આઓ!”

“બગૈર બુલવ્વે સેખરકે ઘર હમ નહી જાયેંગે. વે ખુદ હમારે ઘર આ કર હમેં બુલાયેંગે તો હમ જાયેંગે. ઐસા ક્યૂં નહી કિયા જાય? બેલ પર દિયા ચઢાને કે બહાને હમ ચલે આયેંગે. આપ ભી ચલી આના. કિસી કે ઘર જાને સે બેલ કે તલે બૈઠ કર બાત કરના અચ્છા,” જામુનીએ જાણે ચંદ્રાવતીના મનની વાત કરી.

“બાત પક્કી?” કહી ચંદ્રાવતીએ હાથ લાંબો કરી ઉત્સાહથી પૂછ્યું.

“પક્કી!” કહી ચંદ્રાવતીનો હાથ જોરથી દબાવતાં જામુનીએ કહ્યું. ચંદ્રાવતીને કંપારી છૂટી. એક સમય અતિ નાજુક હાથ ધરાવતી જામુનીનો હાથ આટલો કઠણ થઈ ગયો?

ચંદ્રાવતી તેની રજા લઈ ઘેર ગઈ.


ક્રમશઃ


કેપ્ટન નરેન્દ્ર ફણસેનું વિજાણુ સંપર્ક સરનામું:  captnarendra@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *