





– હિરણ્ય વ્યાસ
‘અમોર ફાતી’ એ લેટીન શબ્દ સમુહ છે. જેનો અર્થ થાય છે; નશીબ સાથે પ્રેમ યા પોતાના નશીબથી ચાહત. : AMOR FATI – love of fate, the welcoming of all life’s experiences as good, Learn To Love Your Fate, :‘અમોર ફાતી’ એ આપણું વલણ નક્કી કરવા વપરાય છે. તેમાં આપણે સઘળું થતું જોઇએ છીએ જરુર મુજબ સહન કરવાનું યા નુકશાન પણ જોઇએ છીએ. ચાહે તે કોઇને ગમે યા ન ગમે. ઝેન વિચારધારા મુજબ શાંતિથી સ્વીકાર્ય રહે છે. અને આપણી ફિલોસોફી અનુસાર ‘જે કાંઇ થાય છે તે સારા માટે થાય છે.’ થોમસ એડીસન ઘર પર રાત્રી ભોજન લઇ રહ્યા હતાં. એક માણસ દોડતો દોડતો તેનાં ઘરમાં ધસી આવ્યો અને કહ્યું કે પ્રયોગશાળામાં આગ લાગી છે અને તેમનું સઘળું સંશોધન બળીને ખાક થઇ ગયું છે. હવે તમે કલ્પના કરી શકો છો કે એડીસને કેવી રીતે પ્રત્યાઘાત આપેલ હશે? એડીસન કેટલો વ્યથીત થઇ ગયો હશે? કે રાડો નાંખતા હશે? શા માટે મારી સાથે આમ બન્યું? યા તો દિગ્મુઢ કે વિહવળ બની ગયો હશે કે તીવ્ર પીડા માં હશે! આમાંનું કશું જ એડીસન સાથે જોવા ન મળ્યું. એડીસને તેનાં દિકરાને વિનંતી કરી કે જા અને તારી માતાને બોલાવી લાવ. એડીસને ઉત્તેજના સાથે તેનાં દિકરાને માને બોલાવવા જણાવ્યું કે: “તમને આવી આગ ફરી કદી જોવા મળશે નહી.” આવી પરિસ્થિતિ મુજબ સહજ પણે જણાતું હતું કે એડીસને પોતાનું મગજ ગુમાવેવી દીધેલ છે. એડીસનનાં બધાજ પ્રયોગો, ચીજ વસ્તુ એ ફરી શક્ય બની નહી શકે, જે લેબોરેટરીમાં હતું અને હવે બળીને ખાખ થઇ ગયેલ છે. એડીસનની સ્વસ્થતાની ઉંચાઇ તો એ હતી કે જ્યારે તેણે કહ્યું: “ચિંતા કરશો નહી. જે છે એ બરોબર છે.” એડીસને કહ્યું : “મારી બધી જ ભુલો તેમજ બીન જરુરી- વાહીયાત ક્ચરો બળી ગયો છે.” એડીસન એ કંઇ ભગ્ન હ્રદયનો તો ન હતો, તેનામાં પુન: જીવન શક્તિનો સંચાર પણ થયેલ હતો. 67 વર્ષની ઉંમરે 10 લાખ ડોલરનાં નુકશાન છતાં પણ આ કિસ્સામાં એડીસને ‘અમોર ફાતી’નું સાચું દ્રષ્ટાંત પેશ કરેલ છે. તમારા નશીબને સ્વીકારવાનું અને તેને પ્રેમ કરવાનું ભલે ને ગમે તેવી પરિસ્થિતી કેમ ન હોય? ‘અમોર ફાતી’ નો અભિગમ જીવનનાં હરેક ક્ષેત્રે ઉપયોગી બની શકે છે. શા માટે? આપણા જીવનમાં જે તાકાત છે તે આપણું નશીબ સ્વીકારવાને એટલું તો તીવ્ર હોય છે કે તમને લાગે છે કે તમારા માટે કશું જ અશક્ય હોતું નથી. તમે માનો છો કે દરેક માટે તેનો હેતુ હોય છે અને આ હેતુ ને કાર્યાંવિત અને હકારાત્મક બનાવવો એ આપણા પર નિર્ભર છે. મૅનેજમૅન્ટ ક્ષેત્રે યોગ્ય પ્રતિસાદ આપવાની મહત્વની વાત થયેલ છે.
સ્ટીફન કોવી નો90/10 નિયમ કહે છે કે; 10% જીવનનાં તમારી સાથે જે ઘટે તેનાં લીધે બને છે. 90% જીવન તમે તે અંગે કેવી પ્રતિક્રિયા આપો છે, તેનાં લીધે બને છે. આનો અર્થ શું થાય? આપણી સાથે જે 10% ઘટના બને છે આપણું તેનાં પર કોઇ જ નિયમન હોતું નથી. આપણે તે અટકાવી પણ શકતા નથી. ગાડી બ્રેક ડાઉન થવાની હોય છે તો આપણે તેમાં ક્શું જ કરી શકતા હોતાં નથી. આ 10% ઉપર આપણું કોઇ જ નિયંત્રણ હોતું નથી. અન્ય 90% પર તમે નિર્ણય લઇ શકો છો. કેવી રીતે? તમારા પોતાની પ્રતિ ક્રિયા દ્વારા. તમે ટ્રાફિક સીગ્નલની લાલ લાઇટ નિયંત્રીત કરી શકતાં નથી પરંતુ તમે તમારી પ્રતિક્રિયા નિયંત્રીત કરી શકો છો. લોકો તમને મુર્ખ ન બનાવે યા ન માને. તમે કેવી પ્રતિક્રિયા આપો છો તે નિયંત્રીત કરી શકો છો. આપણે એક ઉદાહરણ જોઇએ. તમે સવારનો નાસ્તો લઇ રહ્યા છો. તમારી દિકરી દુધનો ગ્લાસ લઇ ડાઇનીંગ ટેબલ આવતી હોય છે ત્યારે જ તેને ઠેસ વાગે છે અને તે દુધનો ગ્લાસ તમારા ચાનાં કપ સાથે અથડાય છે અને ચા ઢોળાઇ તમારા શર્ટ પર પડે છે. આ જે થયું છે તેનાં પર તમારો કોઇ જ કાબુ ન હોતો. પરંતુ તે પછી જે થવાનું છે તે તમારી પ્રતિક્રિયા નક્કી કરશે. તમે દિકરીને ઠપકો આપો છો. એટલું જ નહી બલ્કે દિકરીને સખત રીતે વઢો છો. તે ભાંગી પડે છે અને રડે છે. તેને વઢ્યા બાદ તમે તમારી પત્નિને ચાનો કપ ટેબલ નાં કિનારે રાખવા બદલ ટીકા કરો છો. તમે શર્ટ બદલવા માટે તમારા રુમમાં ધસી જાવ છો અને પાછા આવો છો ત્યારે પણ તમારી દિકરી બાકી નાસ્તા પર જ ધ્રુસકે ધ્રુસકે રડતી હોય છે, તેને સ્કુલે જવા તૈયાર થવાનું બાકી છે. તે તેની સ્કુલ બસ ચુકી જાય છે. તમે ગાડી કાઢો છો અને તમારી દિકરીને સ્કુલે મુકી આવો છો. 15 મીનીટ મોડા પડવાની સાથે તમે સ્કુલે આવી પહોંચો છો. આખરે ઓફિસે પહોંચો છો ત્યારે 20 મીનીટ મોડા હો છો. ત્યારે તમને ખબર પડે છે કે તમે ઓફિસ બેગ લાવવાનું તો ભુલી જ ગયા છો. જ્યારે તમે સાંજે પાછા ઘરે પહોંચો છો ત્યારે તમે તમારા પત્નિ તથા દિકરી સાથેનાં સંબંધમાં નાના ખટકાનો અહેસાસ કરો છો. શા માટે? કારણ તમે સવાર સવારમાં કેવી રીતે પ્રતિક્રિયા આપી. શા માટે તમે તમારો દિવસ ખરાબ બનાવ્યો?
A) શું ગરમ દુધ તે માટે કારણભુત છે?
B) તે માટે શું તમારી દિકરી કારણભુત છે? કે
C) તમે પોતે તે માટે જવાબદાર છો?
જવાબ છે : “C”
વાસ્તવમાં જે થાય છે તે 10% પર તમારું કોઇ જ નિયંત્રણ નથી. અન્ય 90% તમારી પ્રતિક્રિયાથી નક્કી થાય છે. અયોગ્ય પ્રતિસાદ સંબંધ બગાડશે, મિત્ર ગુમાવવામાં કારણ બનશે, મનોભાર ઉભો થશે. વિગેરે… 90/10 નો સિધ્ધાંત આશ્ચર્યજનક છે. ઘણા ઓછા લોકો આ જાણે છે અને અમલમાં મુકે છે. પરીણામ? લાખો લોકો અયોગ્ય મનોદાબ, ટ્રાયલ પ્રશ્નો અને હ્રદયનાં દુ:ખાવાનો ભોગ બને છે. હવે પછી કોઇ પરિસ્થિતી પર પ્રતિક્રિયા આપો ત્યારે 90/10 નો સિધ્ધાંત યાદ રાખશો. ભાગ્ય તમારા હાથમાં નથી હોતું પણ નિર્ણય તમારા હાથમાં હોય છે. ભાગ્ય તમારો નિર્યણ નથી બદલી શકતો પણ તમારો નિર્ણય ભાગ્ય બદલી શકે છે. આજ કરેલ આપણો પુરુષાર્થ કાલનું ભાગ્ય નિર્માણ કરે છે. માટે યોગ્ય કામ કરતા રહીએ. નાની નાની વાતો થી આપણું જીવન બનતું રહે છે તો સારી બાબતો પરત્યે જાગ્રત રહીએ.
આપણી ટેવ જ આપણને આગળ વધારી રહે યા વિકાસ કરતા અટકાવતી હોય છે. રીએક્શન નહી પરંતુ રીસ્પોન્સ: તમારી સાથે જે બને છે એ જીવન નથી, તમે કેવી પ્રતિક્રિયા આપો છો એ જીવન છે. જીવન એ બોલાવાયા છે. તમારા જીવનનાં દરેક ક્ષેત્ર તમારા બોલ છે. તમે તમારા જીવનનાં સર્જક છો. તમે તમારી જીવન કથનીનાં લેખક છો. તમે તમારા જીવનનાં ચિત્રપટનાં નિર્દેશક છો. જે તમે તમારા જીવન માટે નક્કી કરો છો તે તમને તમને પ્રાપ્ત થઇ રહેલા છે. મનની જેવી વૃત્તિ હોય તેવી જ જીવનની ગતિ સર્જાય છે. આપણા પ્રતિસાદને ઓળખીએ અને વ્યાજબી પ્રતિક્રિયા થકી યોગ્ય પરિસ્થિતીનું સર્જન કરીએ.
*****
આ શ્રેણીના લેખક શ્રી હિરણ્ય વ્યાસનાં સંપર્ક સૂત્ર: મો.: 98254 33104 Email: hiranyavyas@gmail.com Web. www.hiranyavyas.yolasite.com
*****
(નોંધ: આ પૉસ્ટમાં ઉપયોગમાં લેવાયેલ દરેક ચિત્રના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ અબાધિત છે. અહીં તેમનો ઉપયોગ માત્ર ચર્ચાના સંદર્ભને સમજવામાં સરળતા રહે તે ઉદ્દેશ્યથી કરાયો છે.)
very nice …..રીએક્શન નહી પરંતુ રીસ્પોન્સ: તમારી સાથે જે બને છે એ જીવન નથી, તમે કેવી પ્રતિક્રિયા આપો છો એ જીવન છે. જીવન એ બોલાવાયા છે.very practical approch