કૃષ્ણ-રાધા- પ્રેમસંવાદ

Facebooktwitterredditpinterestlinkedinmail

– દેવિકા ધ્રુવ


                (“રેડિયો આઝાદ”-ડલાસ ઉપર પ્રસારિત)

પૂછે છે રાધા,પાસે જઇ કાનાને, વ્હાલપથી કાનમાં,
અગર જો રાધા, હોત જરા શ્યામ,
સાચુકડું કે’જે, શું ચાહત તું શ્યામ?

પૂછે કાં રાધા, આમ અણગમતું કાનમાં,
અગર જો રાધા, હોત જરા શ્યામ,
સાચુકડું કહેજે, તું જાણે ના જવાબ?!!

પૂછે છે રાધા, પાસે જઇ કાનાને, ધીરેથી કાનમાં,
અગર જો હોત ના ગાયો ને ગોપી,
તો મથુરામાં વાસ કરી, ખેલત તું હોળી?

પૂછે કાં રાધા, આમ, અમથું સાવ કાનમાં,
અગર જો હોત, ના ગાયો ને ગોપી,
તો સઘળું સરજીને  હા, ખેલત હું હોળી !

પૂછે છે રાધા, પાસે જઇ કાનાને, હળવેથી કાનમાં,
અગર જો હોત ના છિદ્ર આ વાંસળીમાં,
વીંધ્યા વિણ સૂર, શું રેલત તું વાંસળીના?

પૂછે કાં રાધા,  આમ ખોટું ખોટું કાનમાં,
અગર જો હોત, ના છિદ્ર આ વાંસળીમાં,
વીંધ્યા વિણ સૂર, શું પામત તું વાંસળીના?

પૂછે છે રાધા, પાસે જઇ કાનાને, સ્નેહેથી કાનમાં,
અગર જો મોરપીંછ હોત જરા પીળુંપચ,
સાચુકડું કે’જે, શું રાખત તું શિર પર?

અગર જો મોરપીંછ, હોત આ પિત્તરંગ,
રુદિયાનો રંગ ભરી,રાખત હું શિર પર !!

પૂછે છે રાધા, પાસે જઇ કાનાને, વ્હાલપથી કાનમાં,
અગર જો રાધા હોત જરા શ્યામ,
સાચુકડું કે’જે, શું ચાહત તુ શ્યામ?

પૂછ ના, પૂછ ના ગોરી, મનમાની, તું આવ જરા ઓરી,
અગર જો રાધા, હોત જરા શ્યામ,
શ્યામ રંગ, શામ સંગ, આમ દિસત એકાકાર !!!

* * *

દેવિકા ધ્રુવનાં સંપર્કસૂત્રો :-

https://devikadhruva.wordpress.com/
email:  ddhruva1948@yahoo.com
Phone ++281 415 5169

2 comments for “કૃષ્ણ-રાધા- પ્રેમસંવાદ

  1. September 2, 2018 at 6:22 am

    સુંદર સંવાદ.

  2. અશોક જાની 'આનંદ'
    September 2, 2018 at 9:19 am

    સુંદર કલ્પાનો સહિત મજાની રચના…. સમયોચિત… !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *