વાર્તામેળો : ૨ : ભૂરાનો અભ્યાસ

Facebooktwitterredditpinterestlinkedinmail

હિમાલી દેશાણી

શાળા-ગરણી પ્રાથમિક શાળા, અમરેલી

એક ગામ હતું. એમાં નાનકડી નિશાળ હતી. નિશાળમાં નવ શિક્ષક હતા. તેમાં આઠ ધોરણ હતા. નિશાળમાં ઘણાં બધાં વૃક્ષો હતાં. તેમાં પાણીની સુવિધા હતી. નિશાળે જવાનું હોય એટલે આપણને મજા આવે પણ ભૂરાને જવાનું હોય એટલે આળસ આવે.

ભૂરો પહેલા ધોરણમાં ભણતો હતો. તે લેસન ન લખીને જાય એટલે સાહેબ તેને મારે. ભૂરો પહેલેથી અપલખણો હતો એટલે નિશાળમાંથી નળ કાઢી આવે, પછી તે દફતરમાં નાખી ઘરે લઈ જાય. એકવાર સાહેબને ખબર પડી એટલે ભૂરાને ખૂબ માર્યો. એમ કરતાં કરતાં ભૂરો બીજામાં આવ્યો, પછી ત્રીજા, પછી ચોથામાં આવ્યો અને અત્યારે ભૂરો પાંચમાં ધોરણમાં આવ્યો છે. સાહેબ ભણાવતા હોય ત્યારે ભૂરાને કંઈ જ ખબર પડે નહીં એટલે તે રમત કરે.

એકવાર સાહેબે તેને પૂછ્યું, “એકડા આવડે છે ?” તો ભૂરો કહે,“ના.” તો સાહેબ કહે, “કાલે પાછો યાદ કરતો આવજે.” ભૂરો ઘરે ગયો. પછી તે ટીવી જોવા બેઠો તો તેમાં ‘એક, દો, તીન, ચાર, પાંચ, છે, સાત, આઠ, નવ, દસ, ગ્યારા, બારા, તેરા, ગીત આવ્યું.’ પછી ચેનલ બદલી તો ગીત આવ્યું, ‘અલ્લા મુજે માર દે, માર દે.’ બીજે દિવસે તે નિશાળે ગયો ત્યારે સાહેબે કહ્યું, “એકડા બોલ.” તો ભૂરો બોલ્યો, “એક, દો, તીન, ચાર, પાંચ, છે, સાત, આઠ, નવ, દસ, ગ્યારા, બારા, તેરા.” સાહેબ કહે, “વાહ !” પછી ભૂરો બોલ્યો નહી. તો સાહેબે તેને લાફો માર્યો. ભૂરો કહે, “અલ્લા મુજે માર દે, માર દે.” બધાં છોકરાંઓ દાંત કાઢવા લાગ્યા.

બીજે દિવસે ભૂરો નિશાળે ગયો. તે તેના વર્ગના છોકરાઓની પેન્સિલની અણી કાઢતો અને આજુબાજુના છોકરાઓને મારીને આવતો. પછી તેના મમ્મી તેને મારે અને તેના પપ્પા તેને રાજદૂતનું ભાઠું લઈને મારે.

એકવાર તેના શિક્ષકે તેને પૂછ્યું, “તને શબ્દ આવડે છે ?” તો ભૂરો કહે,“ના, મને શબ્દ આવડતા નથી.” શિક્ષકે તેને આવતીકાલે કરી લાવવા માટે કહ્યું. ભૂરો ઘરે ગયો. તેના મમ્મીને કહે, “મમ્મીમમ્મી, મને શબ્દ શીખવાડ ને.” તો મમ્મી કહે,“મારે રોટલી કરવી છે. તું પપ્પા પાસે જા.” ભૂરો પપ્પા પાસે ગયો. “પપ્પાપપ્પા, મને શબ્દ શીખવાડો ને. તો પપ્પા કહે, “મારે છાપું વાંચવું છે. તું ભાઈ પાસે જા.” ભૂરો ભાઈ પાસે ગયો.“ભાઈ-ભાઈ મને શબ્દ શીખવાડને.” તો ભાઈ કહે, “મારે જોગિંગ કરવા જવું છે. તું બહેન પાસે જા.” ભૂરો બહેન પાસે ગયો. તો બહેન કહે, “મારે કૉલેજ જવું છે. પણ જ્યારે તું ભણવા શાળાએ જાય ને ત્યારે તને જે સામું મળે તે લખી નાખજે.”

ભૂરો શાળાએ જવા નીકળ્યો તો ભૂરાને કોઈકે કહ્યું, “જો એરોપ્લેન જાય.” ભૂરાએ તે લખી નાખ્યું. પછી આગળ ગયો તો બે ભાઈઓ વાત કરતા હતા, “એ કૂતરી હેઠે ઉતર !” પછીબીજા ભાઈએ કહ્યું, “ઈ ગધેડો તો કેદુનો તો મરી ગયો છે.” પછી એક ભાઈ સામો મળ્યો તે બોલતા’તા,“છાપાં, પસ્તી, ભંગાર. છાપાં, પસ્તી, ભંગાર.” ભૂરાએ એ લખી નાખ્યું. પછી તે નિશાળેપહોંચ્યો. શિક્ષકનો પિરિયડ આવ્યો એટલે શિક્ષકે કહ્યું, ભૂરા શબ્દ બોલ તો. ભૂરો બોલ્યો, “જો એરોપ્લેન જાય.” શિક્ષક તો ટેબલ ઉપર ચઢી જોવા લાગ્યા. તો ભૂરો કહે, “એ કૂતરી હેઠે ઉતર !” તો શિક્ષકે નીચે ઉતરીને કહ્યું, “હાલ, તને પ્રિન્સિપાલ પાસે લઈ જાવ.” તો ભૂરો કહે, “ઈ ગધેડો તો કેદુનો મરી ગયો છે.” શિક્ષક ભૂરાને પ્રિન્સિપાલ પાસે લઈ ગયા. પ્રિન્સીપાલ સાહેબ ભૂરાને કહે, “તું નિશાળને શું સમજે છે ?” તો ભૂરો કહે, “છાપાં, પસ્તી, ભંગાર. છાપાં, પસ્તી, ભંગાર.” પ્રિન્સિપાલે ભૂરાને એક લાફો માર્યો. તો ભૂરો કહે, “ટીપ-ટીપ બરસા પાની.”

બીજે દિવસે ભૂરો પાછો નિશાળે ગયો. સાહેબે પૂછ્યું, “આપણા વડાપ્રધાનનું નામ શું છે ? તારા પપ્પા કેટલાની સ્પીડમાં ગાડી ચલાવે છે ? મરઘી કેટલાં ઈંડા મૂકે છે ? ખબર છે કે નથી ખબર ? સારું કાલે ઘરે પૂછીને આવજે.

તે ઘરે ગયો તેના મમ્મીને પૂછ્યું, “મારા પપ્પા કેટલાની સ્પીડમાં ગાડી ચલાવે છે ?

મમ્મીએ કહ્યું, “180ની સ્પીડમાં.” આપણા વડાપ્રધાન કોણ છે ? તો મમ્મીએ કહ્યું, “નરેન્દ્રમોદી.” મરઘી કેટલાં ઈંડા મૂકે ? તો મમ્મીએ કહ્યું, “ત્રણ ઈંડા મૂકે.”

પછીના દિવસે ભૂરો નિશાળે ગયો તો તેના શિક્ષક કહ્યું, “ભૂરા બોલ તો.”. ભૂરો કહે,“ધીમુ બોલું કે જોરથી ?” શિક્ષક કહે,“જોરથી બોલ.” તો ભૂરો કહે, “નરેન્દ્રમોદી, 108ની સ્પીડમાં ત્રણ ઈંડા મૂકે છે.” શિક્ષકે તેને એક લાફો માર્યો. ભૂરો રોવા લાગ્યો. તો શિક્ષકે તેને બીજો લાફો માર્યો. પછી માંડ-માંડ ભૂરો છાનો રહ્યો.

બીજા દિવસે સાહેબે બીજીવાર પૂછ્યું, “ભૂરા તને શબ્દ આવડે છે ?” ભૂરો કહે, “ના”. સાહેબ કહે, “કાલે પાકા કરતો આવજે.” તે ઘેર ગયો. તે બધાં જ પાસે ગયો. તો કોઈએ પણ શબ્દ લખાવ્યા નહીં તો તે તૈયાર થઈને નિશાળે જતો હતો. ત્યાં રસ્તામાં તેને જોયું તો કોઈ બોલ્યું, “જો એરોપ્લેન જાય.”તો તેને તે લખી નાખ્યું. આગળ જતાં તેને સાંભળ્યું કે, “ગધેડા હેઠો ઉતર ને.” પછી આગળ ચાલ્યો તો ત્યાં તેને સાંભળ્યું કે બે ભાઈઓ વાતો કરતા હતા કે,“ઈ વાંદરો તો કેદીનો મરી ગયો છે.” પછી આગળ જતાં તેણે જોયું તો એક કચરાપેટી પડી હતી. તેણે એ લખી નાખ્યું. પછી તે આગળ ચાલ્યો, તો એક ભાઈ બોલતો હતો કે, “અંબુજા સિમેન્ટ કભી નહીં ટુટેગા”.

પછીબીજા દિવસે તે નિશાળે ગયો. ત્યારે સાહેબે તેને કહ્યું, “શબ્દ બોલ તોભૂરા ! ભૂરો બોલ્યો, “જો એરોપ્લેન જાય.” તો સાહેબ ટેબલ ઉપર ચઢીને જોવા લાગ્યા. તો ભૂરો કહે, “એ ગધેડા હેઠો ઉતર.” તો સાહેબે નીચે ઉતરીને કહ્યું, “ચાલ, પ્રિન્સીપાલ પાસે.” તો ભૂરો કહે,“ઈ વાંદરો કેદીનો ય મરી ગયો છે.” સાહેબ ભૂરાને પ્રિન્સીપાલ પાસે લઈ ગયા. પ્રિન્સીપાલે ભૂરાને કહ્યું, “તું આ નિશાળને સમજે છે શું ? તો ભૂરાએ કહ્યું, “કચરાપેટી.” તો પ્રિન્સીપાલે ભૂરાને એક લાફો માર્યો. ભૂરો બારીમાંથી હેઠો પડી ગયો. તો ભૂરો કહે, “અંબુજા સિમેન્ટ કભી નહીં ટુટેંગા.”


૨૦૧૮ની સ્પર્ધાની  વાર્તા


‘વાર્તા મેળો’ સ્પર્ધાનું આયોજન દર્શા કિકાણી આત્મન ફાઉન્ડેશન, અને વિચારવલોણું પરિવાર, અમદાવાદ તેમ જ પ્યોરિટી ફ્લેક્ષ લિ., વડોદરા,ના સહયોગથી કરે છે.


સંપર્ક:  દર્શા કિકાણી :  ઈ –મેલ –  darsha.rajesh@gmail.com

1 comment for “વાર્તામેળો : ૨ : ભૂરાનો અભ્યાસ

  1. October 30, 2018 at 1:55 am

    ભૂરા ના વાર્તા ….પૂરી વાંચી ન શક્યો !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *