રોજિંદી ભેટ

Facebooktwitterredditpinterestlinkedinmail

નિરંજન મહેતા

તમને ખબર છે કે તમારી પાસે એક એવું બેંક ખાતું છે જેમાં રોજ સવારે રૂ. ૬૪,૮૦૦ જમા થાય છે? શરત એ કે તમારે તે રકમ તે જ દિવસે વાપરવી પડે કારણ ન વપરાયેલી રકમ મધરાતે રહેતી નથી અને તમારૂં ખાતું શૂન્ય થઇ જાય છે. હા, બીજે દિવસે ફરી આ શિરસ્તો ચાલુ રહે છે અને આ જ રકમ તમારા ખાતામાં જમા થાય છે. આમ હોય તો જરૂર તમે રોજેરોજ તે રકમ ઉપાડી લેશો અને વાપરશો અને તે પણ સારા કામમાં કારણ તે તમને ભેટ સ્વરૂપે મળી છે. હા, જેટલી એ રકમ સારા કામમાં વાપરશો તેટલું તમારા માટે ફાયદાકારક છે.

તમે નવાઈ લાગશે કે આવી કઈ બેંક છે જેમાં મારૂ ખાતું છે અને રોજ આમ થાય છે? શું ખરેખર આમ થાય છે અને મને તેની જાણ જ નથી?

હા, ખરેખર આવી એક બેંક છે જેમાં તમારૂં ખાતું પણ છે અને તે છે સમયબેંક જે તમને એક દિવસના સવારના છથી મધ્યરાત્રિ સુધીના ૧૮ કલાક એટલે કે ૬૪,૮૦૦ સેકન્ડ સારા કામ માટે ફાળવે છે. તેનો તમે કેવો અને કેટલો સદુપયોગ કરી શકો છો તે તમારા પર નિર્ભર છે. ન વપરાયેલી કે સારા કામમાં ન વપરાયેલી પળો તમારૂ નુકસાન છે કારણ ગુમાવેલો સમય પાછો નથી આવતો.

આવી સુંદર અમુલ્ય કુદરતી ભેટનો ઉપયોગ જે સારા કામમાં કરે છે અથવા ખરાબ કાર્યને અવગણે છે તેનાથી તંદુરસ્તી, આનંદ અને ઉન્નતિનો અહેસાસ કરે છે. આ દરેક વ્યક્તિ ઉપર નિર્ભર છે કે કેવી રીતે વધુને વધુ સમય સારા કામમાં વાપરશે જેથી તે વ્યક્તિ માટે તે લાભકર્તા બને.

નૂતનવર્ષના આ મંગલ પર્વે આપ આપને મળતી આ રોજિંદી ભેટનો મહત્તમ ઉપયોગ સદ્કાર્ય માટે કરી શકો અને તંદુરસ્તી, આનંદ અને ઉન્નતિને પામો તેવી મનોકામના.


નિરંજન મહેતા

A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *