





નિરંજન મહેતા
આ લેખમાં હવે R અક્ષ્રરથી શરૂ થતી ફિલ્મોનાં શીર્ષક, કે જે અગાઉ આવી ગયેલ કોઈ ફિલ્મગીત પર આધારિત છે તેની રજૂઆત છે.
૧૯૫૩મા આવેલી ફિલ્મ ‘આહ’માં ગીત છે
राजा की आयेगी बारात, रंगीली होगी रात
मगन मै नाचूंगी हो मगन मै नाचूंगी
નરગીસ પર આ ગીત રચાયું છે જેને સ્વર સાંપડ્યો છે લતાજીનો. શૈલેન્દ્ર રચિત આ ગીતને સંગીત આપ્યું છે શંકર જયકિશને.
राजा की आयेगी बारात આ નામની ફિલ્મ આવી હતી ૧૯૯૬મા
૧૯૫૪ની ફિલ્મ ‘શબાબ’માં એક હાલરડું છે
हो हो हो चंदन का पलना रेशम की डोरी
झुला झुलाउ निंदिया को ठोरी
નુતન માટે આ હાલરડું ભારતભૂષણ ગાય છે જેને મંદ સ્વર સાંપડ્યો છે હેમંતકુમારનો. આગળ જતાં તેમાં ભિક્ષુકોને ગાતા દેખાડ્યા છે જે હેમંતકુમાર અને લતાજીના સ્વરમાં છે. શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત નૌશાદનું.
આ ગીતના વચ્ચેના શબ્દો रेशम की डोरी શીર્ષકવાળી ફિલ્મ આવી હતી ૧૯૬૧મા.
૧૯૬૫ની ફિલ્મ ‘શહીદ’નું અતિ પ્રચલિત ગીત છે
ओ मेरा रंग दे बसंती चोला मेरा रंग दे
આ ગીતના કલાકારો છે મનોજકુમાર, પ્રેમ ચોપરા અને અન્ય. પ્રેમ ધવનના શબ્દો છે અને સંગીત પણ તેમનું છે. સ્વર આપ્યો છે મહેન્દ્ર કપૂર, મુકેશ વગેરેએ.
આ ગીત ભગતસિંહને લગતી અન્ય ફિલ્મોમાં પણ મુકાયું છે. પણ બધાની વીડિઓ લિંક નથી મૂકી.
रंग दे बसंती શીર્ષકવાળી ફિલ્મ આવી હતી ૨૦૦૬મા
૧૯૬૭ની ફિલ્મ ‘જ્વેલથીફ’માં ગીત છે
रात अकेली है, बुझ गए दिये, आ के मेरे पास,
जो भी चाहे कहिये, जो भी चाहे कहिये,
દેવઆનંદને પટાવવા તનુજા આ ગીત દ્વારા પ્રયત્ન કરે છે. ગીતના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત છે એસ.ડી.બર્મનનું. સ્વર મળ્યો છે આશા ભોસલેનો.
रात अकेली है આ નામની ફિલ્મ આવી હતી ૨૦૦૦માં.
૧૯૮૨ની ફિલ્મ ‘નમકહલાલ’માં ગીત છે
रात बाकी बात बाकी होना है जो होने दो
પરવીન બાબી અને શશીકપૂર પર આ ગીત રચાયું છે. જેને સ્વર મળ્યો છે બપ્પી લહેરી અને આશા ભોસલેનો. ગીતના શબ્દો છે અનજાનનાં અને સંગીત બપ્પી લહેરીનું.
रात बाकी ફિલ્મ ૨૦૧૬મા આવી હતી.
૧૯૯૫ની ફિલ્મ ‘અકેલે હમ અકેલે તુમ’નું ગીત છે
राजा को रानी से प्यार हो गया
पहली नझर में खुमार हो गया
આમીરખાન અને મનીષા કોઈરાલા આ ગીતના કલાકાર છે જેને સ્વર મળ્યો છે ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકનો. ગીતના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત છે અનુ મલિકનું.
આ ગીત ફિલ્મમાં બે વાર આવે છે.
राजा को रानी से प्यार हो गया આ શીર્ષકવાળી ફિલ્મ આવી હતી ૨૦૦૦મા.
લેખને અનુરૂપ બહુ જુજ ફિલ્મો મળી હોવાથી લેખ નાનો લાગશે.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com