ફિલ્મીગીતો અને શીર્ષક – ૧૩

નિરંજન મહેતા

આ લેખમાં Sથી શરૂ થતાં ફિલ્મી શીર્ષકો જે અગાઉ આવી ગયેલા ગીતોના શબ્દો પર આધારિત છે તેનો ઉલ્લેખ છે.

સૌ પ્રથમ જે ફિલ્મના ગીતનો ઉલ્લેખ છે તે છે ૧૯૪૪ની ફિલ્મ ‘જવારભાટા’,નું.

सांज की बेला पंछी अकेला
नैनन में दुःख रेन अँधेरी

નરેન્દ્ર શર્માના શબ્દોને સ્વરબદ્ધ કર્યા છે અનીલ બિશ્વાસે જેને સ્વર આપ્યો છે અરૂણકુમારે. ગીતના વીડિઓમાં કલાકાર નથી દેખાડાયા અને ગીત પાર્શ્વભૂમિમાં છે. જો કે ફિલ્મના કલાકાર છે દિલીપકુમાર.

આ ગીત ૧૯૫૮ની ફિલ્મ ‘ચંદ્રલેખા’માં પણ આવે છે. ફિલ્મમાં ટી. આર. રાજાકુમારી છે જેના પર આ ગીત રચાયું હોય તેમ જણાય છે. પં. ઇન્દ્ર ચંદ્રના શબ્દોને એસ. રાજેશ્વર રાવે સંગીત આપ્યું છે જેના ગાયિકા છે ઉમાદેવી.

सांज की बेला નામની ફિલ્મ આવી હતી ૧૯૮૧મા. .

૧૯૫૧ની ફિલ્મ ‘બહાર’નું ગીત છે

सैया दिल में आना रे
आ के फिर ना जाना रे

વૈજયંતિમાલા પર આ ગીત રચાયું છે જેને સ્વર મળ્યો છે શમશાદ બેગમનો. ગીતકાર રાજીન્દર કૃષ્ણ અને સંગીત છે એસ. ડી. બર્મનનું.

सैया दिल में आना रे નામની ફિલ્મ આવી હતી ૨૦૧૬મા.

૧૯૬૨ની ફિલ્મ ‘બીસ સાલ બાદ’માં ગીત છે

सपने सुहाने लड़कपन के
मेरे नैनो में डोले बहार बन के

શકીલ બદાયુનીના શબ્દોને સંગીતથી સજાવ્યા છે હેમંતકુમારે. વહીદા રહેમાન પર રચાયેલ આ ગીતને લતાજીએ સ્વર આપ્યો છે.

सपने सुहाने लड़कपन के આ નામની ફિલ્મ આવી હતી ૧૯૭૪મા.

૧૯૬૯ની ફિલ્મ ‘ડોલી’નું ગીત જોઈએ

सजना साथ निभाना सजना साथ निभाना
साथीथी मेरे बहारो के राह में छोड़ न जाना

રાજેશ ખન્ના અને બબીતા પર આ ગીત રચાયું છે જેને સ્વર આપ્યો છે રફીસાહેબ અને આશા ભોસલેએ. ગીતના શબ્દો છે રાજીન્દર કૃષ્ણના અને સંગીત રવિનું,

सजना साथ निभाना આ નામની ફિલ્મ આવી હતી ૧૯૮૬માં,

૧૯૭૧ની ‘આનદ’ ફિલ્મનું ગીત છે

मैंने तेरे लिए ही सात रंग के सपने चुने, सपने सुरीले सपने

રાજેશ ખન્ના આ ગીતના કલાકાર છે જેને સ્વર આપ્યો છે મુકેશે. ગુલઝારના શબ્દોને સંગીત મળ્યું છે સલીલ ચોધરીનું.

सात रंग के सपने નામની ફિલ્મ આવી હતી ૧૯૯૮માં.

૧૯૭૨ની ફિલ્મ ‘જવાની દીવાની’નું ગીત છે

सामने ये कौन आया दिल में हुई हलचल
देख के बस एक जलक हो गए हम पागल

રણધીર કપૂર આ ગીતના કલાકાર છે જેને ગાયું છે કિશોરકુમારે. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત આર. ડી. બર્મનનું.

सामने ये कौन आया શીર્ષકવાળી ફિલ્મ આવી હતી ૨૦૧૬મા

૧૯૮૨ની ફિલ્મ ‘સનમ તેરી કસમ’નું ગીત છે

कितने भी तू कर ले सितम
हंस हंस के सहेंगे हम
ये प्यार न होगा
सनम तेरी कसम

કમલ હસન અને રીના રોય પર ફિલ્માવાયેલ આ ગીતના શબ્દો છે ગુલશન બાવરાના અને સંગીત છે આર. ડી. બર્મનનું. ગાનાર કલાકાર છે કિશોરકુમાર અને આશા ભોસલે.

આ જ ગીત બીજી વાર મુકાયું છે જે રીના રોય પર રચાયું છે અને દર્દભર્યો સ્વર છે આશા ભોસલેનો

सनम तेरी कसम આ શીર્ષકવાળી ફિલ્મ બે વાર આવી હતી – ૨૦૦૯ અને ૨૦૧૬મા

S સાથે સંકળાયેલ શીર્ષકવાળી ફિલ્મો બહુ ઓછી મળી છે છતાં રસિકજનો તેનો આનંદ લેશે તેવી આશા. સુજ્ઞ વાચક જો વધુ માહિતી આપશે તો તે આવકાર્ય.


નિરંજન મહેતા

A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

1 comment for “ફિલ્મીગીતો અને શીર્ષક – ૧૩

  1. Vishnu Acharya
    November 19, 2018 at 5:34 am

    Jawarbhata’s title music by Anil Biswas is a super-classic. Can’t trace it on you tube etc. Pls. put it up.

Leave a Reply to Vishnu Acharya Cancel reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.