૧૦૦ શબ્દોની વાત : જેટલું વધારે કહીએ….

તન્મય વોરા

જ્યાં સુધી મેં – “જેટલું વધારે બોલશો, તેટલું ઓછું વેંચશો” – નહોતું સાંભળ્યું ત્યાં સુધી, જ્યારે પણ મારૂં બાળક નખરાં કરતું, ત્યારે હું ગુસ્સે થઇને ઉપદેશ આપવા મંડી પડતો.

ધ્યાનપૂર્વક શ્રવણ નેતૃત્વની શરૂઆત છે. કોઇપણ સંધર્ષમય સ્થિતિમાં, પ્રતિક્રિયા આપી દેવી સ્વાભાવિક છે.પૂરી સમસ્યા સમજ્યા સિવાય જ, આપણે કંઇ પણ કહી/સમર્થન કરી બેસીએ છીએ.

થોડી વાર વિચાર કરી, ખુલ્લા સવાલ પૂછવા એ વધારે ઈચ્છનીય વિકલ્પ છે. કંઇ પણ પ્રતિસાદ આપતાં પહેલાં,જરા થોભીને, શ્રવણ પણ કરવું જોઇએ. પૂરેપૂરૂ સાંભળવું એટલે પૂરેપૂરૂં ધ્યાન આપવું.

છોકરાંઓની બાબતમાં આ જેટલું ઉપયોગી છે, તેનાથી પણ વધારે ટીમમાં ઉપયોગી છે. પ્રતિસાદ અને પ્રતિકિયાવચ્ચેની આ બહુ મહત્વની ભેદરેખા છે.


આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનાં સંપર્ક સૂત્રઃ

· નેટ જગત પર સરનામું : QAspire.com

· ઈ-પત્રવ્યવહારનું સરનામું:tanmay.vora@gmail.com


Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.