





રાજવી પઢિયા
શાળા- આગાખાન શાળા, સિધ્ધપુર
એક ગામડું હતું તેમાં એક ગાંડાલાલ રહેતો હતો. એની માનું નામ ટુનટુન હતું. ગાંડાલાલની ચાર પત્ની હતી.પહેલી પત્નીનું નામ ચેરી હતું. બીજી પત્નીનું નામ બેરી હતું. ત્રીજી પત્નીનું નામ જેરી હતું. અને ચોથી પત્નીનું નામ મેરી હતું. એક દિવસ ગાંડાલાલે તેની પહેલી પત્નીને બોલાવી કહ્યું, “મને કેરીનો રસ પીવાની ઇચ્છા થઈ છે. તો તું મારા માટે કેરીનો રસ બનાવ. થોડી વાર પછી ચેરી પાછી આવી અને તેના હાથમાં કેરીના રસનો વાટકો હતો. ગાંડાલાલ તેના હાથમાંથી વાટકો ખેંચીને રસ પી ગયો. ગાંડાલાલે કહ્યું, “વાહ રસ તો સરસ છે.” ચેરી કહે,“એ તો હોય જ ને કારણ કે મેં રસની અંદર પીળા રંગનું ઍસિડ નાખ્યું હતું.” ગાંડાલાલે કહ્યું, “ચેરી તે એવું શા માટે કર્યું ?” ચેરી કહે,“મેં ક્યાંક સાંભળ્યું છે કે કોઈપણ વસ્તુની અંદર ઍસિડ નાખવાથી તે સાફ થઈ જાય છે.”
બીજે દિવસે બેરીએ ગાંડાલાલને કહ્યું, “ચાલોને ફિલ્મ જોવા જઈએ.” બેરી તેના નામ પ્રમાણે બેરી હતી. તેને સરખું સંભળાતું નહોતું. ગાંડાલાલે કહ્યું,“સારું ચાલ”. બેરી અને ગાંડાલાલ બંને ફિલ્મ જોવા ગયા. થિયેટરમાં એક બહેને બેરીને કહ્યું, “જરા ખસો ને !” બેરી એ ખસો ને બદલે ભસો સાંભળ્યું. એટલે બેરી જોર જોરથી ભાઉં ભાઉં ભસવા લાગી. ગાંડાલાલે પૂછ્યું,“બેરી, તું ભાઉં ભાઉં કેમ બોલે છે ?” બેરી કહે,“મને ભસવા માટે પેલા બહેને કહ્યું !”
ત્રીજે દિવસે ટુનટુને જેરીને બોલાવીને કહ્યું, “હું સવિતા સાથે ફરવા જાઉં છું. તું મારી અને સવિતાની બસની ટિકિટ કરાવી દે.” બધી વહુમાં જેરી સૌથી હોશિયાર હતી. જેરીએ ટુનટુનને પૂછ્યું, “મમ્મી, ક્યાંની ટિકિટ કરાવી છે ?” ટુનટુન કહે, “મહાલક્ષ્મીમંદિરની.” તો જેરી કહે,“સાથે સાથે વૃદ્ધાશ્રમની પણ કરાવી દઉં. મંદિરથી વૃદ્ધાશ્રમ નજીક પડશે.”
થોડીવાર પછી મેરી ગાંડાલાલ પાસે આવી અને કહ્યું, “ચાલો ને આજે મારે ડ્રેસ લેવા જઉં છે. પેલા મુકેશભાઈનીદુકાનમાંથી. ગાંડાલાલ કહે ઠીક છે ચાલ. પછી ગાંડાલાલે પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો. “સાહેબ, નીલનગર આગળ મુકેશભાઈની દુકાન છે, એ જરાક સી.સી.ટી.વી.માં જોઈને કહો ને કે તે ખુલ્લી છે કે બંધ ?” ઑફિસરે પૂછ્યું,“કેમ ભાઈ તમારે શું કામ છે ? ગાંડાલાલે કહ્યું,“આ તો મારે દુકાને જવાનો ધક્કો ના થાય એટલે.”
એક દિવસ સવારના પહોરમાં ચેરી આવી અને ગાંડાલાલને ઢંઢોળતા કહ્યું, “રસોડામાં ચોર ઘૂસ્યો છે. અને મેં કાલે જ બનાવેલી મીઠાઈ ખાઈ ગયો છે.” સાલો એ જ લાગ નો છે. એમ કહી ગાંડાલાલ પડખું ફેરવી પાછા સૂઈ ગયા.
એક વખત ગાંડાલાલ બજારમાં ગયા. ત્યાં આગળ કૂવામાં બધા ગોળાકાર ઊભા ઊભા જોતા હતા. અને કૂવામાં કંઈક પડી ગયું છે એમ બોલતા હતા. ગાંડાલાલ પણ નજીક જઈને કૂવામાં જોવા લાગ્યા. ત્યાં તો ગાંડાલાલના મોઢામાંથી તેમનું બત્રીસું કૂવામાં પડી ગયું. ગાંડાલાલ તો ગભરાઈ ગયા. ત્યાં ભેગા થયેલામાંથી એક ભાઈ બોલ્યા, “અલ્યા ગાંડાલાલ, તમને સૌથી વધુ શું ભાવે છે ?” ગાંડાલાલ કહે,“ભજિયાં.” પેલા ભાઈ કહે, “તો નાખો કૂવામાં ભજિયાં અને તેની સુગંધથી બત્રીસું હમણાં ઉપર આવશે !” ગાંડાલાલે તો ભજિયું કૂવામાં નાખ્યું તો તરત જ તેની સુગંધથી બત્રીસું ઉપર આવ્યું અને ગાંડાલાલના મોઢામાં પાછું જતું રહ્યું.
એક કલાકમાં વધુમાં વધુ ચીજો કોણ ખાઈ શકે છે એની હરીફાઈ ગામમાં હતી. ગાંડાલાલ એમાં સહેલાઈથી વિજેતા બન્યા. ત્રણ કિલો લાડવા સાત કિલો ભજિયાં બે કિલો ઊંઘિયું અને બે કિલો સાબુદાણાની ખીચડી એમણે સાફ કરી નાખી. રૂપિયા 101નું પહેલું ઇનામ એમને અપાતું હતું ત્યારે એમણે પોતાના મિત્રોને વિનંતિ કરી કે, કોઈએ આ વાત તેમના પરિવારવાળાને કરવી નહીં. ગાંડાલાલ કહે, “કહી દેશો તો આજે સાંજે મને જમવાનું નહીં મળે!!”
૨૦૧૮ની સ્પર્ધાની વાર્તા
‘વાર્તા મેળો’ સ્પર્ધાનું આયોજન દર્શા કિકાણી આત્મન ફાઉન્ડેશન, અને વિચારવલોણું પરિવાર, અમદાવાદ તેમ જ પ્યોરિટી ફ્લેક્ષ લિ., વડોદરા,ના સહયોગથી કરે છે.
સંપર્ક: દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com
લાંબા વખત પછી Webgurari મળ્યું આભાર
सीधपुरना राजवी पढीयानी आ पोस्टमां मजा आवी.
भजीयुं कुवामां नाख्युं अने बत्रीसुं उपर…
आ वात कोईने कहेता नहीं . કહી દેશો તો આજે સાંજે જમવાનું નહીં મળે!!”
વાર્તાઓમાં બાળસહજ ગમ્મત છે!
સરળ ભાષા, સૂંદર શૈલી, સારા પ્રસંગો ના મણકાઓની સૂગંધી માળા !