





નિરંજન મહેતા
ગણપતિ વિસર્જનની કળ હજી વળી નથી ત્યાં તો રાસની રમઝટનો સમય આવી ગયો – જી હાં, નવરાત્રિ. જો કે ગરબા સ્ટાઈલમાં ઘણા ગીતો છે પણ તે નવરાત્રિનાં સંદર્ભમાં નથી. જે થોડાક મળ્યા છે તેની વિગતો આ સાથે આપી છે.
૧૯૫૫મા આ જ નામની – ‘નવરાત્રિ’ ફિલ્મ આવી હતી જેમાં ગીત છે:
अंबे तू है जगदम्बे काली
जय दुर्गा खप्पर वाली
વિડીઓમાં ફક્ત રફીસાહેબ અને આશા ભોસલેના અવાજ સંભળાય છે એટલે ક્યા કલાકારો પર આ ગીત રચાયું છે તેની જાણ નથી. કદાચ શિર્ષક ગીત હોઈ શકે. જો કે મુખ્ય કલાકારો છે સપ્રુ, એસ.એન. ત્રિપાઠી અને નિરૂપા રોય.
ગીતના શબ્દો ભરત વ્યાસના અને સંગીત ચિત્રગુપ્તનું.
૧૯૭૯ની ફિલ્મ ‘સુહાગ’નું આ અતિ પ્રચલિત નવરાત્રિ ગીત છે:
हेय नाम रे सबसे बड़ा तेरा नाम
शेरोवाली ऊंचे डेरोवाली बिगड़ी बना डे मेरे काम
મંદિરમાં અમિતાભ બચ્ચન અને રેખા દાંડિયા સાથે આ ગીત ગાય છે. ગીતને સ્વર મળ્યો છે રફીસાહેબ અને આશા ભોસલેનો. ગીતકાર આનંદ બક્ષી અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ.
૧૯૯૭ની ફિલ્મ હતી ‘ગુલામ એ મુસ્તફા’. તેનું નવરાત્રિનું ગીત મુખ્ય કલાલ્કારો નાના પાટેકર અને રવિના ટંડન પર નહીં પણ અન્ય કલાકરો પર ફિલ્માવાયું છે.
ગીતને કંઠ મળ્યો છે અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણનો. શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત છે રાજેશ રોશનનું.
નવરાત્રિની લગોલગ છે શરદપૂનમ. પણ તેને લગતું એક જ ગીત ધ્યાનમાં આવ્યું છે:
ऐ शरद्पूनम की रात है हे जी रे
आज चंदर उगा है आकाश
૧૯૭૬ની ફિલ્મ ‘રક્ષાબંધન’નું આ ગીત સારિકા પર ફિલ્માવાયું છે. સ્વર છે ઉષા મંગેશકરનો. ગીતના શબ્દો કવિ પ્રદીપજીના અને સંગીત સી.અર્જુનનું.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com