ફિલ્મીગીતો અને ઘોડાગાડી

Facebooktwitterredditpinterestlinkedinmail

નિરંજન મહેતા

ફિલ્મીગીતોમાં જે વાહનોનો ઉપયોગ થાય છે તેમાં ઘોડાગાડીમાં ગવાતા ગીતો પણ સામેલ છે. ઘોડાની ચાલ પર તાલ પરનાં ગીતો એ હિંદી ફિલ્મોનાં ગીતોમાં એક બહુ લોકપ્રિય પ્રકાર રહ્યો છે. એક હિસાબ મુજબ , આ પ્રકારનાં ગીતોની અત્યાર સુધીની સંખ્યા લગભગ ૧૮૨ જેટલાં ગીતો સુધી પહોંચી છે.

૧૯૪૬મા આવેલી ફિલ્મ ‘ડો. કોટનીસ કી અમર કહાની’ જે એક સત્યઘટના પર આધારિત છે તેમાંનું ગીત છે

ज़िन्दगी ज़िन्दगी ज़िन्दगी
कोई सपना नहीँ जिन्दगी

વિ. શાંતારામ આ ગીતના કલાકાર છે જેના શબ્દો છે દીવાન શરારના અને સંગીત છે વસંત દેસાઈનું. ગાનાર કલાકારનું નામ નથી પણ કદાચ. વિ. શાંતારામેં આ ગીત ગાયું હોય એમ માનવું છે.

૧૯૫૫મા આવેલી ફિલ્મ ‘ઉડણખટોલા’માં ઘોડાગાડીમાં ગવાયેલ એક અત્યંત પ્રચલિત ગીત છે.

आहा हा हा हा आहा हा हा हा
आहा हा हा हा मेरा सलाम ले जा
दिल का पयाम लेजा

નિમ્મી પર રચાયેલ આ ગીતને સ્વર મળ્યો છે લતાજીનો. શકીલ બદાયુનીના શબ્દોને સંગીત આપ્યું છે નૌશાદે.

હવે જે ગીતની વાત છે તે ગીત ઘોડાગાડીમાં ગવાયેલ અત્યંત પ્રસિદ્ધ ગીત છે. ફિલ્મ છે ૧૯૫૭ની ‘નયા દૌર’.

मांग के साथ तुम्हारा
मैंने मांग लिया संसार

દિલીપકુમાર અને વૈજયંતિમાલા પર રચાયેલ આ યુગલ ગીત ગાયું છે આશા ભોસલે અને રફીસાહેબે. ગીતના શબ્દો છે સાહિર લુધિયાનવીનાં અને સ્વરાંકન ઓ.પી.નય્યરનું.

૧૯૬૩ની ફિલ્મ ‘ફિર વોહી દિલ લાયા હું’નું ગીત છે

बन्दा परवर थाम लो जिगर
बन के प्यार फिर आया हूँ
खिदमत में आप के हूझुर
फिर वोही दिल लाया हूँ

ઘોડાગાડીમાં સવારી કરે છે જોય મુકરજી અને આશા પારેખ. જોય મુકરજી પર રચાયેલ આ ગીતના ગાયક છે રફીસાહેબ. શબ્દો છે મજરૂહ સુલતાનપુરીનાં અને સંગીત ઓ.પી.નય્યરનું.

૧૯૬૬માં આવેલી ફિલ્મ ‘સાવન કી ઘટા’માં શર્મિલા ટાગોર લાગે છે રિસાયેલ મનોજકુમાર માટે આ ગીત ગાય છે.

हौले हौले साजना धीरे धीरे साजना
ओ हो हो
ज़रा हौले हौले चलो मोरे साजना
हम भी पीछे है तुम्हारे

એસ.એચ.બિહારીના શબ્દોને સંગીત મળ્યું છે ઓ.પી.નય્યર પાસેથી. સ્વર છે આશા ભોસલેનો.

૧૯૬૬મા આવેલી એક અન્ય ફિલ્મ ‘દાદીમાં’નું ગીત એક જુદા પ્રકારનું છે.

उस को नहीँ देखा हमने कभी
पर इस की जरूरत क्या होगी
ऐ माँ. ऐ माँ तेरी सूरत से अलग
भगवान् की सुरात क्या होग्री

મા પ્રત્યેની લાગણીને ઉજાગર કરતા આ ગીતના રચ્યોઇતા છે મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર રોશન. કલાકારો કાશીનાથ અને દિલીપ રાજ માટે કંઠ આપ્યો છે મન્નાડે અને મહેન્દ્ર કપૂરે.

૧૯૭૨ની ફિલ્મ ‘પરિચય’માં આવેલું ગીત એક જુદા જ પ્રકારના ભાવ દર્શાવે છે.

मुसाफिर हूँ यारो
ना घर है ना ठिकाना
मुझे चलते जाना है

बस चलते जाना है
ગીતના કલાકાર છે જીતેન્દ્ર જેને કંઠ સાંપડ્યો છે કિશોરકુમારનો. ગીતના શબ્દો છે ગુલઝારના અને સંગીત આર.ડી.બર્મનનું.

૧૯૭૫ની બ્લોક બસ્ટર ફિલ્મ ‘શોલે’માં એક છેડછાડનું ગીત ઘોડાગાડીમાં ગવાયું છે. ઘોડાગાડી ચલાવતી હેમા માલિનીને ઉદ્દેશીને હેમા માલિનીનાં આશિક ધર્મેન્દ્ર જબરદસ્તીથી ગાય છે

कोई हसीना जब रूठ जाती है तो
तो तो तो और भी हसीन हो जाती है
આનંદ બક્ષીના શબ્દો છે અને સંગીત છે આર.ડી.બર્મનનું. ગાનાર કલાકાર કિશોરકુમાર.

૧૯૭૭ની ફિલ્મ ‘આનંદઆશ્રમ’નું ગીત છે

राही नये नये रास्ता नया नया
तु ना बदली मैं ना बदला
सब कुछ बदल गया

ઉત્તમકુમાર અને શર્મિલા ટાગોર પર રચાયેલ આ ગીતના ગાનાર કલાકાર છે કિશોરકુમાર. ગીતના શબ્દો ઇન્દીવરના અને સંગીત શ્યામલ મિત્રાનું.

‘મર્દ’ ફિલ્મ હતી ૧૯૮૫ની જેમાં પણ ઘોડાગાડીનું ગીત છે.

मर्द तांगेवाला हूँ मैं, मर्द तांगेवाला
मुझे दुश्मन क्या मारेगा मेरा दोस्त है उपरवाला

અમિતાભ બચ્ચન પર આ ગીત રચાયું છે જેને શબ્દો મળ્યા છે પ્રયાગ રાજના અને સંગીત અનુ માલિકનું. ગાનાર કલાકાર મોહમ્મદ અઝીઝ. આનો વીડિઓ ભારતમાં ઉપલબ્ધ નથી.


નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

5 comments for “ફિલ્મીગીતો અને ઘોડાગાડી

 1. Bharat Bhatt
  September 1, 2018 at 10:34 pm

  You forgot “Tumsa Nahi Dekka ” super hit song which comes 5th

 2. Andaaz100
  September 2, 2018 at 2:12 am

  You forgot all about Naushad Saheb for ‘Ratan’ and Deedar’, probably the BEST songs in this category as far as the rhythm of horse is concerened.

 3. Sunil Trivedi
  September 3, 2018 at 9:38 am

  First of all he forgot 1st ever song from 1941 Doctor,chale pavan ki chaal,filmed on Pankaj Mullick,who sang and tuned the sing! Others followed! Then Wapas movie hum kochvan hum kochvan pyare,singer Asit Baran, MD R.C.Biral filmed on Asit Baran,Bharatidevi ad ? forgot 3rd actor!

 4. Niranjan Mehta
  September 5, 2018 at 3:40 pm

  પૂરક માહિતી બદલ આભાર

 5. Gajanan Raval
  September 12, 2018 at 6:02 pm

  Once again I am getting pleasure by listening to these memorable songs.. hearty thank YOU

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *