





– ચિરાગ પટેલ
पू.ऐ. ४.२९.७ (३९७) अपामीवामप स्त्रिधमप सेधत दुर्मतिम् । आदित्यासो युयोतना नो अँहसः ॥
હે સૂર્ય! અમને રોગો, શત્રુઓ, પાપો અને દુર્મતિના દુર્પ્રભાવથી દૂર રાખો.
આ શ્લોકમાં ઋષિ ઈરિમ્બિઠિ કાણ્વ સૂર્યને રોગ દૂર કરવા માટે પ્રાર્થના કરે છે. સૂર્યના કિરણો વડે અનેક પ્રકારના ચેપ દૂર થતાં હોવાની આપણી જાણકારી ઘણી પ્રાચીન હતી એ આ શ્લોક પરથી જાણી શકાય છે.
पू.ऐ. ४.३१.९ (४१७) चन्द्रमा अप्स्वाऽरुन्तरा सुपर्णो धावते दिवि । न वो हिरण्यनेमयः पदं विन्दन्ति विद्युतो वित्तं मे अस्य रोदसी ॥
રાત્રિમાં સૂર્યનો પ્રકાશ આકાશમાં સંચરે છે, પરંતુ અમારી ઇન્દ્રિયો એનો અનુભવ કરી શકતી નથી. ચંદ્રમાના માધ્યમથી જ પ્રકાશ મળે છે.
ત્રિત આપ્ત્ય ઋષિનો આ શ્લોક ઘણી જ અદભુત ખગોળીય ઘટના વિશેનું અવલોકન છે. તેમણે આપણને સમજાવ્યું કે રાત્રે પ્રકાશતા ચંદ્રને સૂર્યના કિરણો અજવાળે છે. પશ્ચિમનું વિજ્ઞાન 450 સામાન્ય સંવત્સર પૂર્વે થયેલા એનેકસાગોરસ નામના દાર્શનિકને આ તથ્યના શોધક તરીકે માને છે. વળી, ત્રિત આપ્ત્ય જણાવે છે કે, રાત્રિમાં સૂર્યનો પ્રકાશ તો હોય જ છે, પણ આપણે તે જોઈ નથી શકતા. એક ભારતીય તરીકે આપણે ચંદ્ર સૂર્ય વડે પ્રકાશે છે એ તથ્યના શોધક તરીકે ત્રિત આપ્ત્યને જ માન્ય રાખવા જોઈએ! સામવેદનો સમય નીચેના શ્લોક મુજબ 3800-3000 વર્ષ પૂર્વેનો હોવાથી ત્રિત આપ્ત્ય એનેકસાગોરસથી પહેલાં થઈ ગયા એમ માનવું ખોટું નથી!
पू.ऐ. ४.३२.५ (४२३) क्रत्वा महाँ अनुष्वधं भीम आ वावृते शवः । श्रिय ऋष्व उपाकयोर्नि शिप्री हरिवां दधे हस्तयोर्वज्रमायसम् ॥
ભીષણ શક્તિવાળા ઈન્દ્ર સોમરસનું પાન કરી બળ વધારે છે. પછી સૌંદર્યશાળી, શિરસ્ત્રાણ ધારણ કરનારા રથમાં ઘોડાઓ જોડનારા ઈન્દ્ર જમણા હાથમાં લોખંડનું વજ્ર અલંકાર રૂપે ધારણ કરે છે.
આ શ્લોકમાં ઋષિ ગોતમ રાહૂગણ સામવેદ કાળમાં લોખંડના શસ્ત્રો અને ઢાલ/બખ્તર વપરાતાં હોવાનો ઉલ્લેખ કરે છે. આધુનિક વિજ્ઞાન 3800-3200 વર્ષો પહેલા લોહયુગ શરુ થયો હોવાનું માને છે. એ પરથી સામવેદના સમયખંડને આપણે એટલો પુરાણો માની શકીએ.
पू.ऐ. ४.३३.७ (४३३) क ईं व्यक्ता नरः सनीडा रुद्रस्य मर्या अथा स्वश्वाः ।
હે વ્યક્ત કરનારા, એકસાથે રહેનારા, શ્રેષ્ઠ ઘોડાઓથી યુક્ત, મરુદગણોનો રુદ્ર સાથે શો સંબંધ છે?
વસિષ્ઠ મૈત્રાવરુણિ ઋષિ આ શ્લોકમાં મરુદગણો અર્થાત વર્ષાના વાદળોનો રુદ્ર સાથે સાથે કોઈ સંબંધ હોવાની સંભાવના બતાવે છે. જો અહીં રુદ્ર એ જ શિવ છે તો શિવ કૈલાસવાસી છે અને વર્ષાના વાદળો ત્યાં પહોંચતા સુધીમાં અટકી જાય છે. અહીં ઋષિ શું કોઈ ભૌગોલિક ઘટનાનો નિર્દેશ કરે છે? વળી, આ સામવેદનો એવો પહેલો શ્લોક છે જેમાં રૂદ્રનો ઉલ્લેખ છે.
पू.ऐ. ४.३४.२ (४३८) एष ब्रह्मा य ऋत्विय इन्द्रो नाम श्रुतो गृणे ।
ઋતુઓ અનુસાર કાર્ય કરનાર, બ્રહ્મા (જ્ઞાનયુક્ત), ઈન્દ્ર નામથી જે પ્રખ્યાત છે તેમની અમે પ્રાર્થના કરીએ છીએ.
આ શ્લોક ઋષિ ત્રસદસ્યુનો છે. અહીં સામવેદમાં પહેલીવાર બ્રહ્માનો ઉલ્લેખ થયો છે. બ્રહ્મા અહીં ઈન્દ્રના વિશેષણ તરીકે છે. બ્રહ્માનો અર્થ જ્ઞાની પણ કરી શકાય છે.
पू.ऐ. ४.३५.२ (४४८) अग्ने त्वं नो अन्तम उत त्राता शिवो भुवो वरुथ्यः ।
અગ્નિદેવ, આપ સ્તુતિ કરવા યોગ્ય, સહયોગી તથા શિવ (કલ્યાણકારી) બન્યા છો.
લૌપાયન ઋષિના આ શ્લોકમાં શિવ શબ્દનો પ્રથમવાર ઉપયોગ થયો છે. અગ્નિદેવના વિશેષણના અર્થમાં શિવ એટલે કલ્યાણકારી.
पू.ऐ. ४.३५.७ (४५३) वि स्त्रुतयो यथा पथा इन्द्र त्वद्यन्तु रातयः ।
હે ઈન્દ્ર ! જેમ નાના રસ્તા રાજમાર્ગમાં મળે છે, એવી રીતે આપનું દાન સર્વેને પ્રાપ્ત થાઓ.
આ શ્લોકમાં ઋષિ કવષ ઍલૂષ સામવેદ કાળના શહેરોના રસ્તાઓની બાંધણીનો નિર્દેશ કરે છે. એ સમયમાં શહેરોમાં મુખ્ય રાજમાર્ગ અર્થાત મોટો અને પહોળો રસ્તો હશે. આ મોટા રસ્તાને અનેકે નાના પથ આવી મળતાં હશે. સરસ્વતી નદીની સંસ્કૃતિના અવશેષોમાં આપણે આ પ્રમાણેના રસ્તાઓ જોઈ શકીએ છીએ.
શ્રી ચિરાગ પટેલનાં સપર્કસૂત્રઃ
· નેટજગતનું સરનામું: ઋતમંડળ
· ઈ-પત્રવ્યવહારનું સરનામું: chipmap@gmail.com
पू.ऐ. ४.२९.७ (३९७) अपामीवामप स्त्रिधमप सेधत दुर्मतिम् । आदित्यासो युयोतना नो अँहसः ॥
ભાષાની દૃષ્ટિએ આ અન્ય કરતાં વધારે જૂનો મંત્ર લાગે છે. અંહસ એટલે પાપ. ઋગ્વેદમાં પણ આ શબ્દનો ઉપયોગ થયો છે, પરંતુ પાછળથી વિકસેલી, આપણી પરિચિત સંસ્કૃત ભાષામાંથી આ શબ્દ નીકળી ગયો અને ‘પાપ’નો જ પ્રયોગ થવા લાગ્યો. બીજા શબ્દો પણ જોશો તો એમાંથી કોઈ શબ્દ યાદ નહીં આવે. તે સિવાયના મંત્રોમાં એવું નથી. ધ્વન્યાત્મક રીતે શબ્દો પરિચિત લાગે છે.
જો કે, पू.ऐ. ४.३२.५ (४२३)માં “અનુષ્વધં” નો અર્થ સમજવામાં મને મુશ્કેલી પડી. અનુષ પણ ઘસાઈને લુપ્ત થયેલો શબ્દ નથી લાગતો?
पू.ऐ. ४.३३.७ (४३३)માં મને પણ લાગે છે કે એ કોઈ ભૌગોલિક અથવા ખગોલીય ઘટના છે. રુદ્ર અને શિવ ક્યારે એકરૂપ થયા? ઋગ્વેદમાં રુદ્ર દેવોના વૈદ્ય છે. તે પછી રુદ્ર શબ્દ ‘ભયાનક ક્રોધિત’ એવા અર્થમાં પ્રચલિત થયો. શિવની કલ્પના આર્ય રૂપ છે કે એ પાછળથી સ્વીકૃત બન્યા? કારણ કે શિવ પર્વતવાસી છે. એમના સહચરો પણ વનવાસી અથવા પર્વતવાસી છે. વેદ અને ઉપનિષદ પછી વિકસેલી કલ્પનાઓમાં આપણા દેવો સુંદર મુખવાળા, ગૃહસ્થ્મ શહેરી, આધુનિક, સૌમ્ય છે. શિવનું રૂપ એનાથી તદ્દન જુદું છે. દક્ષપુત્રી સતી એમને જોતાં જ ડરી ગઈ હતી અને દક્ષ પ્રજાપિતાને પણ જમાઈ પસંદ નહોતો આવતો, તે ત્યાંસુધી કે યજ્ઞમાં આમંત્રણ પણ ન આપ્યું. એટલે જ કદાચ એમને ‘રુદ્ર’ નામ સાથે જોડી દેવાયા. પરિણામે રુદ્ર એટલે વૈદ્ય એ અર્થ પણ બદલી ગયો.
पू.ऐ. ४.३४.२ (४३८)ના ઋષિ ત્રસદસ્યુ અર્ધદેવતા પણ છે. દસ્યુ હતા પણ સ્વીકાર્ય બન્યા હતા એટલે સંપૂર્ણ દેવતા તો નહીં પણ અર્ધ દેવતા બન્યા, ઋભુગણ પણ અર્ધદેવતા ગણાય છે. મને યાદ છે ત્યાં સિધી મરુદ્ગણ પણ અર્ધ દેવતા શ્રેણીમાં છે.
છેલ્લે पू.ऐ. ४.३५.७ (४५३)માં ઉપમા કેટલી સુંદર છે! પરંતુ એની સ્ટાઇલ ઋગ્વેદની જ છે. ઉલ્ટી લાગુ પડે.મઝા આવી ગઈ.
દીપકભાઈ, તમારુ વિશ્લેષણ વાચી મને આનન્દ આનન્દ થઈ ગયો!
મારુ કામ આધુનિક સન્દર્ભો પુરતુ મર્યાદિત છે, જ્યારે તમે સર્વાન્ગી આયામ જુઓ છો!
આપણે ત્રસદસ્યુ એટલે દસ્યુઓને ત્રસ્ત કરનાર એવુ કહી શકીએ?
शाळा के कोलेजना अभ्यासक्रममां हवे नीयमीत फेरफार थाय छे अने एक ना एक पुस्तकने बदले दर बे चार वरसे नवा पुस्तक बहार पडे छे.
ए हीसाबे संस्कृत तद्दन आउट डेटेड थती जाय छे.