ફિલ્મીગીતો અને વાજિંત્રો

Facebooktwitterredditpinterestlinkedinmail

નિરંજન મહેતા

ફિલ્મીગીતો વાજિંત્રો વગર અધૂરા છે તે તો આપણે જાણીએ છીએ પણ કેટલાક ગીતો તો વાજિંત્રોને અનુલક્ષીને રચાયા છે તેની નોંધ અહીં લઉં છું.

૧૯૪૩મા આવેલી ફિલ્મ ‘રામરાજ્ય’માં વીણાના સંદર્ભમાં એક ગીત છે

कछु बोल बोल बोल
वीणा मधुर मधुर कछु बोल

રમેશ ગુપ્તાના શબ્દોને સંગીત મળ્યું છે શંકર રાવ વ્યાસનું. ગાયિકા છે સરસ્વતી રાણે. ગીત કોના પર ફિલ્માવાયું છે તે નથી દર્શાવાયું પણ કદાચ ગાયિકા ઉપર હોય શકે..

૧૯૪૯ની ફિલ્મ ‘દિલ્લગી’નું આ ગીત બહુ પ્રચલિત હતું.

मुरलीवाले मुरली बजा
सुन सुन मुरली को नाचे जिया

મુરલી વગાડનાર કલાકાર શ્યામને જોઇને સુરૈયા આ ગીત ગાય છે જે તેણે ખુદ આ ગીત ગાયું છે. શબ્દો છે શકીલ બદાયુનીનાં અને સંગીત નૌશાદનું.

૧૯૫૦ની ફિલ્મ ‘નિશાના’માં પણ મુરલીનો ઉલ્લેખ છે.

कैसी मुरली बजाई श्यामने
मोरी सुध बीसराई श्यामने

વીડિઓમાં કોઈ કલાકાર નથી પણ આ ફિલ્મના મુખ્ય કલાકાર છે મધુબાલા અને અશોકકુમાર. ગીતના શબ્દો છે નક્શ જારવચીના અને સંગીત છે ખુર્શીદ અનવરનું. ગાયક છે ગીતા દત્ત.

ફરી એકવાર મુરલીને લગતું ગીત છે ૧૯૫૧ની ફિલ્મ ‘નંદ કિશોર’માં.

बजाओ बजाओ
बजाओ शाम मुरली, मनोहर बजाओ

આ વીડિઓમાં પણ કલાકાર નથી દેખાડાયા પણ મુખ્ય સ્ત્રી પાત્ર છે નલીની જયવંતનું. ગીતને સ્વર મળ્યો છે લતાજીનો. ગીતના શબ્દો નરેન્દ્ર શર્માના અને સંગીત સ્નેહલ ભાટકરનું.

૧૯૫૨ની ફિલ્મ ‘બૈજુ બાવરા’નાં આ ગીતમાં પણ મુરલીનો સંદર્ભ છે.

दूर कोई गाये धुन ये सुनाये
तेरे बीन छलिया रे
बाजे ना मुरलिया रे

આ નૃત્યગીતમાં કલાકારો છે મીનાકુમારી અને અને સાથીઓ. શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત નૌશાદનું. ગાનાર કલાકાર છે શમશાદ બેગમ અને લતાજી.

ફરી એકવાર વીણાના ઉલ્લેખવાળું ગીત છે ૧૯૫૭ની ફિલ્મ ‘દેખ કબીરા રોયા’માં

मेरी वीना तुम बीन रोये
सजना सजना सजना
मेरी वीना तुम बीन रोये

આ વિરહ ગીત બે કલાકારો પર છે – અમીતા અને અનીતા ગુહા. એક વીણાને સંબોધીને ગાય છે તો બીજી તસવીરને. ગીતના શબ્દો છે રાજીન્દર ક્રિષ્ણનાં અને સંગીત મદનમોહનનું. સ્વર છે લતાજી અને આશા ભોસલેના.

૧૯૫૯ની આ ફિલ્મના નામ પરથી જ સમજાઈ જશે કે તે ક્યા વાજિંત્રનો ઉલ્લેખ થવાનો છે. હું વાત કરૂં છું ફિલ્મ ‘ગુંજ ઊઠી શહનાઈ’ની. શરણાઈનો ઉલ્લેખ હોય એટલે તેના પર ગીત હોવાનું જ.

तेरी शहनाई बोले, सुनके दिल मेरा डोले
जुल्मी काहे को सुनाये ऐसी तान रे

રાજેન્દ્રકુમારને શરણાઈ વગાડતા સાંભળી અમીતા આ ગીત ગાય છે જેમાં રાજેન્દ્રકુમાર પણ સાથ આપે છે. ગીતના શબ્દો પંડિત ભરત વ્યાસના અને સંગીત વસંત દેસાઈનું. ગાનાર છે રફીસાહેબ અને લતાજી.

સુમધુર સંગીતની જગ્યાએ ગળાફાડ ગીતો પર કટાક્ષ કરતુ ગીત છે ૧૯૫૯ની ફિલ્મ ‘લવ મેરેજ’નું.

टिन कनस्तर पिट पिट कर
गला फाड़ कर चिल्लाना
यार मेरे मत बुरा मान
ये गाना है ना बजाना है

આ કટાક્ષમય ગીત ગાયું છે પડદા પર દેવઆનંદે જેને સ્વર આપ્યો છે રફીસાહેબે. શૈલેન્દ્રના શબ્દોને સંગીત મળ્યું છે શંકર જયકિસનનું.

લાગે છે ગીતકારોને વીણા ઉપર પ્રેમ છે એટલે ફરી એકવાર વીણા ઉપર ગીત ધ્યાનમાં આવે છે. તે છે ૧૯૫૯ની ફિલ્મ ‘જય સિંહ’

मन बीना मधुर बोले
मै राग तू मेरी सरगम

વીડિઓમાં કલાકાર નથી દર્શાવાય. વળી આ ફિલ્મને લગતી માહિતી પણ અપ્રાપ્ય છે એટલે કોના પર રચાયું છે તે જણાતું નથી પણ ગીતકાર છે પ્રેમ ધવન અને સંગીતકાર છે રમેશ નાયડુ. સ્વર છે મન્નાડે અને લતાજીનો.

મુરલી ઉપરના અસંખ્ય ગીતોમાં વધુ એક ગીત. આ છે ૧૯૬૧ની ફિલ્મ ‘પિયા મિલન કી આસ’નું.

मनमोहन मुरली तेरी बैरन बन गयी हाय
અમિતાનાં આ નૃત્ય ગીતના ગાનાર છે લતાજી જેના શબ્દો છે ભરત વ્યાસના અને સંગીત એસ.એન.ત્રિપાઠીનું.

૧૯૬૨ની ફિલ્મ ‘ઝીંદગી ઔર હમ’માં વધુ એક વાર મુરલી પર ગીત રચાયું છે.

मतवाली मुरलिया बजी रे आधी रात मुरलिया

આ ગીત ચાંદ ઉસ્માની પર ફિલ્માવાયું છે જેને કંઠ મળ્યો છે લતાજીનો. ગીતકાર શિવ કુમાર સરોજ અને સંગીત છે રોશનનું.

૧૯૬૬ની ફિલ્મ ‘સાઝ ઔર આવાઝ’ નામ પરથી જ સમજાઈ જશે કે આમાં કોઈ વાજિંત્ર પર ગીત હોવાનું. પણ નવાઈ એ છે કે અહીં પણ વીણાનો ઉલ્લેખ છે.

साज़ हो तुम आवाझ हूँ मै
तुम बीना हो मै हूँ तार
रोक सको तो रोक लो
अपनी पायल की झनकार

નૃત્ય કરતી સાયરા બાનુને ઉદ્દેશીને આ ગીત જોય મુખરજી ગાય છે જેને સ્વર મળ્યો છે રફીસાહેબનો. ગીતના ગીતકાર છે કુમાર બારાબંક્વી અને સંગીતકાર છે નૌશાદ.

૧૯૬૭ની ફિલ્મ ‘રામ ઔર શ્યામ’નું આ ગીત જોઈએ.

आयी है बहारें मिटे ज़ुल्म-ओ-सितम
प्यार का झमाना आया दूर हुए गम
राम की लीला रंग लाइ अहाहा
श्यामने बंसी बजाई अहाहा

બેબી ફરીદાના જન્મદિવસની ઉજવણીનું આ ગીત છે જે દિલીપકુમાર પર ફિલ્માવાયું છે. ગીતને સ્વર મળ્યો છે રફીસાહેબનો. આના શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત નૌશાદનું.

હવે વાત કરીએ ૨૦૦૭ની ફિલ્મ ‘જબ વી મેટ’ના ગીતની જેમાં નગારાનો ઉલ્લેખ છે.

रंग बुरेदी रंग रंगीली
लड़की छेल छबीली
उसदे चंचल नैन कटार
नगाड़ा नगाड़ा नगाड़ा

આ ગીતમાં નગારાનો જે વ્યાપક ઉપયોગ કર્યો છે તેને કારણે આ ગીત વધુ કર્ણપ્રિય બન્યું છે.

ગીતમાં કલાકાર છે શાહીદ કપૂર અને અન્યો જેને સ્વર મળ્યો છે જાવેદ અલી અને સોનું નિગમનો. ગીતકાર ઈરશાદ કામિલ અને સંગીત છે બે જણનું – પ્રિતમ અને સંદેશ સાંડીલ્યનું.

૨૦૧૩ની ફિલ્મ ‘રામલીલા’માં પણ નગારા અને ઢોલ બંનેનો ઉલ્લેખ છે

है धिन तडाक धिन तडाक आजा रे उड के सरात
पैरो से बेड़ी जरा खोल
नगाड़ा संग ढोल बाजे ढोल बाजे

ગીતના લેખક છે સિદ્ધાર્થ અને ગરિમા અને સંગીત સંજય લીલા ભણશાળીનું. દીપિકા પાદુકોણ અને રણબીર સિંહ કલાકારો છે અને તેમને કંઠ આપ્યો છે ઓસમાણ મીર અને શ્રેયા ઘોસાલે.

આવું જ એક અન્ય ગીત છે ૨૦૧૫ની સાલનું ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’નું.

बजने डे धड़क धड़क
ढोल ताशे ठडक ठडक

ગીતના રિધમને સાંભળીને સાંભળનારાનાં પગ જરૂર થરકવા લાગશે.

રણબીર સિંહ પર ફિલ્માવાયેલ આ ગીતના ગીતકાર છે પ્રશાંત ઇન્ગોલે અને સંગીતકાર છે સંજય લીલા ભણશાળી. સ્વર છે વિશાલ દદલાનીનો.

કદાચ આ યાદીમાં કોઈ વાજિંત્રનો ઉલ્લેખ ચુકાઈ ગયો હોય તો રસિકજનોને ધ્યાન દોરવા વિનંતિ.


નિરંજન મહેતા

A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

2 comments for “ફિલ્મીગીતો અને વાજિંત્રો

 1. UMESH KUNJBIHARI RAVAL
  November 11, 2018 at 3:22 am

  iNamskaram ! Interesting Article !
  Following songs may be added
  [ 1 ] DAFALIWALE DAFLI BAjA from the Movie Sargam
  [ 2 ] SHYAM TERI BANSI PUKARE RADHASHYAM from the movie Geet Gata Chal
  Regards !

  UMESH RAVAL

  • Niranjan mehta
   November 11, 2018 at 8:38 pm

   સૂચન બદલ aabhar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *