તહેવારોને લગતાં ફિલ્મીગીતો (૬) – દિવાળી

નિરંજન મહેતા

રાહ જોવાય છે દીપોના તહેવાર દિવાળીની. આ તહેવાર તો સાલોથી ફિલ્મ જગત પણ મનાવે છે અને તેથી હિંદી ફિલ્મોમાં તેને લગતાં ગીતો હોવાના.

લગભગ ૭૫ વર્ષ પર આવેલી ૧૯૪૪ની ફિલ્મ ‘રતન’માં દિવાળીને લાગતું ગીત જોવા મળે છે.

आई दिवाली आई दिवाली
दीपक संग नाचे पतंगा
मै किसके संग नाचू बता

કલાકારનું નામ નથી જાણમાં પણ મુખ્ય કલાકાર છે સ્વર્ણલતા એટલે તે હશે એમ ધારી લઉં છું.

ગીત લખ્યું છે ડી. એન. મધોકે અને સંગીતકાર છે નૌશાદ.

૧૯૫૭ની ફિલ્મ ‘પૈસા’નું આ ગીત પડદા પર કોના ઉપર રચાયું છે તે વીડિઓમાં નથી દેખાતું.

दीप जलेंगे दीप दिवाली आयी है

ગીતના કવિ લાલચંદ બિસ્મિલ અને સંગીતકાર રામ ગાંગુલી. કંઠ છે ગીતા દત્તનો.

૧૯૫૮માં આવેલી ફિલ્મ ‘ખજાનચી’નાં ગીતમાં પણ મુખ્ય કલાકાર શ્યામા નહીં પણ અન્ય કલાકાર દેખાય છે.

आयी दिवाली आयी कैसे उजाले लायी
घर घर खुशियों के दीप जले

ગીત છે રાજીન્દર ક્રિષ્ણનું અને સંગીત છે મદન મોહનનું. સ્વર આશા ભોસલેનો.

દિવાળીનો તહેવાર ન મનાવવાના માટે કારણ આપે છે જોની વોકર ૧૯૫૯ની ફિલ્મ ‘પૈગામ’માં

कैसे दिवाली मनाये हम लाला
अपना तो बारह महीने दिवाला

રફીસાહેબનાં સ્વરમાં ગવાયેલું આ ગીત લખ્યું છે કવિ પ્રદિપજીએ અને સંગીતમાં ઢાળ્યું છે સી. રામચંદ્રએ.

આ તહેવારોની અમીર ગરીબની વિષમતા પર વેધક ગીત છે ૧૯૬૧ની ફિલ્મ ‘નઝરાના’નું.

एक ओ भी दिवाली थी एक ये भी दिवाली है
उजड़ा हुआ गुलशन है रोता हुआ माली

રાજકપૂર પર આ ગીત રચાયું છે જેને સ્વર આપ્યો છે મુકેશે. ગીત છે રાજીન્દર ક્રિષ્ણનું અને સંગીત છે રવિનું.

દિવાળીનો તહેવાર યુદ્ધના માતમમાં કેવી રીતે મનાવાય? મોં પર લોહી લગાવીને? આવા જ અર્થનું ગીત છે ૧૯૬૪ની ફિલ્મ ‘હકીકત’નું.

આશા સચદેવ પર આ ગીત રચાયું છે જેને સ્વર આપ્યો છે લતાજીએ. ગીતના શબ્દો કૈફી આઝમીના અને સંગીત મદન મોહનનું.

દિવાળીના તહેવાર વખતે કોઈની ગેરહાજરી સાલે ત્યારે પણ ગીત આવી જાય છે. ૧૯૬૪ની ફિલ્મ ‘લીડર’માં આવું જ એક ગીત છે જે વૈજયંતિમાલા પર ફિલ્માવાયું છે.

दिवाली आयी रे आई घर घर दीप जले

સમૂહ નૃત્યવાળું આ ગીત ગયું છે આશા ભોસલેએ જેના શબ્દો શકીલ બદાયુનીના છે અને સંગીત નૌશાદનું.

અને છેલ્લે આવે ક્રિસમસ. વર્ષનો છેલ્લો તહેવાર.

આને લગતા બહુ ગીતો નથી પ્રાપ્ત થયા પણ જે મળ્યા છે તેનો ઉલ્લેખ કરૂ છું.

૧૯૭૪મા આવેલી ફિલ્મ ‘શાનદાર’માં સાંતા ક્લોઝ તરીકે આવેલ સંજીવકુમાર પોતાના આગમનને આ રીતે વર્ણવે છે:

आता है आता है संता क्लोज़ आता है

ગીત છે રાજીન્દર ક્રિષ્ણનું અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર છે કિશોરકુમારનો.

૧૯૭૫ની ફિલ્મ ‘ઝખમી’માં તો મૂળ શબ્દોનો ઉપયોગ કરી ગીત મુકાયું છે.

जिंगल बेल जिंगल बेल जिंगल ओल ध वे
सांता क्लोज़ इस कमिंग अलोंग राइडिंग इन अ स्लेज

આશા પારેખ પર રચાયેલ ગીતના કવિ છે ગૌહર કાનપુરી અને તેને સંગીત આપ્યું છે બપ્પી લાહરીએ. ગાનાર કલાકાર સુષમા અને લતાજી.

૦૧૩ની ફિલ્મ ‘મેરે જીની અંકલ’માં ટીકુ તલસાણીયા જીનીનો વેશ ધારણ કરે છે અને આ ગીત આવે છે:

जान्युआरी फेब्रुआरी अप्रैल मई
गुज़रे साल पूरा गिनते गिनते

ગીતકાર અને સંગીતકાર વંદના વાઢેરા અને ગાયું છે થોમસે.

આ સાથે વર્ષભરના તહેવારોના ગીતોનો સિલસિલો અહીં સમાપ્ત થાય છે.

ક્યાંક અધુરી માહિતી અપાઈ હોય તો ક્ષમસ્વ


નિરંજન મહેતા

A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.