એક બંદિશ, અનેક રૂપ – ૪૭ – "તેરી કટીલી નિગાહો ને મારા"

Facebooktwitterredditpinterestlinkedinmail

નીતિન વ્યાસ

પદ્મશ્રી, પદ્મભૂષણ સહિત અનેક પ્રતિષ્ઠિત સન્માન અને પુરસ્કારથી સન્માનિત ડો. રાહી માસૂમ રાઝાની લખેલી એક નજાકતભરી રચના જે બનારસી થાટની ઠુમરી (દાદરા)રૂપે ખુબ લોકપ્રિય થઇ.


તેના શબ્દો છે:


तेरी कटीली निगाहों ने मारा
निगाहों ने मारा मारा


अदाओं मे मारा हाँ
तेरी कटीली निगाहों ने मारा
तेरी नज़र से जो कोई नज़र लडाएगा
वो दिल पे चोट कलेजे पे तीर खायेगा
तरह तरह से सरे राह कलबलायेगा
कही पनाह ज़माने मे नहीं पायेगा
जिधर ये जाएगा ज़ालिम ये कहता जायेगा
तेरी कटीली निगाहों ने मारा

कही किसी को ये तलवार बनके मार गए मार
कही किसी को ये तलवार बनके मार गए
कही ये ज़ुल्फ़ सी सियावार करके मार गयी
गले पड़ी जो कही
गले पड़ी जो कहीं हार बनके मार गई
अजीब लाल रूफ यार बनके मार गई
हुजुर ए मालिको कैसी मार गई
तेरी कटीली निगाहों ने मारा
तेरी कटीली अदाओं मे मारा मारा मारा
तेरी कटीली निगाहों ने मारा

શબ્દો સરળ અને સમજાય તેવા છે,

પ્રથમ સાંભળીયે શ્રી કૌશિકી ચક્રવર્તીને, રાગ માંજખમાજ:

શ્રીમતી શોભા ગુર્તું:

ઠુમરી અને અન્ય ગાયકી પરનાં ઊંડા અભ્યાસી અને સંશોધન ક્ષેત્રે નામનાં મેળવનાર ડો. ધનશ્રી પંડિત રાય

પંડિત શ્રી રાજ કાળેનાં સુપુત્રી અને શિષ્યા શ્રી અમૃતા કાળે

અવધ અને ભોજપુરી લોકાયિકા પદ્મશ્રી માલિની આવસ્થી એક સંગીત કાર્યક્રમમાં:

એક સંગીત કાર્યક્રમનાં ઑડિશનમાં ભાગ લેવા આવેલ શ્રી કોનયન વારસી

(સ્વરની શુદ્ધતા સરસ છે)

આ રચનાનો ફિલ્મમાં ઉપયોગ:

સાલ 2015માં પાકિસ્તાન અને ભારતના સહ નિર્માણ બનેલી ફિલ્મ – “જાંનિસાર”-ના દિર્ગ્દર્શક પદ્મશ્રી શ્રી મુઝફર અલી હતા, જેઓ એ  1981ની સાલમાં “ઉમરાવજાન”, જેમાં મુખ્યભૂમિકામાં રેખા હતી, બનાવેલી.

“જાંનિસાર” ફિલ્મમાં ભારતીય અને પાકિસ્તાનના કલાકારો અને ક્સ્બીઓએ ભાગ લીધો હતો. ગીતો ડો.રાહી માસુમ રાઝાના હતા, સંગીત મુઝફર અલી અને ઉસ્તાદ શફાકત અલીખાનનું હતું।

ફિલ્માંકન થયેલું આ ગીત માલિની અવસ્થીના અવાજ માં સાંભળો:

ફિલ્મમાં ફોટોગ્રાફી કલાત્મક હતી, તેમાં નાયિકાની ભૂમિકા પાકિસ્તાની કલાકાર પર્નિયા કુરૈશી એ ભજવેલી, તેઓ એક ફેશન ડિઝાઈનર છે, કુચ્ચીપુડી નૃત્યશૈલી નાં અભ્યાસી અને મુંબઈમાં રહે છે.

મુજરા વિષે તેમનો વાર્તાલાપ:

આ ઠુમરીના કવિવર શ્રી રાહી માસુમ રાઝા 1 સપ્ટેમ્બર 1927 ના રોજ ગામ ગંગોલી, જિલ્લો ગાજીપુર, ઉત્તર ભારત માં જન્મ્યા અને તેમનો સ્વર્ગવાસ 15 માર્ચ

ડો. રાહી માસુમ રાઝા

1992 ને દિવસે મુંબઈમાં થયો. તેઓ શરૂઆતમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટી સાથે જોડાયેલા હતા અને હિન્દી સાહિત્ય (Hindustani Literature) માં  PhD ની ઉપાધિ મેળવેલી।

છેલ્લા 30 વર્ષ થી તેઓ હિન્દી ફિલ્મ જગત સાથે જોડાયેલા હતા. કેટલી એ ફિલ્મોની પટકથાઅને સંવાદો લખ્યા છે,  જેવીકે નીમ કા પેડ, મૈ તુલસી તેરે આંગનકી, લમ્હે, આલાપ, કર્ઝ, બાત બન જાય, હમ પાંચ, ગોલમાલ, જુદાઈ વગેરે સફળતાની યાદીમાં છે. તેમના લખેલાં પુસ્તકોમાં ટોપી શુક્લ, દિલ એક સાદા કાગઝ, ઓસ કી બુંદ, સીન નં. 75 વગેરે પ્રખ્યાત છે. 1965 ની સાલમાં ભારત – પાકિસ્તાન ના યુધ્ધ માં શાહિદ થયેલા વી જવાન શ્રી અબ્દુલ હમિદ ના જીવન પર લિખિત ઉપન્યાસ “છોટે આદમીકી બડી કહાની” પુરસ્કારથી નવાજિત થયેલી।

પણ આપણે બધા ડો. રહી માસુમ રાઝા ને યાદ કરીયે છીએ “મહાભારત” માટે. આ સિરિયલની સ્ક્રિપ્ટ તેમણે તૈયાર કરેલી. શ્રી બી. આર. ચોપરાએ “મહાભારત” સિરિયલ બનવાનું નક્કી કરેલું અને કોની પાસે પટકથા લખાવવી તે નક્કી ન હતું, અને તેમાં પણ એક મુસ્લિમ બિરાદર લખશે તે તો તેમના સ્વપ્નમાં પણ ન હતું.

એક દિવસ જયારે આ બાબત ચર્ચા ચાલતી હતી તે વખતે નસીબજોગે ડો. રાઝા ચોપરા સાહેબની ઓફિસમાં આવી ચડ્યા. તેમણે “મહાભારત” લાખવામાટે પોતાની ઈચ્છા બતાવી. ચોપરાએ કહ્યું કે આવા મહાન ગ્રંથ ઉપર નિર્ધારિત પટકથા માટે તમારી તૈયારી શું છે?

ડો. રાઝા એ કહ્યું, “મેં જે લખ્યું છે તે સાંભળો” અને તેમણે મહર્ષિ વેદ વ્યાસ અને શ્રી ગણેશે સમયાન્તરે જે મહાનગ્રંથ લખતા ગયા તેની સાંકળતા સમય ને સૂત્રધાર બનાવી શરૂઆત કરી, “મૈં સમય હું …મૈં કભી રૂકતા નહીં ….હંમેશા આગે બઢતા રહેતા હું….” બસ સિરીયલની શરૂઆત માટે યોગ્ય પ્રારંભિક પરિચય આપતી કડી મળીગઇ, અને શ્રી ચોપરાએ શ્રી રહી માસુમ રાઝા ને “મહાભારત” સિરીયલની પટકથા લખવામાટે રોકી લીધા.

ડો. રાહી માસુમ રાઝ પોતાના માટે શું કહે તે વાંચવા જેવું છે:

मेरा नाम मुसलमानों जैसा है

मुझ को कत्ल करो और मेरे घर में आग लगा दो

मेरे उस कमरे को लूटो जिसमें मेरी बयाने जाग रही हैं

और मैं जिसमें तुलसी की रामायण से सरगोशी करके

कालीदास के मेघदूत से यह कहता हूँ

मेरा भी एक संदेश है।


मेरा नाम मुसलमानों जैसा है

मुझ को कत्ल करो और मेरे घर में आग लगा दो

लेकिन मेरी रग-रग में गंगा का पानी दौड़ रहा है

मेरे लहू से चुल्लू भर महादेव के मुँह पर फेंको

और उस योगी से कह दो-महादेव

अब इस गंगा को वापस ले लो

यह जलील तुर्कों के बदन में गढा गया

लहू बनकर दौड़ रही है।


શ્રી નીતિન વ્યાસનો સંપર્ક nadvyas2@gmail.com સરનામે કરી શકાશે.

2 comments for “એક બંદિશ, અનેક રૂપ – ૪૭ – "તેરી કટીલી નિગાહો ને મારા"

 1. NAVIN BANKER
  September 16, 2018 at 6:44 pm

  આજે તો સવારના પહોરમાં જ, આ એકમાત્ર ઇ-મેઇલ વાંચવામાં અને માણવામાં ખાસ્સો એક કલાક ગાળ્યો. મજા આવી ગઈ. રાહી માસુમ રજા વિશેની આટલી વિશદ માહિતી જાણીને આનંદ થયો.
  નવીન બેન્કર.

 2. Neetin D Vyas
  September 24, 2018 at 6:55 am

  I am in agreement with you.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *