ઉદ્યોગસાહસિકતા : “ધંધા ઉદ્યોગમાં બગાડ”

Facebooktwitterredditpinterestlinkedinmail

હિરણ્ય વ્યાસ

ધંધા ઉદ્યોગમાં બગાડ: બગાડ આપણા જીવનનો એક હિસ્સો બની ચુકેલ છે અને આપણે તેને સરળપણે લઇએ છીએ. બગાડ પ્રત્યે સભાનતા આવે તો સંશાધનો નો અસરકારક ઉપયોગ થાય અને ધંધા ઉદ્યોગમાં ઉત્પાદકતા પણ વધી રહે. અંગત જીવનમાં વસ્તુ નો અયોગ્ય ઉપયોગ એ બગાડની નિશાની છે, વિવિધ માલસામાનનો સમયસર ઉપયોગ નહી કે નહી યોગ્ય જાળવણી-મેન્ટેનન્સ જે આખરે બગાડમાં પરીવર્તિત થાય છે. બીનજરુરી ખરીદી, ડીસ્કાઉન્ટનાં લાભની ટેવ-કુટેવ થકી બગાડની સંભાવના વધતી ચાલી છે. આપણા સામાજીક વ્યવહારમાં નાના મોટા પ્રસંગમાં આર્થિક ઉપરાંત સમયનો દેખીતો બગાડ થતો જણાય છે. થોડી સુઝ અને થોડી સભાનતા રુપીયા ઉપરાંત સમય અને માલસામાનનો બગાડ અટકાવી શકે. ધંધા-ઉદ્યોગમાં બગાડ કોને કહીશુ? “કોઇ પણ ચીજ વસ્તુનો બીન કાર્યક્ષમ વપરાશ કે જેની કોઇ ઉપયોગીતા હોતી નથી અને ઘણુ ખરુ વેડફાઇ રહે છે, તેને બગાડ કહે છે.” તમારા કાર્ય સ્થળ પર ક્યાં – ક્યારે બગાડ ઉદભવે છે? વોશ રુમ, કેન્ટીન ખાતે જમવામાં માં પુષ્કળ સમય ઉપરાંત માલ સામાન વેડફાય છે. બગાડ અંગે સતર્કતા: 60 માણસોની સંસ્થામાં વ્યક્તિ દીઠ 10 મીનીટ ખોટી પસાર થાય છે, બગડતી હોય છે, તો દિવસની કુલ 600 મીનીટ = 10 કલાક = પ્રતિ દિન એક માનવ દિન વેડફાતો રહે છે. મોટી કંપની જ્યાં 3000 માનવ શક્તિ હોય ત્યાં, 3,000 માણસો દરેકની 10 મીનીટ વેડફે તો દિવસની 30,000 મીનીટ = 500 કલાક, = 20 દિવસ એક મહિના નાં 25x 20 = 500 માનવ દિવસ વેડકાઇ જાય છે. 500×12 =6000, એટલે વર્ષનાં 135 માનવ દિવસનું નુકશાન આવી ગણત્રી આપણે કદી કરીએ છીએ ખરા? આ તો માત્ર સમયનું જ નુકશાન થયું, પરંતુ બીજું અન્ય ગણત્રી કરીએતો બગાડ કે નુકશાન ક્યાં પહોંચી જાય?

સંસ્થામાં બગાડ અટકાવવા કર્મચારી દ્વારા કઇ રીતે મદદ થઇ શકે? બગાડ એ વલણ સાથે અધિક નિસ્બત રાખે છે. માત્ર એક રુપીયાનો સિક્કો પણ જમીન પર હશે તો તે આપણે ઉંચકી ઇ એ છીએ, પરંતુ પાંચસો યા હજાર રુપીયાનાં સાઘન યા માલસામાન ફ્લોરશોપમાં પડેલા હોય છે જેની કોઇ જ દરકાર હોતી નથી. બગાડ પ્રત્યે દ્રષ્ટિ બદલાય, વલણ બદલાય એ જરુરી છે. વિશેષમાં કંપનીનું નુકશાન એ મારું-આપણું સર્વનું નુકશાન છે, કિંમતી સંશાધનનું નુકશાન છે એ અભિગમ કેળવાય જરુરી છે. બગાડ નિયંત્રણ પ્રક્રિયા ને સામાન્યત: નીચે પ્રમાણે હાથ ધરી શકાય.

 • ઘટાડો : સંશાધનનો અસરકારક ઉપયોગ
 • પુન: ઉપયોગ  : જે બગાડનો પુન: વપરાશ શક્ય હોય તો તે અંગે પ્રયાસ… જેમ કે બગડેલ દુધમાંથી પનીર; ટાયરમાંથી ચંપલ, પ્લાસ્ટીક શીટ માંથી થેલા, પ્લાસ્ટીક બોટલ મકાનની દિવાલ ચણતરમાં ઇંટનાં વિકલ્પ તરીકે, વેસ્ટ વોટર સીંચાઇ, વેસ્ટ ફુડ ખાતર તરીકે
 • પુન: ઉત્પાદન: પુન: ઉત્પાદન Recycle: મેટલ તથા પ્લાસ્ટીક રીસાયકલ થઇ શકે છે

પુન: પ્રોસેસની પ્રક્રિયા; સંસ્થામાં બગાડ તથા બગાડ નિયંત્રણ સાથે સંકળાયેલ વિવિધ મુદ્દા:

1. ઓળખ: સંસ્થામાં શું બગાડ થાય છે? કેવો બગાડ થાય છે તેની ઓળખ.

2. બગાડનું પૃથ્થકરણ-વિશ્લેષણ: શા કારણથી બગાડ થાય છે કેવી રીતે બગાડ થાય છે કેમ ઉદભવેલ છે. જેવી વિગતો પરિસ્થિતીનાં પૃથ્થકરણ દ્વારા જાણી શકાય અને બગાડ અંગે સ્પષ્ટ ચિત્ર મળી રહે.

3. સ્વીકાર: સ્વીકાર બાદ સંબંધીત કર્મચારી ને અવગત કરી જવાબદાર બનાવાય છે. બગાડ કેવી રીતે નિયંત્રીત કરી શકાય તે અંગે નિરાકરણ અને આયોજન નક્કી કરાય છે.

4. કાર્ય આયોજન એક્શન પ્લાન: એક્શન પ્લાન થકી કરેક્ટીવ સ્ટેપ સુધારાનાં પગલા હાથ ધરવામાં આવે છે અને સમયાંતરે તેનો પુન:વિચાર-રીવ્યુ થાય છે.

આ સમીક્ષા આ મુજબ કરાતી હોય છે

બગાડ – સમય સંદર્ભ : કોઇ પણ કામના ફાયદાના પ્રમાણમાં એ કામ સિધ્ધ કરવા માટે અપાતો સમય. તે ઉપરાંત યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કે યોગ્ય પગલાં ન લેવાય તો તે પણ સમયના સંદર્ભમાં એક પ્રકારનો બગાડ ગણવામાં આવે છે.

બગાડ – આર્થિક સંદર્ભ :  જેમાં પડતર અને કિંમત તથા વળતર અને ઉપલબ્ધીનો સમાવેશ થાય છે. નિયંત્રણ -બદલાવ અને હરીફાઇનો સામનો,

કાર્યક્ષમતા વિકાસ નિયંત્રણ : બદલાવ થકી નામ અને શાખ ની વૃધ્ધિ

બગાડનો અટકાવ :

વર્તમાન સમય શત પ્રતિશત ગુણવત્તા, અસરકારક પડતર કિંમત અને વૈશ્વિક હરીફાઇનો છે અને તે માટે ભુલોની ગેરહાજરી-Zero Defect, સંશાધનો કાર્યક્ષમ વપરાશ અને ન્યુનતમ બગાડ નિયંત્રણ દ્વારા વિકાસ સાધતા રહેવાનું છે.

બગાડ નિરાકરણ ઉત્કૃષ્ટતા હાંસલ કરવાનો અભિગમ:

 • ગુણવત્તા
 • અસરકારક પડતર

દરેક તબક્કે હરિફાઇ સજ્જતા કે જેથી ધારા ધોરણ સરની ચીજ ઉત્પાદીત થઇ શકે.  ઉદ્યોગસાહસિકે બગાડ અને તેનાં અટકાવ સંદર્ભે નીચેનાં મુદ્દાઓનો અગ્રતા આપવી ઘટે.

 1. તમારી દ્રષ્ટિએ બગાડ એટલે શું?
 2. આપણા અંગત જીવનમાં બગાડ ક્યાં થાય છે?
 3. આપણી કામની જગ્યાએ બગાડ ક્યાં થાય છે?
 4. આપણે વ્યક્તિગત રીતે બગાડ કેવી રીતે અટકાવી શકીએ?
 5. આપણે જુથમાં મળીને બગાડ કેવી રીતે અટકાવી શકીએ?
 6. આપણે જુથમાં મળીને બગાડ કેવી રીતે અટકાવી શકીએ?
 7. બગાડ અટકાવવા માટે તમારા વ્યવહારુ વિચાર / સમજણ /સુચનો જણાવો. 

***** 

આ શ્રેણીના લેખક શ્રી હિરણ્ય વ્યાસનાં સંપર્ક સૂત્ર: મો.: 98254 33104 Email: hiranyavyas@gmail.com Web. www.hiranyavyas.yolasite.com *****

2 comments for “ઉદ્યોગસાહસિકતા : “ધંધા ઉદ્યોગમાં બગાડ”

 1. નવિનચંદ્ર
  December 7, 2018 at 12:54 pm

  ? સરસ અભિયાન, એક તો ઉત્પાદકતા વધતા નૈતિક મૂલ્યો વગરની હરિફાઈ ને કારણે તકલાદી કાચો માલ અને નફા નુ ધોરણ જાળવવા અકુશળ ઉત્પાદન સાંકળ અને બીજું સ્વંયશિસ્ત નો અભાવ-જ્યાં સુધી અભ્યાસ-ગોખણપટ્ટી અને કેળવણી ના મૂળભૂત ઘટકો ની સમજણ આપણામા -સમાજ મા ઉગે નહીં ત્યાં સુધી દરેક પ્રકાર ના બગાડ રોકવા ના ઉપરછલ્લા પ્રયાસો ના પરિણામો ફળદાયી બને કેવી રીતે?

 2. મયંક ક ભાવસાર
  December 10, 2018 at 7:35 pm

  વસ્તુ ના બગાડ વિશે મને હમણાં એક કંપની નો કડવો અનુભવ થયો. મે બૂટ પોલિશ કરવા બ્રાઉન લિકવિડ બોટલ મંગાવી હતી. બે કે ત્રણ વપરાશ બાદ તેનું ઉપર નું સ્પોંઝ નીકળી ગયું. હવે જ્યારે જ્યારે આ પોલિશ વાપરું ત્યારે ત્યારે બોટલ માંથી જરૂર કરતા વધુ લીકવિડ નીકળી ને બગાડ થવા લાગ્યો. હવે જો હું આ બોટલ ન વાપરું તો સમગ્ર પ્રોડક્ટ નો બગાડ અને મારા રૂપિયા નો પણ. બગાડ થતો અટકાવવા ચેરી કંપની સાથે ગણો લાંબો વાર્તાલાપ થયો પણ પરિણામ સાવ શૂન્ય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *