કર્મનો સિદ્ધાંત

નિરંજન મહેતા

મહાભારતનું યુદ્ધ પુરું થયું અને ભગવાન શ્રીકૃષ્ણ દ્વારિકા પરત આવ્યા.

પટ્ટરાણી રુક્મિણી તેની પાસે આવ્યાં અને પૂછ્યું –

“હે માધવ, યુદ્ધમાં ગુરુ દ્રોણ અને ભીષ્મ પિતામહ જેવા જ્ઞાની, પુણ્યશાળી અને મહાન યોદ્ધાઓને દગાથી મારવામાં તમે કેમ સહભાગી બન્યાં? એમની મહાનતાની કોઈ ગરિમા નહીં ? એમની સારપનું કોઈ મૂલ્ય નહીં ? આ પાપ તમે કેમ થવા દીધું ? “

પ્રથમ તો શ્રીકૃષ્ણ મૌન રહ્યાં અને ફક્ત સ્મિત આપ્યું !

પણ રુક્મિણીએ લીધી વાત મૂકી નહીં અને ફરી ફરી આ જ પ્રશ્ન પૂછવા લાગ્યાં…

ત્યારે શ્રીકૃષ્ણ બોલ્યાં : ” હે પ્રિયા, એ બન્નેની મહાનતા અને સારપ વિશે કોઈ શંકા નથી. પણ એ બન્નેએ જીવનમાં ફક્ત એક જ એવું ‘પાપ’ કર્યું હતું કે જેનાં કારણે એની આખી જીંદગીની તમામ સારપ અને પુણ્યકર્મો ધોવાય ગયાં.”

રુક્મિણી : “કયું પાપ, નાથ ?”

શ્રીકૃષ્ણ : ‘હે દેવી, એ બન્ને એ સભામાં ઉપસ્થિત હતાં કે જયાં દ્રૌપદીની લાજ લૂંટવાની કોશિશ થઈ. એ બન્ને એ ઘટના રોકવા બધી જ રીતે ‘સક્ષમ’ હતાં પણ એમણે મૂંગા રહીને જોયા કર્યું ! જે સારાપણું એક નારીનું અપમાન થતું રોકી ન શકે તે શું કામનું ? આ એક જ પાપ એ બન્નેની તમામ શ્રેષ્ઠતાને ધોઈ નાખવા માટે પૂરતું હતું !”

રુક્મિણી : ‘એ સાચું સ્વામી, પણ કર્ણનું શું ? એક શ્રેષ્ઠ મિત્ર, મહાપરાક્રમી અને મહાદાનેશ્વરી કર્ણનો શું દોષ હતો ? જેણે પોતાની માતા કુંતીને પણ અર્જુન સિવાય કોઇપણ પાંડવને ન મારવાનું વચન આપ્યું! ઇન્દ્રને પણ દાનમાં પોતાનાં કવચ કુંડળ આપી દીધાં. એવાં મહાન દાતા ને ક્યા પાપે માર્યો ?

શ્રીકૃષ્ણ : ‘મહારાણી, જ્યારે સાત સાત મહારથીઓ સામે સફળતાપૂર્વક એકલે હાથે લડીને મહાવીર અભિમન્યુ નીચે પડી ગયો અને સાવ મૃત્યુની સમીપ હતો, ત્યારે તેણે અસીમ આશાથી પાસે જ ઊભેલા કર્ણ પાસે પીવાનું પાણી માંગ્યુ. તેને શ્રદ્ધા હતી કે દુશ્મન હોવાં છતાં મહાન દાનેશ્વરી કર્ણ એને જરૂર પાણી આપશે..પણ પોતાની પાસે જ ચોખ્ખા મીઠાં પાણીનો ઝરો હોવાં છતાં, ફક્ત પોતાનો મિત્ર દુર્યોધન નારાજ ન થાય તે કારણે કર્ણએ મરતા અભિમન્યુને પાણી ન આપ્યું અને એ બાળયોદ્ધો તરસ્યો જ મરી ગયો !

‘હે રુક્મિણી, આ એક જ ‘પાપ’ એનાં જીવન દરમિયાનનાં દાનથી મળેલાં પુણ્યને નષ્ટ કરવા માટે પૂરતું હતું અને કાળની અકળ ગતિ જુઓ કે એ જ પાણીનાં ઝરણાંના કાદવમાં એનાં રથનું પૈડું ફસાયું અને તેનાં મૃત્યુનું કારણ બન્યું !

આ જ છે કર્મનો સિદ્ધાંત. કોઈને કરેલા અન્યાયની એક જ પળ જીવન આખાની પ્રમાણિકતાનો ‘છેદ’ ઉડાડી મૂકે છે.


(વોટ્સ એપ પર વાંચેલ એક સંદેશ)


નિરંજન મહેતા

A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

4 comments for “કર્મનો સિદ્ધાંત

 1. Purvi
  October 30, 2018 at 10:54 am

  Bahu sundar, bahu j sundar. Niru bhai Diwali na geet thi maja padi gai.

 2. October 31, 2018 at 7:36 am

  उपरनी पोस्टमां छेल्ले लखेल छे के अन्यायनी एक ज फक्त एक ज पळ छेद उडाडी मुके छे.

  बे पांच हजार वरस पहेलां आ रुषी मुनीओए अफघानीस्ताननी घाटीओमां आ साहीत्य रची जे कर्म बंधन करेल छे एमांथी छुटवा हजी हजार वरस लागशे.

  आखो देशमां जातीओमां वहेंचाई गयो अने दलीतो तथा ठेर ठेर महीलाओ उपर अत्याचारनो सीलसीलो शरु थयो. रामायणनी सीता अने महाभारतनी द्रौपदी उपर अत्याचारनुं आबेहुब वर्णन मळे छे.

  मुहम्मद गजनवी अने मुहम्मद गोर पछी केट केटलाए ईश्लामना अनुयायीओए चडाई करी अने बाबरे रीतसर राज्य कर्युं. ए जमानामां बाबरी मस्जीद बनी अने ए कर्म फळने कारणे.

  रोजे रोज अयोध्या राम जन्मभुमी बाबरी मस्जीद वाद बाबत राजकरणीओ, संत परीषदो अने सुपरीम कोर्टमां एना वीशे चर्चा थाय छे. दलीत अत्याचार अने महीला अत्याचारना कर्मफळने भोगव्या वगर छुटको नथी… http://www.vkvora.in

 3. November 4, 2018 at 3:55 am

  વાત સાચી હોવા છતાં…. જો આવા મહાન વ્યક્તિઓની પણ ભુલ થઈ શકે છે, તો સામાન્ય માણસો કદી ભુલ ન જ કરે , એ સાવ અશક્ય વાત છે.
  સામાન્ય માણસ માટે સરસ રસ્તો જૈન દર્શનમાં છે – જેનો વ્યાપ દાદા ભગવાને કર્યો છે. એ છે ,…..
  આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન.
  આપણી ભુલો માટે નિજ દોષ પરિક્ષણ , થયેલ ભુલો માટે એ વ્યક્તિની ક્ષમાયાચના અને ફરી એમ ન થાય એ માટે શક્તિ મળે તેવી શક્તિ આપવા માટે ઈષ્ટ દેવને પ્રાર્થના,
  અહંને નાથવાનો પણ આ સચોટ રસ્તો છે.

 4. November 4, 2018 at 3:56 am

  સોરી.. આ વાક્યમાં ભુલ થઈ છે . ક્ષમાયાચના !
  આપણી ભુલો માટે નિજ દોષ પરિક્ષણ , થયેલ ભુલો માટે એ વ્યક્તિની ક્ષમાયાચના અને ફરી એમ ન થાય એ માટે શક્તિ આપવા ઈષ્ટ દેવને પ્રાર્થના,

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.