પવનને લગતાં ફિલ્મીગીતો

Facebooktwitterredditpinterestlinkedinmail

નિરંજન મહેતા

અનેકવિધ વિષયોને આવરી લેતાં ફિલ્મીગીતોમાં પવનને લગતાં પણ કેટલાક ગીતો ધ્યાનમાં આવ્યા છે જેની નોંધ આ લેખમાં કરૂ છું. જો કે ક્યાંક પવનનો ઉલ્લેખ છે તો ક્યાંક હવાનો.

૭૫ વર્ષ પહેલાની ફિલ્મ ‘ડોક્ટર’ જે ૧૯૪૧મા આવી હતી તેનું ગીત આજે પણ વયસ્કો માણે છે.

चले पवन की चाल जग में चले पवन की चाल

પંકજ મલિક પર રચાયેલ આ ગીતના ગાયક અને સંગીતકાર પંકજ મલિક છે જેના શબ્દો છે આરઝુ લખનવીના અને સંગીત એ. કે. શોરનું.

આવું જ મનને ડોલાવે એવું ગીત છે ૧૯૫૨ની ફિલ્મ ‘બૈજુ બાવરા’નું

झूले में पवन की आयी बहार
नैनो में नया रंग लायी बहार

હિંચકે ઝુલતા ભારતભૂષણ અને મીનાકુમારી પર રચાયેલ આ ગીતના શબ્દકાર છે શકીલ બદાયુની અને સંગીતકાર છે નૌશાદ. ગીતના ગાયકો છે લતાજી અને રફીસાહેબ.

૧૯૫૨ની ફિલ્મ ‘સંગદિલ’માં ગીત છે

ये हवा ये रात ये चांदनी
तेरी एक अदा पे निस्सार है

દિલીપકુમાર આ ગીતના કલાકાર છે જેમાં શમ્મી સિતાર પર સાથ આપે છે. ગીતના શબ્દો છે રાજીન્દર ક્રિશ્નના અને સંગીત છે સજજાદનું. કંઠ મળ્યો છે તલત મહમૂદનો.

૧૯૫૫ની ફિલ્મ ‘મિ. એન્ડ મિસિસ ૫૫’નું ગીત પણ હવા ઉપર છે

थंडी हवा काली घटा आ ही गई झुमके

સ્વિમિંગ પુલ આગળ ગવાતું આ સમૂહગીત રચાયું છે જેની મુખ્ય અદાકારા છે મધુબાલા. ગીતમાં મુખ્ય સ્વર ગીતા દત્તનો છે. શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત ઓ.પી.નય્યરનું.

ત્યાર બાદ ૧૯૫૭ની ફિલ્મ ‘કોફી હાઉસ’નું ગીત યાદ આવે.

ये हवा ये फिज़ा ये समा
आज है किस कदर हसीं जहाँ

વીડિઓમાં કોણ કલાકાર છે તે નથી દેખાતું પણ ગીતા બાલી આ ફિલ્મની નાયિકા છે. ગીતના રચનાકાર છે પ્રેમ ધવન અને સંગીતકાર છે રોશન. સ્વર છે ગીતા દત્તનો.

૧૯૬૧ની ફિલ્મ ‘ઝૂમરૂ’નાં ગીતમાં પણ હવાનો ઉલ્લેખ છે.

थंडी हवा ये चांदनी सुहानी
ऐ मेरे दिल सूना कोई कहानी

અદાકાર, ગીતકાર અને સંગીતકાર ત્રણેય પાત્ર એક જ છે – કિશોરકુમાર. ગીતના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના.

૧૯૬૧ની જ એક અન્ય ફિલ્મ છે ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’. આ એક પ્રતિકાત્મક ગીત છે. ચાલી જતા રાજકપૂરને સંબોધીને ગવાતા આ ગીતના શબ્દો છે

ओ बसंती पवन पागल
ना जा रे ना जा

પદ્મિની પર રચાયેલ આ ગીતના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત છે શંકર જયકિસનનું. સ્વર છે લતાજીનો.

૧૯૬૧ની ઐતિહાસિક ફિલ્મ ‘જય ચિત્તોડ’માં જે ગીત છે તે ઘોડાની ગતિને પવન સાથે સરખાવતું ગીત છે

ओ पवन वेग से उड़नेवाले घोड़े
तुज पे सवार है जो मेरा सुहाग है

જયરાજ જ્યારે યુદ્ધમાં જવા તૈયાર થાય છે ત્યારે નિરૂપારોય તેના ઘોડાને સંબોધીને આ ગીત ગાય છે. ગાયક છે લતાજી. ગીતના શબ્દો છે ભરત વ્યાસના અને સંગીત એસ. એન. ત્રિપાઠીનું.

૧૯૬૨ની ફિલ્મ ‘ડો. વિદ્યા’માં વૈજયંતિમાલાનું નૃત્યગીત છે

हाए पवन दिवानी पवन दिवानी
ना माने उडाये मेरा घुमटा

મજરૂહ સુલતાનપુરીના શબ્દોને સ્વરબદ્ધ કર્યા છે સચિન દેવ બર્મને અને કંઠ સાંપડ્યો છે લતાજીનો.

૧૯૬૩ની ફિલ્મ ‘ગુમરાહ’નું ગીત છે

इन हवाओंने इन फ़िझाओ में
तुझ को मेरा प्यार पुकारे

સુનીલ દત્ત અને માલા સિન્હાના આ પ્રણય ગીતના રચયિતા છે સાહિર લુધિયાનવી અને સંગીત છે રવિનું. સ્વર છે આશા ભોસલે અને રફીસાહેબનો.

૧૯૬૬ની ફિલ્મ ‘દો બદન’માં મનોજકુમારની યાદમાં આશા પારેખ જે ગીત ગાય છે તે છે.

जब चली ठंडी हवा जब चली काली घटा
मुज को ये जानेमन तुम याद आये

ગીતને સ્વર આપ્યો છે આશા ભોસલેએ જેના રચનાકાર છે શકીલ બદાયુની અને સંગીત આપ્યું છે રવિએ.

અને આ ગીતને કેમ ભૂલાય? આજે પણ રસિકો તે ગણગણે છે. વાત છે ૧૯૬૭ની ફિલ્મ ‘મિલન’ના ગીતની.

सावन का महीना पवन करे सोर
जियरा रे झूमे जैसे बनमाँ नाचे मोर

ગીતની શરૂઆતમાં સુનીલ દત્ત અને નૂતનની શોર અને સોરની નોકજોકને કારણે તે વધુ લોકપ્રિય થયું હતું. ગીતના ગાયકો છે મુકેશ અને લતાજી. શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

૧૯૬૭ની એક અન્ય ફિલ્મ ‘શાગિર્દ’નું ગીત છે

हो हो हो रुक जा रुक जा रुक जा
उडके पवन की संग चलूंगी

કુદરતી વાતાવરણમાં ફીલ્માયેલ આ ગીતના કલાકાર છે સાયરાબાનુ. આ ગીતના રચનાકાર છે મજરૂહ સુલતાનપુરી અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું. ગાયક છે લતાજી.

૧૯૬૯ની ફિલ્મ ‘પ્રિન્સ’નું ગીત છે

ठंडी ठंडी हवा में दिल ललचाये
हाय जवानी दीवानी

શમ્મીકપૂરની છેડેછાડ કરતી વૈજયંતિમાલા તેની સહેલીઓ સાથે આ ગીત ગાય છે જેના રચયિતા છે હસરત જયપુરી અને સંગીત છે શંકર જયકિસનનું. સ્વર છે લતાજી અને સાથીઓનો.

આ જ વર્ષની અન્ય ફિલ્મ ‘જીગરી દોસ્ત’માં પણ દેશપ્રેમ દાખવતું ગીત છે

मेरे देश में हो मेरे एश में
पवन चले पुरवाई
मेरे देश को देखने
सारी दुनिया आई

ખેતરમાં લહેરાતા પાક અને પવનને જોઇને જીતેન્દ્ર આ ગીત ગાય છે જેના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર છે રફીસાહેબનો.

મૌસમી ચેટરજીએ ભજવેલાં પ્રજ્ઞાચક્ષુ પાત્ર પર એક ગીત છે ૧૯૭૨ની ફિલ્મ ‘અનુરાગ’નું જેમાં તે પવનને પોતાની સહેલી બનવા કહે છે.

सुन री पवन पवन पुरवाई
मै हूँ अकेली अलबेली तू साहेली मेरी
बन जा साथिया

શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત છે સચિન દેવ બર્મનનું. ગાયિકા લતાજી.

લાંબા સમય પછીની એક ફિલ્મમાં પવન ઉપર ગીત જોવા મળે છે. તે છે ૨૦૦૦ની ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’નું.

क्यूँ चलती है पवन
क्यूँ झूमे है गगन

કુદરતના નઝારાને જોઇને રિતિક રોશનને આ સવાલ થાય છે. ગીતના રચયિતા છે ઇબ્રાહિમ અશ્ક અને સંગીત છે રાજેશ રોશનનું. ગીતમાં સહકલાકાર છે અમીષા પટેલ. સ્વર છે રમ્યા અને લકી અલીના

આ જ વર્ષની ફિલ્મ ‘રેફ્યુજી’માં પણ આ સંદર્ભમાં એક ગીત છે

पंछी नदियाँ पवन के ज़ोंके
कोई सरहद ना इन्हें रोके

પવન અને પક્ષીઓને કોઈ સરહદના બંધન નથી નડતાં એમ દર્શાવતા આ ગીતના કલાકારો છે અભિષેક બચ્ચન અને કરિના કપૂર પણ ગીત પાર્શ્વગીત તરીકે મુકાયું છે. ગીતના શબ્દો છે જાવેદ અખ્તરના અને સંગીત અનુ મલિકનું. ગાયક કલાકારો છે સોનુ નિગમ અને અલકા યાજ્ઞિક.

લેખ થોડો લાંબો બન્યો છે છતાં બને તેટલા ગીતોનો સમાવેશ કરવા પ્રયત્ન કર્યો છે. જો કોઈ રસિક્જનને અન્ય ગીત યાદ આવે તો તે માહિતી આવકાર્ય.


નિરંજન મહેતા

A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

2 comments for “પવનને લગતાં ફિલ્મીગીતો

 1. Purvi
  December 8, 2018 at 8:34 am

  Maja padi gai niru bhai.

  • Niranjan Mehta
   December 8, 2018 at 9:19 am

   આભાર પૂર્વીબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *