ફિલ્મીગીતો સાથે સંકળાયેલ ફિલ્મના શીર્ષક (૧૧)

Facebooktwitterredditpinterestlinkedinmail

નિરંજન મહેતા

આ લેખમાં હવે P અક્ષ્રરથી શરૂ થતી ફિલ્મોનાં શીર્ષક, કે જે અગાઉ આવી ગયેલ કોઈ ફિલ્મગીત પર આધારિત છે તેની રજૂઆત છે.

સૌ પ્રથમ યાદ આવે છે ૧૯૫૭ની ફિલ્મ ‘નાગમણી’. જેમાં પ્રદીપજીના દર્દભર્યા કંઠે ગવાયેલું પ્રસિદ્ધ ગીત છે.

पिंजरे के पंछी रे
तेरा दर्द ना जाने कोई

હિજરતીઓની પાર્શ્વભૂમિમાં આ ગીત છે જેના રચયિતા છે કવિ પ્રદીપ અને સંગીત છે અવિનાશ વ્યાસનું.

पिंजरे के पंछी શબ્દોના શીર્ષકવાળી ફિલ્મ આવી હતી ૧૯૬૬.


૧૯૬૨ની ફિલ્મ ‘શિવપાર્વતી’નું ગીત છે

पलको की छाव में
ममता का पलना
खुशियों में झूमे रे
जुग जुग जिये मेरा ललना

રાગિણી આ હાલરડું ગાય છે જેને કંઠ મળ્યો છે આશા ભોસલેનો. પ્રેમ ધવનના શબ્દોને સજાવ્યા છે એસ.એન.ત્રિપાઠીએ.

આ જ ગીત બે વાર છે એમ જણાય છે પણ બીજા ગીતનો વીડિઓ જોતા પહેલું ગીત જ દર્શાવાય છે.

पलको की छाव में શબ્દો લઈને બનેલ શીર્ષકવાળી ફિલ્મ આવી હતી ૧૯૭૭મા.


૧૯૬૬ની ફિલ્મ ‘બદતમીઝ’નું ગીત છે

पहला पहला प्यार है ये पहला पहला प्यार
क्या जाने क्या हो गया है दिल है बेकरार

શમ્મીકપૂરના પ્રેમમાં પડેલી સાધના પર આ ગીત રચાયું છે જેને કંઠ આપ્યો છે સુમન કલ્યાણપુરે. હસરત જયપુરીના શબ્દોને સંગીત આપ્યું છે શંકર જયકિસને.

पहला पहला प्यार શબ્દોના શીર્ષકવાળી ફિલ્મ આવી હતી ૧૯૯૪મા.


૧૯૬૭ની ફિલ્મ ‘અનિતા’નું ગીત છે

तुम बीन जीवन कैसे बीता
पूछो मेरे दिल से

મનોજકુમાર માટે આ ગીત ગાયું છે મુકેશે જેના શબ્દો છે રાજા મહેંદી અલી ખાનના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

पूछो मेरे दिल से નામની ફિલ્મ આવી હતી ૨૦૧૩મા.


૧૯૭૭ની સુપરહિટ ફિલ્મ ‘અમર અકબર એન્થની’માં એક કવ્વાલી રૂપે ગીત છે જે રિશીકપૂર નીતુ સિંહને ઉદ્દેશીને ગાય છે.

शबाब पे मै ज़रा शराब फेंकुंगा
कीसी हसी की तरफ ये गुलाब फेकुंगा

परदा है परदा परदा है परदा
परदे के पीछे परदा नशीं है

આનંદ બક્ષીના શબ્દોને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે અને સ્વર છે રફીસાહેબનો

આ ગીત તેના મુખડાને લઈને પણ ત્યાર પછીના શબ્દો परदा है परदाને કારણે બહુ પ્રચલિત થયું હતું અને તેથી परदा है परदा આ શબ્દોને લઈને બનેલી ફિલ્મ આવી હતી ૧૯૯૨મા.


૧૯૭૯માં આવેલી ફિલ્મ ‘સરગમ’નું ગીત છે

परबत के उस पार परबत के उस पार
गूँज उठी छम-छम मेरी पायल की झंकार

મૂંગી જયા પ્રદાના મનોભાવને શબ્દો આપ્યા છે આનંદ બક્ષીએ અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સાથમાં છે રિશીકપૂર. ગીતના ગાયક કલાકારો છે રફીસાહેબ અને આશા ભોસલે.

परबत के उस पार આ નામની ફિલ્મ આવી હતી ૧૯૮૮મા.


૧૯૮૮ની ફિલ્મ ‘કયામત સે કયામત તક’નું યુવા પેઢીનું ગીત છે

पापा कहते है बड़ा नाम करेगा
बेटा हमारा ऐसा काम करेगा

કોલેજના સમારંભમાં આમીરખાન આ ગીત ગાય છે જેના શબ્દો છે મજરૂહ સુલાતાનપુરીના. સંગીત છે આનંદ મિલિંદનું અને સ્વર છે ઉદિત નારાયણનો.

पापा कहते है શીર્ષકવાળી ફિલ્મ આવી હતી ૧૯૯૬મા.


આવું જ યુવાઓનું ગીત છે ૧૯૯૨ની ફિલ્મ ‘જો જીતા વો હી સિકંદર’નું.

શરૂઆતના શબ્દો બાદ ગીત શરૂ થાય છે જેના શબ્દો છે

पेहला नशा पेहला खुमार
नया प्यार है नया इंतेजार

આયેશા ઝુલ્કાના પ્રેમમાં આમીરખાન પોતાના મનોભાવ વ્યક્ત આ ગીતમાં કરે છે જેના શબ્દો છે મજરૂહ સુલાતાનપુરીના અને સંગીત જતિન લલીતનું. ગાયક કલાકાર છે ઉદિત નારાયણ અને સાધના સરગમ.

पेहला नशा નામની ફિલ્મ બે વાર આવી છે ૧૯૯૩મા અને ૨૦૧૬મા.


આ લેખમાં જણાવેલ ગીતો અને ફિલ્મ સિવાય પણ જો કોઈ પાસે વધુ માહિતી હોય તો તે આવકાર્ય.


નિરંજન મહેતા

A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

1 comment for “ફિલ્મીગીતો સાથે સંકળાયેલ ફિલ્મના શીર્ષક (૧૧)

  1. BHARGAV MEHTA
    September 15, 2018 at 11:21 pm

    very nice

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *