





નિરંજન મહેતા
ફિલ્મ જગતમાં વિવિધતાઓનો ખજાનો છે. ગીતકાર, સંગીતકાર, ગીતો ઈત્યાદિ ઉપર તો અનેક લેખો લખાયા છે પરંતુ આ લેખ એક અન્ય વિષય પર છે અને તે છે કેટલીક અભિનેત્રીઓએ કરેલ કોઈ એક કે અનેક પિતા-પુત્રની જોડી સાથે એક કે વધુ ફિલ્મો. ક્યાંક આ ફિલ્મો બંને પિતા-પુત્ર સાથે છે તો કેટલીક ફિલ્મો અલગ અલગ છે. આ લેખમાં તેનો ઉલ્લેખ છે.
લેખમાં દરેક પિતા-પુત્રની જોડી અંતર્ગત જુદી જુદી અભિનેત્રીઓએ તેમની સાથે કરેલ ફિલ્મની વિગતો છે.
૧. કપૂર ખાનદાન
સૌ પ્રથમ યાદ આવે કપૂર ખાનદાન. પૃથ્વીરાજથી લઈને રણબીર સુધીની ચાર પેઢીનું યોગદાન તો વિશ્વમાં એક અજોડ બિના છે અને અન્ય કોઈ દેશી કે વિદેશી ફિલ્મ જગતમાં આનો જોટો નહીં જડે. આ ખાનદાન એટલે
પૃથ્વીરાજના પુત્રો રાજ, શમ્મી અને શશી.
રાજકપૂરના પુત્રો રિશી અને રણધીર.
રિશીકપૂરનો પુત્ર રણબીર.
શરૂ કરીએ ગીતાબાલીથી જેણે પૃથ્વીરાજની પુત્રવધુ બની તેની પહેલા ‘આનંદમઠ’ ફિલ્મમાં તેમની સાથે અભિનય કર્યો હતો. આ ફિલ્મનું પ્રખ્યાત ગીત છે वन्देमातरम
પૃથ્વીરાજના પુત્ર શમ્મીકપૂર સાથે ગીતાબાલીએ ત્રણ ફિલ્મ કરી છે – જબ સે તુમ્હે દેખા હૈ, મોહર અને મુજરિમ. રંગીન રાતેંમાં શમ્મી કપૂર સાથે માલા સિંહા મુખ્ય ભૂમિકા હતાં. એ વખતે ગીતાબાલી અને શમ્મી કપૂર ગળાંડૂબ પ્રેમમાં હતાં, એટલે ગીતા બાલીએ શમ્મી કપૂર સાથે ફિલ્મનાં લોકેશન શૂટીંગ પર સાથે રહેવા માટે કરીને છોકરાનો એક કેમીઓ રોલ સ્વીકારી લીધો હતો. શુટીંગ ચાલુ હતું એ જ દિવસોમાં બન્ને ત્યાં જ પરણી ગયાં હતાં
પણ તેના અકાળ અવસાને અન્ય સાથે કામ કર્યું જણાતું નથી.
નરગીસ
આમ તો નરગીસે રાજકપૂર સાથે અનેક ફિલ્મો કરી છે પણ પિતા-પુત્રની જોડીમાં એક જ ફિલ્મ જણાય છે – ૧૯૫१ની ફિલ્મ આવારા. આ ફિલ્મમાં નાનો શશીકપૂર પણ દર્શાવાયો છે. આ ફિલ્મનું જાણીતું પ્રણય ગીત છે
दम भर जो उधर मुँह फेरे ओ चंदा
मैं उनसे प्यार कर लूंगी, बाते हज़ार कर लूंगी
હવે મધુબાલાની નોંધ લઈએ.
મધુબાલાએ પૃથ્વીરાજ સાથે ‘મુગલ-એ-આઝમ’માં અભિનયની ટક્કર આપી છે. મુઘલ-એ-આઝમનું આ ગીત કેમ ભૂલાય? जब प्यार किया तो डरना क्या
તો રાજકપૂર સાથે જે ફિલ્મો કરી છે તે છે નીલકમલ, ચિત્તોડવિજય, દિલ કી રાની, અમરપ્રેમ (૧૯૪૮). આ ઉપરાંત તેણે રાજકપૂર અને રણધીર કપૂર સાથે એક ફિલ્મ કરી છે જેનું નામ છે દો ઉસ્તાદ. ફિલ્મમાં શેખ મુખ્તારની નાનપણની ભૂમિકા રણધીર કપૂરે ભજવી હતી.
શમ્મીકપૂર સાથે જે ફિલ્મો કરી છે તે છે રેલ કા ડિબ્બા, નકાબ અને બોયફ્રેન્ડ.
કપૂર ખાનદાનની અન્ય પુત્રવધુઓ છે બબીતા અને નિતુસિંહ. તેઓએ પણ આ ખાનદાન સાથે અનેક ફિલ્મો કરી છે.
બબીતાએ એક ફિલ્મ કરી છે – કલ આજ ઔર કલ જેમાં આ ફિલ્મમાં કપૂર ખાનદાનની ત્રણ પેઢી સાથે છે – પૃથ્વીરાજ કપૂર, રાજકપૂર અને રણધીર. તો શશીકપૂર સાથે બે ફિલ્મો કરી છે – હસીના માન જાયેગી અને એક શ્રીમાન એક શ્રીમતી. વળી રણધીર સાથે પણ એક ફિલ્મ છે જીત.
टिक टिक टिक चलती जाए घडी
આ ગીત છે ફિલ્મ ‘કલ આજ ઔર કલ’નું જેમાં ત્રણેય પેઢી સાથે બબીતા પણ છે.
નિતુસિંહે જે ફિલ્મો આ ખાનદાન સાથે કરી છે તે મુખ્યત્વે રિશીકપૂર સાથે છે. આમ તો તેની નોંધ લેવાનું ન બનતે પણ પુત્ર રણબીર સાથે એક ફિલ્મ કરી હોવાથી જેમાં રીશિકપૂર પણ છે તેને કારણે આ લેખમાં સામેલ થાય છે આ ફિલ્મ છે ‘બેશરમ’. રિશી સાથેની અન્ય ફિલ્મોની યાદી છે – ધનદૌલત, જુઠા કહીં કા, અનજાને મેં, દુસરા આદમી, અમર અકબર એન્થની, દુનિયા મેરી જેબ મેં (શમ્મીકપૂર અને શશીકપૂર પણ છે), હીરાલાલ પન્નાલાલ(શશીકપૂર પણ છે), ઝીંદાદીલ, ખેલ ખેલ મેં, ઝહરીલા ઇન્સાન, રફુચક્કર, કભી કભી.
નિતુ-રિશીની જોડીના અનેક ગીતોમાંથી એક ફિલ્મ ‘કભી કભી’નું
तेरे चेहरे से नजर नहीं हटती
नज़ारे हम क्या देखे
સિમી ગરેવાલે રાજકપૂર અને રિશી સાથે એક ફિલ્મ કરી છે – મેરા નામ જોકર તો રણધીર સાથે કરી છે બીવી ઓ બીવી.
‘મેરા નામ જોકર’નું આ ગીત બહુ પ્રખ્યાત છે
तीतर के दो आगे तीतर
तीतर के दो पीछे तीतर
बोलो कितने तीतर
હવે આવે છે ઝીનત અમાન જેણે રાજકપૂર, રિશી અને રણધીર સાથે ફિલ્મો કરી છે.
રાજકપૂર સાથેની ફિલ્મો છે અબ્દુલ્લાહ, ગોપીચંદ જાસૂસ અને વકીલબાબુ (આ ફિલ્મમાં શશીકપૂર પણ છે).
રિશીકપૂર સાથે છે કાતિલો કે કાતિલ અને હમ કિસી સે કામ નહીં.
રણધીરકપૂર સાથે છે પુકાર અને હીરાલાલ પન્નાલાલ (શશીકપૂર પણ છે).
ઝીનત અને રિશીની ફિલ્મ ‘હમ કિસી સે કમ નહીં’નું આ ગીત બહુ પ્રચલિત છે
है अगर दुश्मन दुश्मन
ज़माना गम नहीँ गम नहीँ
कोई आये, कोई आये
हम कीसी से कम नहीँ
રેખા પણ આ ખાનદાન સાથે અનેક ફિલ્મો વડે જોડાઈ છે.
રેખાએ રાજકપૂર સાથે કામ કર્યું છે ધરમ કરમમાં. તો રણધીર કપૂર સાથે કરેલી ફિલ્મો છે – રામપુર કા લક્ષ્મણ, દફા ૩૦૨, ધરમ કરમ, મધર 98, રામભરોસે, ખઝાના, ખલીફા, આજ કા મહાત્મા અને સુપર નાની.
તેણે રિશીકપૂર સાથે પણ કામ કર્યું છે જે ફિલ્મો છે – દીદાર-એ-યાર, શેષનાગ, અમીરીગરીબી, સાદિયાં,
રેખાએ શશીકપૂર અને તેના પુત્ર કુણાલ સાથે પણ એક ફિલ્મ કરી છે – વિજેતા.
રેખા અને રણધીર કપૂરની ફિલ્મ રામપુર કા લક્ષ્મણનું આ ગીત માણીએ
गुम है कीसी के प्यार में
વહીદા રહેમાન – આ અભિનેત્રી પણ કપૂર ખાનદાન સાથે જોડાયેલી છે.
રાજકપૂર સાથે કરેલી ફિલ્મો છે – એક દિલ સો અફસાને અને તીસરી કસમ.
તીસરી કસમ’નું આ ગીત પણ માણવા જેવું છે.
पान खाए सैया हमारो
साँवली सूरतिया होठ लाल लाल
રણધીર કપૂર સાથે કરેલી ફિલ્મ છે – સવાલ
રિશીકપૂર સાથે કરેલી ફિલ્મ છે – કભી કભી
હેમા માલિનીએ આ ખાનદાન સાથે અત્યંત ઓછી ફિલ્મો કરી છે.
રાજકપૂર સાથે હિન્દી ફિલ્મોમાં પગરણ માંડ્યા તે ફિલ્મ ‘સપનો કા સોદાગર’
તેની પહેલી ફિલ્મમાં રાજકપૂર સાથે જે ગીત છે તે છે
सीखा नहीँ सबक तूने प्यार का
तू जाने क्या मज़ा इंतेज़ार का
તેણે રણધીર કપૂર સાથે એક ફિલ્મ કરી છે – ચાચા ભતીજા
રિશી કપૂર સાથે કરેલી ફિલ્મો છે – સાદિયાં, એક ચદ્દર મૈલી સી, વિજય અને નસીબ.
સાધનાના નામે પણ આ ખાનદાન સાથે કરેલી ફિલ્મો છે.
પૃથ્વીરાજ કપૂર અને શમ્મીકપૂર સાથે કરેલી ફિલ્મ છે રાજકુમાર. તો રાજકપૂર સાથે છે દુલ્હા દુલ્હન.
શમ્મીકપૂર સાથે છે સચ્ચાઈ, બદતમીઝ અને છોટે સરકાર. તો શશીકપૂર સાથે છે ફિલ્મ વક્ત.
આમ તો ફિલ્મ ‘રાજકુમાર’નાં ગીતો કર્ણપ્રિય છે તેમાંથી એક છે
इस रंग बदलती दुनिया में
इंसान की नियत ठीक नहीँ
મુમતાઝ કે જેણે બી ગ્રેડની ફિલ્મોથી પદાર્પણ કર્યું હતું તેણે પૃથ્વીરાજ કપૂર સાથે બે ફિલ્મોમાં કામ કર્યું છે – ડાકુ મંગલસિંહ અને એક નહી મુન્ની લડકી થી. આ હિસાબે તેનો આ ખાનદાનની યાદીમાં સમાવેશ થાય છે.
ત્યાર બાદ તેણે તેમના પુત્રો શમ્મી અને શશી સાથે પણ કામ કર્યું છે. શમ્મીકપૂર સાથે ફિલ્મ બ્રહ્મચારીમાં તો શશીકપૂર સાથે ચોર મચાયે શોર અને પ્યાર કિયે જા. તેણે રણધીર કપૂર સાથે કરેલી ફિલ્મો છે લફંગે અને ચોર કે ઘર ચોર. તો રિશી કપૂર સાથે છે ફિલ્મ કાતીલો કે કાતિલ.
ફિલ્મ ચોર મચાયે શોરનું આ ગીત બહુ પ્રચલિત છે
ले जायेंगे ले जायेंगे
दिलवाले दुल्हनिया ले जायेंगे
આમ એક ખાનદાનની વાત કરતાં કરતાં લેખ મોટો છે એટલે અન્ય ખાનદાનોની વાત હવે પછીનાં લેખમાં.
બને તેટલી ખોજ કરીને આમાં વિગતો મૂકી છે છતાં ક્યાંક કોઈ અભિનેત્રી કે ફિલ્મનું નામ રસિકજનોના ધ્યાનમાં આવે તો તે તરફ ધ્યાન દોરવા વિનંતી.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com
2 comments for “અભિનેત્રીઓ અને પિતા-પુત્રની જોડી (૧)”