





– નીતિન વ્યાસ
ઠુમરી: “મોરા સૈયાં મોસે બોલે ના”
सावन बीतो जाये पिहरवा
मन मेरा घबराये
ऐसो गए परदेस पिया तुम
चैन हमें नहीं आये
मोरा सैयां मोसे बोले ना
मैं लाख जतन कर हारी
मोरा सैयां मोसे बोले ना…..तू जो नहीं तो ऐसे पिया हम
जैसे सूना अंगना
नैन तिहारी राह निहारे
नैनन को तरसाओना
मोरा सैयां मोसे बोले ना….
प्यार तुम्हें कितना करते हैं
तुम ये समझ नहीं पाओगे
जब हम ना होंगे तो पिहरवा
बोलो क्या तब आओगे
मोरा सैयां मोसे बोले ना….
આ ઠુમરીની બંદિશ રાગ ખમાજ માં છે। ખમાજ શ્રૂંગાર રસનો રાગ કહેવાય અને મહદંશે રાત્રીના બીજા પ્રહરમાં ગાવામાં આવે છે, આ રાગમાં ખયાલ ની ગાયકી સાંભળવા મળતી નથી. ઠુમરી ગાયકી સાથે આ રાગની ગજબની દોસ્તી છે.
मोरा सैयां मोसे बोले ना…..સદી પુરાણી આ ઠુમરી કોણે રચી તેનો તાગ મળી શક્યો નથી.
પતયાળા ઘરાણાના ઠુમરી ગાયક 1922ની સાલમાં જન્મેલા ઉસ્તાદ અમાનત અલી ખાં પેટી (હાર્મોનિયમ) અને સાથે તેમના બંધુ ઉસ્તાદ ફતેહ અલી ખાં સૂર મંડલ વગાડે અને પોતાની બંદિશો રજુ કરતા। 1972માં તેઓનો સ્વર્ગવાસ થયો પણ એક જૂનું ધ્વનિમુદ્રણ -રેકોર્ડિંગ અહીં પ્રસ્તુત છે.
આ જ બંદિશ તેમના ભાઈ એ પોતાના અવાજ માં ફરી રેકર્ડ કરી – જમાવટ કરી છે:
ઉસ્તાદ ફતેહ અલી ખાં
શબ્દો -બંદિશ અને એજ રાગ ખમાજ, પણ સ્ટિરિઓ રેકર્ડિંગ, પેટી અને સૂરમંડલને સ્થાને પિયાનો, ગિટાર એન્ડ ડ્રમ્સ !! ગાયક ઉસ્તાદ શફાકત અમાનત અલી, શ્રી અમાનત અલી ખાં સુપુત્ર:
શ્રી શંકર મહાદેવન એક એવાર્ડ કાર્યક્રમમાં:
રાજસ્થાનના લોક ગાયક શ્રી મે મે ખાન સાથે અમેરિકન શ્રી કાર્ષ કાલ
કલકત્તાનાં શ્રી ગાર્ગી ઘોષ
શ્રી નાગેશ કુન્નરે બનાવેલી ફિલ્મ “હૈદરાબાદ બ્લ્યુઝ” શ્રી અશોક ગાંધર્વ
શ્રી સુસ્મિતા મિત્ર, બંગાળી ફિલ્મોનાં પાશ્વ ગાયિકા, અહીં રાગ ખમાજ સાથે બિહાગનું સુંદર મિશ્રણ સાંભળવા મળે છે
ગાયક શ્રી રાજદીપ ચેટરજી, કીબોર્ડ શ્રી સયંતન,,ડ્રમ ઉપર શ્રી મનોજ અને બેન્ડનું નામ IMX:
“Fuzon” નામનું પાકિસ્તાની બૅન્ડ,, મુખ્ય ગાયક શ્રી શફાકત અમાનત અલી અને તેમ ના ગાયન ને મધ્યસ્થ બનાવેલી વિડિઓ ફિલ્મ:
MTV MUSIC AWARD થી સન્માનિત શ્રી શ્રુતિ ધસમાના
કલકત્તા નાં “બિહાન મ્યુઝિક” નામે કામ કરતી સંસ્થા દ્વારા પ્રસ્તુતિ: ગાયિકા શ્રી સુદેષ્ણા પૌલ
ઉત્તર પ્રદેશ સંગીત નાટક અકાદમીના મહોત્સવ માં આ ગીત સાથે કથ્થક નૃત્ય
શ્રી રૂપ રાની દાસ નું ભરતનાટ્યમ
સરળ કર્ણ પ્રિય બંદિશ ઉભરાતા ગાયકમાં એટલી જ લોક પ્રિય છે: ઇન્ડિયન આઇડલ સ્પર્ધા માં બે સ્પર્ધક – પ્રસન્ન જીત :અને રાજ દીપ
જ્યોતિ મિશ્રા
સુજાત અલી ખાં: સારેગમ 2009
આ પ્રસ્તુતિ માં ઠુમરીનો રસસ્વાદ નથી લખ્યો, આખું કાવ્ય સમજવું સહેલું છળ અને કોઈ અઘરા ઉર્દુ શબ્દો નથી, પણ તે ને ઠેકાણે આપણે આ સુમધુર રાગ ખમાજ માં આ બંદિશ નું રૂપ સમજીયે:
શ્રી મયૂર ચોધરી : સંગીત ગુરુ
એકાદ આવાજ સંગીત વર્ગ માં શીખતી કુ. મૈંથીલી ઠાકુર
આડવાત :
આજ કાલ કરતાં પ્રતિમાસ વેબગુર્જરી ઉપર દર્શાવાતી બંદિશ એક, રૂપ અનેક નો આ 48મો મણકો થયો, એટલે કે ચાર વર્ષ થયાં.
શ્રી નીતિન વ્યાસનો સંપર્ક nadvyas2@gmail.com સરનામે કરી શકાશે.
સંપાદકીય નોંધ:
‘આજ કાલ કરતાં પ્રતિમાસ વેબગુર્જરી ઉપર દર્શાવાતી બંદિશ એક, રૂપ અનેક નો આ 48મો મણકો થયો, એટલે કે ચાર વર્ષ થયાં’’ એ વાત સામાન્ય અર્થમાં બહુ મહત્ત્વની નથી જણાતી. પરંતુ જ્યારે એક જ બંદિશનાં અનેક સ્વરૂપો પરની થીમની લેખમાળાના સંદર્ભમાં તેનો વિચાર કરીએ તો તેનું મહત્ત્વ અનેવિધ પરિમાણોમાં જોવા મળે છે.
‘એક ગીત, અનેક સ્વરૂપ’ લેખમાળાની શરૂઆત થઈ રહી હતી ત્યારે નીતિન ભાઈએ ‘બંદિશ એક, રૂપ અનેક’ શ્રેણીનિ જવાબદારી ઉપાડી લેવાનું સામેથી માગી લીધું ત્યારે કોઈ એક વાચક સામેથી આગળ આવીને એકાદ બે લેખ નહીં પણ આખી શ્રેણી ચલાવવાનો પ્રસ્તાવ મૂકે તે અનુભવ જ સાવ નવો અને અનોખો હતો.
આ ઉપરાંત ૪૮ હપ્તામાં નીતિનભાઈએ વિષય પસંદગીમાં જે વૈવિધ્ય જાળવ્યું છે તે તો અમારી કલ્પના બહારની હકીકત છે.
આ દરેક વિષય્ની પસંદગી આ વિષયનું માત્ર સારૂં એવું જ્ઞાન, તેમાં ઊંડો રસ જ નહીં, પણ સાથે સાથે સારૂં એવું સંશોધન કરવા માટે સમય ફાળવવાની પ્રતિબધ્ધતા પણ માગી લે છે.
વેબ ગુર્જરીના સહુ વાચકો વતી નીતિનભાઈને આટલી સફળતાથી આ મુકામ સુધી પહોંચવા બદલ હાર્દિક અભિનંદન પાઠવવાની સાથે આ શ્રેણી હવે પછીની શતકનું સીમાચિહ્ન પાર કરે તેવી શુભેચ્છા પણ આપણે પાઠવીએ.– સંપાદકો, વેબ ગુર્જરી.
નીતિનભાઈ ખુબ મહેનત કરીને આ બધું યોગ્ય રીતે રજુ કરી શકે છે. તેમને અભિનંદન.
નવીન બેન્કર
Excellant effort for the past four years and many more to come. Hasmukh Doshi
શ્રી નીતિનભાઈના અકલ્પનિય સંશોધન ભગીરથ કાર્યને હાર્દિક અભિનંદન ?
Nitinbhai
abhinandan
નીતિનભાઈ ,
ખૂબ મઝા આવી ખમાઝ રાગમાં ઠુમરીથી શરુઆત અને ખમાજ રાગ નું લેશન પણ આપ્યું .
તમને સલામ.
તમારા ચાર વર્ષના ભગીરથ સંશોધન કાર્યને ખોબલે ખોબલે અભિનંદન.
વાહ, વાહ!