





ગુલફિશા કુરેશી
શાળા: ઓરીએન્ટલ હાયર સેકંડરી સ્કૂલ
ઘણા વર્ષો પહેલાંની વાત છે, એક નગરમાં એક નાનકડું કુટુંબ રહેતું હતું. તે કુટુંબમાં એક જાજરમાન વૃદ્ધ ડોશી, તેમનો પુત્ર અને પુત્રવધુ રહેતા હતા. જમાનો ભલે બદલાયો પરંતુ એ વૃદ્ધ ડોશી કે જેમનું નામ રાબિયામાઁ હતું, તેમની મનોસ્થિતિ જરા પણ બદલાઈ નહોતી. તેઓ પોતાના નિયમોને રૂઢિચુસ્તપણે વળગી રહેતાં. એકવાર એવું બન્યું કે, તેમની પુત્રવધુ પોતાના પતિ સાથે સોનાના દાગિના ખરીદવા ગઈ. ત્યાં તેમની પુત્રવધુને એક ઘણો કીમતી હાર પસંદ પડ્યો. તેણે તેના પતિને એ હાર અપાવવાની વાત કરી. તેના પતિએ તેને એ હાર અપાવ્યો. એ હારની કિંમત એ સમયે લગભગ 50 હજાર હતી. બંને પતિ-પત્ની હાર ખરીદીને ઘેર પાછાં આવ્યાં. તેની પત્નિ એ હાર પોતાની સાસુ રાબિયામાઁને બતાવવા ઘણી ઉત્સુક હતી. તેણે એ હાર પોતાની સાસુને હોંશે હોંશે બતાવ્યો. પરંતુ રાબિયામાઁને તો ચિંતા હતી કે આ હારની કિંમત કેટલી હશે? ઘણો જ કીમતી હાર લાગે છે ! મારા પુત્રએ આ હાર પાછળ કેટલા રૂપિયા ખર્ચયા હશે ?
રાબિયામાઁના મનમાં તો ચલણ પણ જૂનુંને બધી વસ્તુઓની કિંમત પણ જૂની ઠસાયેલી હતી. તેમણે થોડો ખચકાટ રાખી પુત્રવધુને તેની કિંમત પૂછી જ લીધી. પુત્રવધુએ તરત કહ્યું કે, “રાબિયામાઁ આ હારની કિંમત 50 હજાર છે !”
રાબિયામાઁને તો આ સાંભળી જોરદાર હ્રદયનો ઝાટકો લાગ્યો. તેમને તો એટેક આવી ગયો અને તે ત્યાં જ પડી ગયા. તેમનો પુત્ર ત્યાં હાજર હતો. તે તરત જ તેની માઁને હૉસ્પિટલ લઈ ગયો. રાબિયામાઁ તો સાજા થઈ ગયાં અને ડૉક્ટરે તેમના પુત્ર તથા પુત્રવધુને સલાહ આપી કે રાબિયામાઁની સામે એવી કોઈ પણ વાત ન કહેતા જેથી તેમને ઝટકો એટલે કે આઘાત લાગે.
ત્યારથી પતિ-પત્નિ બંને બધી વસ્તુની કિંમત રાબિયામાઁના જમાના પ્રમાણે કહેવા લાગ્યા. આ વાતને થોડા દિવસો વીતી ગયા. એક દિવસ રાબિયામાઁના પુત્રને તેના મિત્રો સાથે કાશ્મીર જવાનું થયું. થોડા દિવસ ત્યાં ફર્યાં પછી પાછા આવતા તેણે ત્યાંથી રાબિયામાઁ માટે કાશ્મીરી સાલ તથા સૂકો મેવો ખરીદ્યો. ઘેર આવીને તેને રાબિયામાઁને સાલ આપી. રાબિયામાઁ તો એ જોઈ ખુશ તો થઈ ગયાં પરંતુ ફરી મનમાં એની કિંમત વિશે ચિંતા કરવા લાગ્યાં. તેમણે પોતાના પુત્રને એની કિંમત પૂછી, તેમના પુત્રએ એટેકવાળી ઘટના પછી વિચાર્યું જ હતું કે રાબિયામાઁને એમના જમાનાની કિંમત કહેવી. તેણે રાબિયામાઁને તે સાલની મૂળ કિંમત કરતાં અડધાથીય ઓછી કિંમત કહી. રાબિયામાઁને કાંઈ ખાસ ફરક પડ્યો નહીં.
બે-ત્રણ દિવસ પછી તેમની પાડોશણ રાબિયામાઁને મળવા આવી રાબિયામાઁએ તેમની પાડોશણને એ સાલ બતાવી. પાડોશણને એ સાલ ખૂબ ગમી. તેમણે રાબિયામાઁને એ સાલની કિંમત પૂછી, એમણે તો એટલી જ કિંમત તેને કહી જેટલી તેના પુત્રએ એને કહી હતી.
એમની પાડોશણને તો સાલની કિંમત સાંભળી ઘણું જ આશ્ચર્ય થયું. તેમણે રાબિયામાઁને કહ્યું, “હું તમને એટલી જ કિંમત આપું છું. તમે આ સાલ મને આપી દો. ફરી જ્યારે તમારા પુત્રને કાશ્મીર જવાનું થાય ત્યારે તેની સાથે બીજી મંગાવી દેજો.” તેમની પાડોશણને એ સાલ એટલી ગમી ગઈ કે એ તેને ના ન કહી શકી અને તેની મૂળ કિંમતથી અડધાનાથીય ઓછી કિંમતમાં આપી દીધી.
સાંજે જ્યારે એમનો પુત્ર ઘેર આવ્યો ત્યારે રાબિયામાઁએ એમના પુત્રને એ ઘટનાની માંડીને વાત કરી. પુત્રને તો આ સાંભળી કાંઈ જ ભાન રહ્યું નહીં. એ બોલી પડ્યો કે, “રાબિયામાઁ એ સાલની કિંમત તો આ હતી. રાબિયામાઁને ખૂબ ચિંતા થઈ. એમણે વિચાર્યું કે, મેં આ સાલ તેની મૂળ કિંમતના અડધાથીય ઓછામાં આપી દીધી. રાબિયામાઁને ફરીથી ઝટકો લાગ્યો અને એટેક આવ્યો. પુત્ર તેમને હૉસ્પિટલમાં લઈ ગયો. રાબિયામાઁ તો ફરી સાજા થઈ ગયા અને ડૉક્ટરે સલાહ આપી કે, તેમની આગળ એવી કોઈ વાત ન કરતા જેથી તેમને ઝટકો લાગે અથવા આઘાત લાગે. હવે, પતિ-પત્નિ વિચારતાં જ રહી ગયાં કે રાબિયામાઁને વસ્તુની મૂળકિંમત કહેવી કે એમના જમાનાની ??
૨૦૧૮ની સ્પર્ધાની વાર્તા
‘વાર્તા મેળો’ સ્પર્ધાનું આયોજન દર્શા કિકાણી આત્મન ફાઉન્ડેશન, અને વિચારવલોણું પરિવાર, અમદાવાદ તેમ જ પ્યોરિટી ફ્લેક્ષ લિ., વડોદરા,ના સહયોગથી કરે છે.
સંપર્ક: દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com
કાશીનું કરવત,આવતાય વ્હેરે અને જતાંય વ્હેરે
મીયા ચોરે મૂઠે તો અલ્લા ચોરે ઊંટે
વાહ, વાહ, ઉમાકાન્તભાઈ!
Aa banne kahevato no arth
shun thay U.bhai?
બહુ સરસ વાર્તા. દરેક પેઢી ને પોતાના જમાનાની કિંમત મગજ માં ખોડાઈ જાય છે.
લેખકને તમારા અભિનંદન પાઠવી દઈશું!
जुना जमानाना लोको पोताना स्वभावमां जल्दी फेरफार नथी करी शकता. एमने बधुं ज पोताना वखतनी ज कीमत समजाय छे. शीतळा के पोलीयो नाबुद केम थयेल छे ए एमना मगजमां दाखल करवुं अघरुं छे. हवे शाळाना बाळको पोतानी रीते होंशीयार थता जाय छे. नाना बाळकोने मोबाईल उपर जोई मोटी उमरना लोकोने न समाजाय एवी नवीनता जोवी पडे छे.
બાળકોની સાથે સાથે વડીલોએ પણ નવી દુનિયા નવી નજરથી જોવી પડે!