





– વલીભાઈ મુસા
(અછાંદસ)
ગર્વભેર વદતા આપણા ઘઇડિયાઓ,
તેઉની સોંઘવારીને બિરદાવતાં
અને અવ મોંઘવારીને ભાંડતાં,
તોલમોલ વગરનાં કટુ અને કચવાં વેણે!
ગર્વભેર વદતા કે ‘મારું વાલીડું, રૂપિયાનું અઢી શેર ઘી,
એક રૂપિયે અને બે આને મણ ઘઉં, તક મફત,
બકાલાસહ મરચાં-કોથમીર મફત, પરબે ઉદક મફત,
પણ હા, માનવી મોંઘાંમૂલાં પ્રેમભાવભાવે!
ગ્રામીણ, શહેરી કે રાનીજન મુખે,
શર્કરા-આવરણી શબ્દગુટિકાએ કહીએ તો,
બસ એક જ વાત કે,
માળી ખર-માદાના પેટ તણી આ મોંઘવારીએ તો હદ કરી!
કિંતુ, વસ્તીવિસ્ફોટ ડામવાના સઘળા ઈલાજો જ્યારે થાયે વિફળ,
આ એક મોંઘવારી જ વ્હારે આવતી, જ્યમ સર્પ સીધોદોર થાયે દર મહીં!
(શબ્દાર્થ: ઘઇડિયા=વયોવૃદ્ધજન; કચવું=ગંદુ, અશિષ્ટ; શેર=466.5 ગ્રામ; આનો=12 પૈસા; તક=છાશ; ઉદક=પાણી; રાનીજન=આદિવાસીજન;શર્કરા-આવરણી=Sugar-coated; ગુટિકા=ગોળી (Tablet); ખર-માદા=She-donkey)
* * *
સંપર્કસૂત્રો:
ઈ મેઈલ : Valibhai Musa <musawilliam@gmail.com> || મોબાઈલ : + 91-93279 55577
નેટજગતનું સરનામુ : William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) || વલદાનો વાર્તાવૈભવ || માનવધર્મ – જીવો અને જીવવા દો
સરસ વ્યંગ રજુઆત.
પહેલા કદી ન વાંચેલ….”આ એક મોંઘવારી જ વ્હારે આવતી, જ્યમ સર્પ સીધોદોર થાયે દર મહીં!”
સરયૂ પરીખ