સ્ત્રી અને (પુરુષ) સમાજ

Facebooktwitterredditpinterestlinkedinmail

વિમળા હિરપરા

આજે સમાજમાં સ્ત્રી ને ખાસ તો નિર્દોષ ને અબુધ એવી કુમળી બાળાઓ સાથે અને સામુહિક બળાત્કારની શરમજનક ધટનાઓ વધી રહી છે. સમજાતુંનથી કે જે દેશમાં અજાણી સ્ત્રીને બેન, દિકરી કે મા તરીકે સન્માન અપાતું, જયા પરાઇ ઓરત માટે જાન આપનાર મરદો હતા, જ્યા બેન કેભાઇના સંબોધન સાથે અત્યાચારીણા હાથ થંભી જતા, જ્યા બહારવટીયા કે એવા તોફાની તત્વો કે વિધર્મી પણ રાખડીની આંટ નિભાવતા એજ સમાજમાં આજે એવી અધમ કક્ષા ઉતરી ગયો છે કે જયા વાડ ચીભડા ગળે એવા શરમજનક બનાવો બનવા લાગ્યા છે. બહાર તો ઠીક પણ કહેવાતા ઘરના લોકો પણ કયારેક ભક્ષક નીકળે છે.    વિચારતા એવું લાગે છે કે કોઇ પણ પરિવર્તન રાતોરાત તો નથી આવતું. જેમ ધરતીકંપ કે જ્વાળામુખી ફાટે એ પહેલા ધરતીના પેટાળમાં બહુ ઉંડે ઉંડે ઉથલપાથલ ચાલતી જ હોય છે. આપણે તો છેવટની પ્રકિયા કે પરિણામ જોઇએ છીએ. આજ પ્રમાણે સમાજમાં આવતા પરિવર્તન સારા કે ખરાબ માટે લાંબા સમયની પ્રકિયા જવાબદાર હોય છે. મારી સમજણ પ્રમાણે કદાચ આમ હોઇ શકે.

ટોળામાં ભટકતો માણસ સ્થાયી થયો. ત્યા સુધી સ્ત્રી પુરુષના સબંધોનું કોઇ નામ નહોતું. બાળકો આખા ટોળાની જવાબદારી ગણાતા. એટલે જ કહેવાતુ કે એક બાળકને માણસ બનાવવા આખા ગામની જરુર પડે

પછી ખેતીવાડી શરુ થઇ ને એને લગતા આનુસંગિક વ્યવસાય ઉભા થયા.માણસ એક જગ્યાએ વસવાટ કરતો થયો. માનવબાળકને ખેતી ને બીજા વ્યવસાય શીખવા માટે લાંબા સમયની સ્થિરતા ને માર્ગદર્શનની જરુર પડી. એ રીતે એના સંપુર્ણ વિકાસનો ગાળો ને માબાપ કે સમાજના અન્ય સભ્યો પરનું અવલંબન વધ્યું. ધર સ્ત્રી ને પુરુષના સહકારથી ને સમાજ આવા યુગલોના સહકાર એમ પરસ્પરના આધારે સમાજ રચાયો.

શારીરિક ક્ષમતા પ્રમાણે સ્ત્રી બાળઉછેર કરે કારણકે માનવબાળકને પુખ્ત બનતા બીજા સજીવોની સરખામણીમાં વધારે સમય લાગતો.એટલે સ્ત્રી ઉપર બાળઉછેર   ને ઘરસંભાલને પુરુષપર આજીવિકાને પરિવારની રક્ષા કરવાની જવાબદારી આવી. આમ આજીવિકાના સાધનો પર લાંબો સમય પુરુષોનો કબજો રહ્યો. આપણે ત્યા પ્રાચીન સમયથી વિદ્યાપ્રાપ્તિ માત્ર પુરુષોને જ લભ્ય હતી. સ્ત્રીઓને તો ઘરમાં જેકાંઇ જીવનોપયોગી જ્ઞાન ઘરની વડીલ સ્ત્રીઓ પાસેથી શીખવાનું. મુખ્યતવે રસોઇ, બાળઉછેર ,ઘરકામ. ખપપુરતુ વાંચનલેખન.એરીતે પુરુષોની સરખામણીમાં બહારની દુનિયાના જ્ઞાનમાં સ્ત્રીઓ પાછળ રહી ગઇ.

એ સાથે આપણી મનુસ્મૃતિ પ્રમાણે એને પોતાના સ્વબચાવ માટે પણ પિતા,ભાઇ, પતિ ને પુત્રને  આજીવન ‘બોડીગાર્ડ’ નીમીને એને શારીરિક સ્તરે પાંગળી ને પરાધીન બનાવી દીધી. એણે પોતાનું રક્ષણ જાતે કરવુ જોઇએ એ ખ્યાલ જ નાબુદ કરી નાખ્યો.

જુઓ આપણા શાસ્ત્રો. આપણી સીતા કેટલી બહાદુર ને બળવાન હતી કે પરશુરામના ધનુષ્યથી એ સાત વરસની ઉંમરે રમતી હતી!. એના સ્વયંવરમાં રાવણ જેવો શકિતશાળી મરદ પણ એ ધનુષ ઉઠાવી નહોતો શક્યો. એ જ રાવણ વનવાસ સમયે સીતાનું હરણ કરી ગયો. કારણ! સીતાને પોતાના બાહુબળ કરતા રામના બાહુબળ પર વધારે ભંરોસો હતો.અથવા હવે એના પતિ કે દિયર પર એના રક્ષણની જવાબદારી છે એવો સામાજિક નિયમ.એટલે એ છેક સુધી રામ ને લક્ષ્મણને સહાય માટે પુકારતી રહી. એ જ રીતે દ્રૌપદી.અગ્નિસુતા. ધારે તો દુશાઃસન કે દુર્યોધનને મહાત કરી શકે. પણ પોતાના વીરપતિઓને કોઇ કાયર કહી ન જાય! એ પતિઓની સહાય રાહ જોતી રહી ને રાહમાં એની લાજ લુંટાઇ ગઇ.   એ જ ક્રમમાં આપણી રજપુત રમણીઓ. બહાદુર હતી. રાજકન્યાઓ તો હથીયાર વાપરી જાણતી. તો પણ આ જ સામાજિક વલણ કે બૈરી જોપોતાના રક્ષણ માટે આગળ આવે તો પુરુષનો અહમ ધવાય. એટલે રણસંગ્રામમાં પતિ ખપી જાય તો પોતાનું ને પરિવારનું રક્ષણ કરવા લડવાને બદલે પોતાની જાતને અગ્નિને હવાલે કરી દેતી.

રજપુત યુગ આથમ્યા પછી બાકીની પ્રજામાં પોતાની સ્ત્રીઓની રક્ષા કરવાની તાકાત નહોતી ને વિદેશી આક્રમણ વધતા જતા હતા પરિણામે સ્ત્રીઓને લાજ, ઘુંઘટ ને પરદા ને ઓઝલમાં છુપાવી રાખવામાં આવી. પણ કોઇએ એને એના સ્વબચાવ માટે તૈયાર કરવાનો વિચાર ન કર્યો.

લાંબા સમય પછી દિકરીઓમાટે શિક્ષણનૂ પ્રભાત ઉગ્યું. પણ એ સહશિક્ષણ નહોતું. કુમારશાળા ને કન્યાશાળા. એટલે એકબીજાના સંપર્કમાં આવે નહિ. એ શિક્ષણ પણ દિકરીઓ માટે મર્યાદિત હતું. થોડુ અક્ષરજ્ઞાન. પ્રાથમિક કક્ષાનું. હજુ પણ બહાર જવા આવવા પુરુષનો આધાર જરુરી મનાતો. એકલી સ્ત્રી મુસાફરી નકરી શકતી. એ સમયે શારીરિક સલામતી ઓછી હતી. પછીના સમયમાં શિક્ષણનો વ્યાપ વધ્યો ને એ શીક્ષીત બની.તો પણ એને બહાર નોકરી કરવાની છૂટ નહોતી. આજીવિકાના સ્ત્રોતો પર હજુ પણ પુરુષોનો એકહથ્થૂ અધિકાર હતો. એ સાથે ‘provider’ તરીકેનો અહમ જોડાયેલો હતો. જેમ એ સમયે ઘરકામમાં જરાપણ મદદ

કરનારને ‘બાયલો’ કહીને હાંસી કરાતી. એટલે પિતા કે પતિ  પોતાના ઘરના સ્ત્રીવર્ગને બહારના ક્ષેત્રે કામ કરાવવા રાજી નહોતા.  એસમય પણ ગયો ને સ્ત્રીઓ બહાર કામ કરતી થઇ ને આખરે આર્મીથી માંડી ને વડાપ્રધાનના પદ પર પંહોચી ગઇ. સમાજના દરેક ક્ષેત્રે છવાઇ ગઇ જે  જગ્યા પર અત્યાર સુધી પુરુષોનો એકાધિકાર હતો. પરિણામે એ પુરક મટીને હરીફ લાગવા માંડી. એમાં પણ સ્ત્રી બોસના હાથ નીચે કામ કરવામાં હાથ નીચેના પુરુષને નાનમ ને માનહાનિ અનુભવાતી. પરિણાજે એજ જાતની અદેખાઇ નફરત ને તિરસ્કારની ભાવના ઉભી થઇ.    સ્ત્રીદાક્ષિણ્યની ભાવના ઓસરવા લાગી.

અત્યાર સુધી અલિપ્ત જાતિ હવે ઓફિસ,બસ, ત્રેન, પ્લેન એમ દરેક જગ્યાએ આમને સામને થવાના પ્રસંગો સામાન્ય કે અનિવાર્ય થઇ ગયા. હવે સ્ત્રી અબળા મ ટીને સબળા  થઇ. સમાજના કેટલાક સંકુચિત મનોવૃતિ ધરાવતા લોકોને આ ખુંચતું.  આપણે નોકરી ધંધા મર્યાદિત ને એમાં આ બહેનો નવા હરીફ તરીકે ઉમેરાઇ. પરિણામે યુવાનોમાં બેકારીમાં વધારો થયો.   નવરા બેઠા નખ્ખોદ વાળે કે બીજુ કાઇ?

એમાં આ ટેકનોલોજી ઉમેરાણી. અત્યાર સુધી સ્ત્રીપુરુષોના જાતિય સંબધ પ્રછ્ન્ન બાબત હતી. હવે ઘરના એકાંતમા  કે પાછલી ગલીમાં યુવાન છોકરા ને છોકરીઓ ને વયસ્ક યુગલો પણ આવી બ્લુ ફિલ્મો જોવે છે.

અત્યાર સુધી આ જાતિય જ્ઞાન વિષે કોઇ વ્યવસ્થિત શિક્ષણ અપાયુ નથી. આ વિષયને સુગ તરીકે જોવાયો છે. જોકે આ પણ એક દંભ જ છે. આપણા ધર્મ ને સંસ્કૃતિમાં બ્રહ્મચર્ય ને સંયમનો બહુ મહિમા ગવાયો છે. હકીકતમાં આપણા બધા દેવો સપરિવાર છે ને આપણા ઋષિમુનિઓ પણ ગૃહસ્થ છે. કામનો આવેગ શંકર જેવા દેવને પણ ચલિત કરી ગયો છે. આપણા પુરાણોમાં આવા તપસ્વી ઋષિમુનિઓના સ્ખલનના ઉદાહરણ પ્રસિધ્ધ છે. તો સામાન્ય માણસનુ શું ગજુ? એટલે તો વિવાહપ્રથા અસ્તિત્વમાં આવી છે કે માણસના કામાવેગ પર કાબુ રહે. કારણ કે એક કરતા અનેક શય્યાસાથીઓ અનેક જાતિય રોગો નોતરે છે

એટલે જરુર છે આકાચી ઉંમરના ને અજ્ઞાન યુવકયુવતીઓને  સાચું શિક્ષણ આપવાની.  બીજી એક વાત એ પણ છે કે અત્યાર સુધી બહેનોનો પોશાક મર્યાદાસર હતો. ભલે બેકલેસ કાપડા ને એવા કપડા પહેરાતા પણ પહેરનારને મનમાં પોતે  કોઇ વિજાતીય વ્યકિતનું દયાન ખેંચવા કે પોતે ‘સેક્સી ‘લાગે છે. એ બતાવવાનો બિલકુલ ભાવ નહોતો. કપડા શરીરના રક્ષણ માટે હોય. એક સ્વભાવિક વલણ. હવે ફેશનના નામે ‘સેક્સી ‘દેખાવા ને વિજાતીય વ્યકિતનું દયાન ખેંચવા જ પ્રયત્ન થતો હોય એવું લાગે.  એમાથી કયારેક દારુ ને દેવતા ભેગા થઇ જાય ને કયારેક નિર્દોષ  પણ આ આવેગનો ભોગ બની જાય.

ખેર, સમયના વહેણને વાળી તો શકાતુ  નથી. એટલે બહેનો ને યુવાન સ્ત્રીઓએ બ્યુટિપાર્લરની વિઝીટો કમ કરીને પોતાના બચાવ માટે જરુરી કૌશલ્ય વિકસાવવું જ રહ્યું.  હવે ઘરના ખુણામાં સંતાઇ બેસી રહેવું પોસાય એમ નથી, ને કોઇ વીરલો તમારા રક્ષણ માટે તલવાર તાણીને ઉભૌ રહેશે એ વાતમાં માલ નથી.સૌએ પોતાના  તુંબડે જ તરવાનું છે.   


સુશ્રી વિમળા હિરપરાનાં સંપર્કસૂત્રો vshirpara@gmail.com

1 comment for “સ્ત્રી અને (પુરુષ) સમાજ

  1. Bharti
    October 6, 2018 at 7:40 am

    Sundar, Swanjevo jevo lekh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *