Science સમાચાર (૪૬)

Facebooktwitterredditpinterestlinkedinmail

દીપક ધોળકિયા

() ભારત માટે ખરાબ સમાચાર

હાર્વર્ડની ટી. એચ. ચાન સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થના સંશોધકો દુનિયા માટે, અને ખાસ કરીને ભારત તેમ જ દક્ષિણ એશિયાના દેશો માટે ખરાબ સમાચાર લઈને આવ્યા છે. એમણે કાર્બન ડાયોક્સાઇડના વધતા પ્રમાણનો અભ્યાસ કરીને કહ્યું છે કે ૨૦૫૦ સુધીમાં એને કારણે ઘઉં અને ચોખા સત્ત્વહીન થઈ જશે અને પોષણ પૂરું પાડવાની એમની ક્ષમતા ઘટી ગઈ હશે. આની અસર એ થશે કે દુનિયાના ૧૭ કરોડ ૫૦ લાખ લોકો શરીરમાં ઝિંક (જસત)ની ઊણપનો શિકાર બનશે. એક અબજ કરતાં વધારે સ્ત્રીઓ અને બાળકો ભોજનમાંથી મળતા લોહથી પણ વંચિત થઈ જશે અની ઍનીમિયા તેમ જ બીજા રોગોનો શિકાર બનશે.

રિપોર્ટ કહે છે કે સૌથી વધારે સંકટ ભારતમાં આવશે. દેશના પાંચ કરોડ નાગરિકોને જસતની ઊણપ વર્તાશે અને બીજા ૩ કરોડ ૮૦ લાખ પ્રોટીનથી વંચિત થઈ જશે. ૫૦ કરોડ કરતાં વધારે સ્ત્રીઓ અને બાળકો લોહની ખામીથી થતા રોગોમાં સપડાઈ જશે. દક્ષિણ એશિયા, અગ્નિ એશિયા, આફ્રિકા અને પશ્ચિમ એશિયા (અખાતના દેશો)ના ઘણા દેશો પર પણ ભારે પ્રભાવ પડશે.

આજે દુનિયામાં બે અબજ લોકોને એક યા બીજું પૌષ્ટિક તત્ત્વ નથી મળતું. સામાન્ય રીતે પૌષ્ટિક તત્ત્વો વનસ્પતિમાંથી મળે છે. આપણે ૬૩ ટકા પ્રોટીન, ૮૧ ટકા લોહ અની ૬૮ ટકા ઝિંક ખેતીના પાકોમાંથી મેળવીએ છીએ. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જ્યાં ૫૫૦ પાર્ટ પર મિલિયન (ppm)છે ત્યાં લોહ અને ઝિંકનું પ્રમાણ ૩%થી ૧૭% ઓછું જોવા મળ્યું છે. અત્યારે આવા પ્રદેશોમાં પર્યાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ૪૦૦ ppm કરતાં ઉપર છે.

સંશોધકોએ ૧૫૧ દેશોમાં પોષણના દરજ્જા અને ભવિષ્યનું વિશ્લેષણ કર્યું છે. આ અભ્યાસ (The study) ૨૭ ઓગસ્ટ ૨૦૧૮ના Nature Climate Change સામયિકમાં પ્રકાશિત થયો છે.

સંદર્ભઃhttps://www.hsph.harvard.edu/news/press-releases/climate-change-less-nutritious-food/

0-0-૦

() મોટા આંતરડાના કૅન્સરમાં કોબીજ ફાયદાકારક

શાકભાજી ખાવાના ઘણા લાભ છે અને એના વિશે આપણે ઘણું જાણીએ છીએ. આમ છતાં, કયા શાકમાંથી મળતું રસાયણ શું કમ કરે છે તે વિગતવાર જાણતા નથી હોતા. હવે કોબીજ કે ફલેવર આંતરડાના કૅન્સરને રોકવાનું કામ કરતું હોવાનું જાણવા મળ્યું છે.

આપણા આંતરડામાં રક્ષણાત્મક કોશોની પારદર્શક દીવાલ હોય છે, જે બે કામ કરે છે – શરીરને પૌષ્ટિક તત્ત્વો પાહોંચાડે છે અને રોગપ્રતિકાર તંત્રને નુકસાનજનક બૅક્ટેરિયા વિશે માહિતી પહોંચાડે છે. ફ્રાંસિસ ક્રીક ઇંસ્ટીટ્યૂટના સંશોધકોએ આંતરડાની સ્થિતિને સમજતો હોય એવા પ્રોટીન ‘ઍરિલ હાઇડ્ર્રોકાર્બન રિસેપ્ટર’(AhR)ને સક્રિય બનાવ્યો.

પહેલાં તો એમણે અમુક ઉંદર લીધા અને એમના જીનમાં એવો ફેરફાર કર્યો કે જેથી એ AhR ન બનાવી શકે. પછી એમણે એમનાં બે જૂથ બનાવીને જુદા જુદા પ્રકારના ખોરાક આપ્યા. બન્ને જૂથને પૌષ્ટિક આહાર જ આપ્યો પણ બીજા જૂથને પ્રયોગ માટેનો આહાર પણ આપ્યો. આ પ્રયોગથી જણાયું કે રક્ષણાત્મક દીવાલને નુકસાન થતું અટકાવવામાં AhR મહત્ત્વનો ભાગ ભજવે છે.ઘણાં શાક્માંથી AhR પેદા થાય એવાં રસાયણો મળે છે. જેમને આ આહાર નહોતો મળ્યો તેમનામાં કૅંન્સરની ગાંઠો જોવા મળી. પણ જેમને એ આહાર અપાયો હતો એમનામાં AhR બનતું હતું! આથી એમનામાં કૅન્સરની ગાંઠો ન બની. જે ગાંઠો બની તે પણ સૌમ્ય હતી.. આ પ્રયોગનું તારણ એ નીકળ્યું કે કોબીજ-ફલેવર કે બ્રોકોલી જેવાં શાકના રેસા જ નહીં, એમાંથી મળતાં રસાયણો પણ આંતરડાના કૅન્સરને રોકવામાં મદદ કરે છે.

સંદર્ભઃ

(1) https://www.sciencedaily.com/releases/2018/08/180814173648.htm

(2) Journal Immunity, 2018; DOI: 10.1016/j.immuni.2018.07.010

0-0-૦

() દારુ મૃત્યુનું સાતમું મુખ્ય કારણ

મૃત્યુ અને અપંગતા માટે મહત્ત્વનાં પ્રથમ સાત કારણોમાં દારુ પણ છે, જો કે, અમુક સંયોગોમાં પ્રમાણભાન રાખીને એનું સેવન કરવાના ફાયદા પણ છે, પરંતુ ‘લૅંસેટ

હેલ્થ મૅગેઝિને હાલમાં જ પ્રસિદ્ધ કરેલા વિગતવાર રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ૨૦૧૬માં એક સુવિસ્તૃત અભ્યાસ હાથ ધરાયો. સંશોધકોએ વ્યક્તિગત અને સામૂહિક ટેવોના ૬૯૪ પ્રકારનાં ડેટા સોર્સિઝનો ઉપયોગ કર્યો અને એમાં સ્ત્રીઓ અને પુરુષોને (દરેકની ઉંમર ૧૫થી ૪૯ અને અલગથી ૫૦+) આવરી લેવાયાં અને દરરોજ ૧૦ ગ્રામ (શુદ્ધ એથિલ) દારુનું સેવન સ્ટૅંડર્ડ માન્યું. તારણ એ નીકળ્યું કે સરેરાશ દોઢથી ત્રણ ટકા સ્ત્રીઓ અને ૫.૮ ટકાથી માંડીને આઠ ટકા પુરુષો દારુને કારણે મૃત્યુ પામે છે. માત્ર મૃત્યુ નહીં બીજાં આરોગ્ય સંબંધી ૨૩ તારણો પણ કાઢવામાં આવ્યાં જે માણસને અસમર્થ બનાવી શકે છે. ૨૦૧૬માં ૧૫-૪૯ જૂથમાં દારુન મૃત્યુનું મુખ્ય પરિબળ રહ્યું. મૃત્યુનાં ત્રણ કારણો હતાં – ટીબી, રસ્તામાં અકસ્માત અને પોતાને નુકસાન પહોંચાડવું (આત્મહત્યા). આ કારણોને દારુ સાથે જોડી શકાય છે. આમાં સ્ત્રીઓનો મૃત્યુ દર અઢી ટકા અને પુરુષોનો લગભગ નવ ટકા રહ્યો. ૫૦ વર્ષની ઉંમરની વ્યક્તિઓમાં જુદા જુદા પ્રકારનાં કૅન્સર જોવા મળ્યાં, જેને દારુ સાથે જોડી શકાય છે. આ રીતે ૨૭ ટકા સ્રીઓ અને ૧૯ ટકા પુરુષો મૃત્યુ પામ્યા.

સંદર્ભઃ https://www.thelancet.com/journals/lancet/article/PIIS0140-6736(18)31310-2/fulltext

0-0-૦

() ડાયાબિટીસ હોય તો સવારે નાસ્તામાં દૂધ લો

તમને ટાઇપ-2A ડાયાબિટીસ હોય તો સવારના નાસ્તામાં થોડો ફેરેફાર કરશો તો આખો દિવસ લોહીમાં સાકરની માત્રા ઓછી રહેશે. હાલમાં જ કરાયેલા સંશોધન પ્રમાણે સીરિયલ્સ સાથે દૂધ લીધું હોય તોખાધા પછી લોહીમાં સાકરનું પ્રમાણ ઓછું રહે છે અને ભૂખ પણ ઘણા વખત સુધી લાગતી નથી. વધારે પ્રોટીનવાળો ખોરાક લેવાથી પણ ઓછા પ્રોટીનવાળા પદાર્થની સરખામણીએ ભૂખ ઓછી રહે છે.

સંશોધકોએ એક પ્રયોગ કર્યો જેમાં ભાગ લેનારને શું ખાવા મળે છે તે ખબર નહોતી અને પિરસનારાઓને પણ ખબર નહોતી કે કોને શું મળે છે. એમણે પ્રોટીન અને વ્હેય-પ્રોટીનનું પ્રમાણ વધાર્યું અને એની સાકર પર અસર, વ્હેય અને કૅસિનનું પાચન, ભોજન કેટલી સંતુષ્ટિ આપે છે વગેરે બાબતોનો અભ્યાસ કર્યો. એમણે જોયું કે આહાર લેવાની માત્રામાં તો નજીવો ફેરફાર થયો પણ વ્હેય પ્રોટીન ઍસયુક્ત હૉર્મોંસ છોડે છી એટલે ભૂખ ઘટી જાય છે અને પેટ ભરેલું લાગે છે..

સંદર્ભઃ

(૧) Journal of Dairy Science, 2018; DOI: 10.3168/jds.2018-14419

(૨) www.sciencedaily.com/releases/2018/08/180820085243.htm


શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો

ઈમેલઃ dipak.dholakia@gamil.com

બ્લૉગઃ મારી બારી

2 comments for “Science સમાચાર (૪૬)

  1. Kirtidev Bhatt
    September 3, 2018 at 1:24 pm

    Although experts may predict disaster, by chance, right now, we have a technology that can eliminate CO2 pollution. This technology is of electric car. An electric car with a charging terminal on every electric pole in the city and a better battery device will eliminate this CO2 problem.

    • September 3, 2018 at 1:27 pm

      How is electricity itself produced? It also generates CO2. Even internet does so. You can run your battery only if you charge it using electricity.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *