ભગવત રાવત : માણસ અને માણસાઈના કવિ = = મ ણ કો ૨૪ = =

Facebooktwitterredditpinterestlinkedinmail

ભગવાન થાવરાણી

અને લો, આવી પહોંચ્યા જોતજોતાંમાં અંતિમ પડાવ પર, ફરી આપણા હીરામન સંગે !  ‘ તીસરી કસમ ‘ વાળા હીરામન કે એના જેવા અનેક હીરામનોમાંના ત્રણ એવા ભગવત, શૈલેન્દ્ર અને રેણુ સાથે હાથ મિલાવી ટહેલતાં-ટહેલતાં વિદાય લેવી એનાથી રૂડું શું !

‘ સુનો હીરામન ‘ સંગ્રહમાંની પછીની બે કવિતામાં હીરામનને કદી જૂઠ ન બોલવાનો અનુનય કરી અને સ્વયંની નાનકડી – હીરામનના ટપ્પરમાં સમાઈ જાય એવી -ઘરવખરીની વાત કરતાં – કરતાં કવિ પહોંચે છે અહીં :

                 सुनो हीरामन

तुमसे मैंने अपनेपन में जाने क्या-क्या बातें कीं

फिर भी मन भरा नहीं है


यह तो कहो कि तुम

जिसके शब्दों में ऐसे बँधे चले आए हो

जैसे कोई माँ बछड़े के पीछे-पीछे

खिंची चली आती है घर तक,

उनके उस बीहड़ जंगल-पर्वत-नदी-नालों वाले

मन के भीतर तुम कहाँ छिपे थे

या फिर वह ही छिपे हुए थे तुममें

कुछ तो सच बतलाओ

कारण यह है उन्हें देखने की लालसा रह गई

मिल पाता जो एक बार तो पैर दबाकर

कुछ तो उनकी थकन मिटाता


मैंने तो केवल उसको देखा था जिसके कारण

आना पड़ा तुम्हें परदे पर

क्या वह फ़िल्म  ‘ तीसरी क़सम ‘

स्वयं तुमने देखी है


वह भी कैसा दीवाना था

जिसने अपना सबकुछ तुम पर वार दिया था

ठेठ साँवला चेहरा मोटी आँखों वाला

फ़िल्मी गीतकार कहती थी दुनिया उसको

लेकिन उसने अपने शब्द-शब्द में

साथ तुम्हारा कभी न छोड़ा

ऊपर से नीचे तक पूरा कवि था

ठीक तुम्हारी तरह साफ़ उजले मन वाला


वे दोनों ही सच्चे-पक्के हीरामन थे

पर तुम तीनों अलग कहाँ हो,

किसी एक को याद करो तो

बाक़ी दो ख़ुद आ जाते हैं

ऐसे-ऐसे तीन-तीन जब मिल जाते हैं

तब बनता है एक हीरामन …


                                                                   – भगवत रावत

ગુજરાતી ભાવાનુવાદ :

            સાંભળ હીરામન

તારી સાથે અંતરંગતામાં

મેં કોણ જાણે કેવી-કેવી વાતો કરી


છતાં ય મન ભરાયું નથી હજી

એ તો કહે કે તું

જેના શબ્દો જોડે બંધાઈને ખેંચાઈ આવ્યો છો

જેમ કોઈ ગાય વાછરડા પાછળ

ઘર સુધી ખેંચાતી આવે

એમના અડાબીડ જંગલો-પર્વતો-નદી-નાળાં વાળા મનમાં

તું ક્યાં સંતાયો હતો

કે પછી એવું હતું કે

એ જ છુપાયા હતા તારામાં

કંઇક તો કહે

કારણ બસ એટલું

કે એમને જોવાની લાલસા

રહી ગઈ મનમાં

મળ્યો હોત

તો પગ દબાવી

એમનો થાકોડો દૂર કરત


મેં તો બસ એમને જોયા હતા

જેમના કારણે તારે

આવવું પડ્યું ફિલ્મી પરદા પર

શું એ ફિલ્મ  ‘ તીસરી કસમ ‘

તેં પોતે જોઈ છે


કેવો પાગલ હતો એ માણસ પણ

જેણે પોતાનું સર્વસ્વ ઓળઘોળ કર્યું

તારી ઉપર

શામળો ચહેરો, મોટી આંખો

દુનિયા એને ફિલ્મી ગીતકાર કહેતી

પણ એણે પોતાના પ્રત્યેક શબ્દમાં

તને સાથે રાખ્યો

નખશિખ કવિ હતો એ

તારી જેમ જ

ઊજળા મનનો માલિક


એ બન્ને સાચા અને પાકા હીરામન હતાં

પણ તમે ત્રણેય અળગા છો જ ક્યાં

એકને યાદ કરીએ તો બાકીના બન્ને

આપોઆપ યાદ આવી જાય

આવા ત્રણ-ત્રણ ભેગા થાય

ત્યારે જ બને એક હીરામન …

                                                                – ભગવત રાવત


હીરામન સાથે વાતો કરતાં કવિનું મન હજૂ ધરાયું નથી, કારણ કે એની સાથે વાતો કરવી એ સ્વયં સાથે જ એકાલાપ તુલ્ય છે.

કવિ જેમનો ઉલ્લેખ આદરપૂર્વક એમના પગ દબાવી થાકોડો દૂર કરવા સંદર્ભે કરે છે એ અન્ય કોઈ નહીં પણ હીરામનની વાર્તાના મૂળ લેખક ફણીશ્વરનાથ રેણુ !

ત્યારબાદ તુરંત, જેમના કારણે હીરામનને રૂપેરી પરદે આવવું પડ્યું અને જેમના કારણે આપણને સૌને હીરામન સદેહે સાંપડ્યો એ સર્જક એટલે કે શૈલેન્દ્રની વાત. કવિ વિનમ્રતા અને ભક્તિભાવ પૂર્વક લખે છે કે તમે ત્રણ ભેગા થયા ત્યારે તો બન્યો એક હીરામન ! આપણે વાચકો – ભાવકો એટલા જ આદરપૂર્વક કહીએ કે એ ત્રણમાં ચોથા ભગવત રાવત ઉમેરાયા ત્યારે બન્યો પરિપૂર્ણ અને અંતિમ હીરામન !

સમાપનમાં  ‘ સુનો હીરામન ‘ સંગ્રહની અંતિમ કવિતા, જેનું નામ જ છે  ‘ સમાપન ‘  :

                                                                           :   स मा प न   :

आओ हीरामन

आओ हीरामन

इतने गुमसुम-गुमसुम क्यों हो

कुछ तो गप्प रसाओ हीरामन


तुमने जब अपने बैलों पर हाथ उठाया

क्या बोली थी हीराबाई

क्या कहकर बरजा था तुमको

ठीक उस समय भी क्या तुमने

उसका चेहरा देखा था

हीराबाई के उस मन का

कुछ तो मर्म बताओ हीरामन


बैठो अपना हाल बताओ

कितने दिनों बाद भेंटे हैं

सब कुछ कितना बदल गया है

संगी-साथी बिखर गए हैं

कोई तो मुँह मोड़ गया है

कोई बीच में छोड गया है

बाक़ी जो इक्के-दुक्के हैं

सबका अलग-अलग बासा है

सबका भात अलग पकता है

अब वो बातें कहाँ हीरामन


हाँ मैं बिलकुल ठीक-ठाक हुँ

बस कल की रात थी विकट काली

लगता था कल सुबह न होगी

वैसे कितनी रातें आईं

मैंने कभी न हिम्मत हारी

पर कल की रात पड़ गई भारी

बस तुम थे हिम्मत के साथी

तुमसे ही तो कहा रात भर

साँसों में भर जाओ हीरामन


मैं भी क्या दुखड़ा ले बैठा

भरा हुआ था मन कह बैठा

चलो उठो चलकर कुछ खाएँ

लोटा भरकर चाय बनाएँ

चलो किसी के घर हो आएँ

अब सोते में किसे जगाएँ

तुम भी शायद थके हुए हो

आज यहीं सुस्ताओ हीरामन


सुनो हीरामन अगर किसी दिन

हीरामनों का मेला हो

एक जगह हो उनका बासा

एक जगह सब मिलकर खाएँ

एक रात सब मिलकर जागें

एक रात सब मिलकर सोचें

दुनिया भर के सभी हीरामन


एक रात सब मिलकर नाचें

एक रात सब मिलकर गाएँ

हीराबाई तो उन सबको देख-देख कर

मुँह में पल्लू दबा-दबा

हंस -हँसकर दूनर हो जाएगी

कैसा अदभुत समां रहेगा

तो फिर मुँह क्या देख रहे हो

गाओ…गाओ… मिलकर गाओ

हे…हे …चलत मुसाफ़िर मोह लियो रे

पिंजरे वाली मुनियां … ।

                                                           – भगवत रावत

           ગુજરાતી ભાવાનુવાદ :

                                                    :   સ મા પ ન   :

આવ હીરામન

આવ હીરામન

આટલો ચુપચાપ શીદને

કોઈક તો વાત માંડ હીરામન


તેં જ્યારે તારા બળદો પર હાથ ઉગામેલો

હીરાબાઈ શું બોલેલી

શું કહીને વાર્યો’તો તને

બરાબર એ સમયે શું તેં

હીરાબાઈનો ચહેરો જોયેલો

હીરાબાઈના એ વખતના મનને પ્રતિબિંબિત કરતો

કંઈક તો ફોડ પાડ હીરામન


બેસ

તારા હાલચાલ કહે

કેટલા દિવસો બાદ મળ્યા છીએ

બધું કેટલું બદલાઈ ગયું છે

સંગી-સાથી વિખૂટા પડી ગયા

કોઈકે મોઢું ફેરવી લીધું

તો કોઈ અધવચ્ચે છોડી ગયું

બાકી જે એકલ-દોકલ બચ્યા છે

બધાનો અલગ-અલગ ચોકો છે

બધાનો વહીવટ નોખો

કોણ જાણે એ જમાનો ક્યાં ગયો હીરામન


હા, હું બિલકુલ ઠીક-ઠાક છું

બસ ગઈકાલની રાત હતી આકરી

એવું લાગતું હતું જાણે સવાર નહીં પડે

જો કે આવી કેટલીય રાત્રિઓ આવી

પણ હું હિમ્મત ન હાર્યો

પણ આ રાત જરા વધુ ભારે પડી

બસ તું સાથે હતો

તારી સાથે જ તો એ વાત કરી આખી રાત કે

મારા શ્વાસે-શ્વાસમાં સમાઈ જા હીરામન


લે, હું પણ કેવા રોદણાં લઈ બેઠો

મન ભરાઈ આવ્યું તો રોકી ન શક્યો

ચાલ ઊભો થા, કંઈક ખાઈ લઇએ

લોટો ભરીને ચા બનાવીએ

ચાલ કોઈના ઘરે જઈ આવીએ

સૂતેલા કોને ઉઠાડીશું

તું પણ કદાચ થાક્યો છો

આજે અહીં જ લાંબો થા હીરામન


સાંભળ હીરામન

જો કોઈક દિવસ

હીરામનોનો મેળો ભરાય

બધા એક ઠેકાણે ભેળા થાય

બધા મળીને સાથે ખાય

એક રાતે બધા મળીને જાગે

એક રાતે બધા સાથે વિચારે

જગત ભરના બધા હીરામન


એક રાતે ભેળા નાચે

એક રાતે સાથે ગાય

હીરાબાઈ તો એમને જોઈ-જોઈને

મોઢે છેડો દબાવી

હસી- હસીને બેવડ વળી જાય

કેવું અદ્ભુત હશે એ ટાણું

તો પછી રાહ શેની જોવાની

ગાઓ..ગાઓ..ભેગા મળી ગાઓ

હે … હે … ચલત મુસાફિર મોહ લિયો રે

પિંજરે વાલી મુનિયા હો …. !

                                       – ભગવત રાવત

આ અંતિમ કવિતા પણ અન્ય કવિતાઓની જેમ અછાંદસ હોવા છતાં એક પ્રકારનો લય છે અહીં.

કવિ જાણે હીરામનને અંતિમ વાર આવકારે છે. પછી યાદ અપાવે છે એ બધી વાતો જે આપણે ફિલ્મ  ‘ તીસરી કસમ ‘ માં જોઈ ચુક્યા છીએ. ફિલ્મમાં હીરામન ( રાજકપૂર ) જ્યારે એના બળદને હાંકવા લાઠી ઉગામે છે ત્યારે હીરાબાઈ ( વહીદા રહેમાન ) એના ફેનુગિલાસી ( ગ્રામોફોનની રેકર્ડમાંથી નીકળતો હોય તેવો ! ) મંજુલ અવાજે કહે છે,  ‘ મારો મત ! ‘ અને હીરામનનો ઉગામેલો હાથ કોઈક સમ્મોહનની અસર હેઠળ હવામાં થીજી જાય છે ! હીરામનને વારતી વખતે હીરાબાઈનો ચહેરો જે ભાવ દર્શાવે છે એમાં પ્રાણીમાત્ર પ્રત્યેની ભારોભાર મમતા ઉપરાંત પણ ઘણું બધું છે !

કવિ, હીરામન આગળ થોડીક અફસોસ અને વસવસાની વાતો કર્યા પછી સહસા બધું ખંખેરી નાંખી વર્તમાનમાં પાછો ફરે છે પૂરી જીજીવિષાથી ભરપૂર ! જાણે  ‘ જીવન ચલને કા નામ ‘ ગણગણતો !  એ એક અદ્ભુત વાતથી સમાપન કરે છે.  ‘ તીસરી કસમ ‘ વાળા જે મેળામાં હીરામન હીરાબાઈને પોતાના ટપ્પરમાં લઇ ગયો હતો અને પછી પોતાના યાર-દોસ્તારો સાથે હીરાબાઈની નૌટંકી ભરપેટ માણી હતી એવો જ એક મેળો જગતભરના હીરામનોનો ભરાય તો ! એક બાજુ આટલા બધા હીરામન અને બીજી બાજુ આટલા બધા હીરામનોને નિહાળી ખુશ-ખુશ થતી એક માત્ર હીરાબાઈ ! અને પાછા એ બધા હીરામનો ભેગા મળી પેલું ગીત ગાય જે મૂળ  ‘ તીસરી કસમ ‘ માં પોતાના મિત્ર લાલમોહરના કંઠે સાંભળી હીરામન ડફલી વગાડતાં- વગાડતાં શું ઝૂમ્યો હતો, શું મદમસ્ત થયો હતો !

ચ લ ત   મુ સા ફિ ર  મો હ  લિ યો  રે

પિં જ રે  વા લી  મુ નિ યા   . . .

અને બધા જ હીરામનો હોય પછી કોઈ ખલનાયક નહીં, કોઈ વિદુષક નહીં, કોઈ ક્લેશ નહીં, કોઈ લોભ- લાલચ- કૂડ- કપટ- ઇર્ષ્યા- દગો- ફટકો- દ્રોહ- લુચ્ચાઈ- ખંધાઈ પણ નહીં !

આપણે પણ જાણીએ છીએ, એવું જગત છે નહીં, કદાપિ થવાનું પણ નહીં, પરંતુ આવા સ્વપ્નો જ વર્તમાન જગતને સહ્ય બનાવે છે.

આપ સૌની ભીતર રહેલા અને નિરંતર બહાર નીકળવા મથતા હીરામનને નમન કરી, દિવંગત કવિ ભગવત રાવતની કવિતાઓની આ લેખમાળા પર પૂર્ણવિરામ મૂકીએ,  ‘ ચૌથી કસમ ‘ સાથે કે ફરી મળીશું કોઈ ને કોઈ નિમિત્તે ….


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

5 comments for “ભગવત રાવત : માણસ અને માણસાઈના કવિ = = મ ણ કો ૨૪ = =

 1. રમણીક અગ્રાવત
  August 29, 2018 at 10:01 am

  શ્રી ભગવાન થાવરાણીજી જેઓ સ્વયં એક સુખ્યાત કવિ છે શ્રી ભગવત રાવતજીનાં ઊર્જાછલોછલ કાવ્યોની રસલ્હાણ કરાવી છે. આ અંતિમ પગથિયે સર્વ શ્રી રેણુજી અને શૈલેન્દ્રજીનો સંગમ થયો. આમ ગુપ્ત સરસ્વતી સમા થાવરાણીજી થકી આ અદ્ભુત સંગમસ્નાનનો અવસર મળ્યો. આનંદ આનંદ.

  • Bhagwan thavrani
   August 31, 2018 at 12:32 am

   આભારી છું રમણિકભાઈ !

 2. mahesh joshi
  September 7, 2018 at 5:56 pm

  Let me convey that I did not had much of poetic interest. However the way you presented and analysed
  the poems of Great Bhagvat Rawat is really commendable. He mentioned Four including Sri Bhagvat Rawat but i make it Five and add sri Bhagwanbhai due to whose untiring efforts we enjoyed this series.
  A Great series came to an End. Once again Thanks a lot.

 3. Bhagwan thavrani
  September 7, 2018 at 8:13 pm

  Thanks a lot Maheshbhai for being a regular and ardent reader always !

 4. October 20, 2018 at 9:17 am

  આ લેખમાળાના બધાજ મણકા હવે એકજ ઈ-પુસ્તકનાં સ્વરૂપે પ્રકાશિત કરેલ છે જે ઉપર “ઈ-પુસ્તકો” ટેબ પર ઉપલ્બધ છે. ત્યાં આપેલી લિંક પર ક્લિક કરવાથી આ ઈ-પુસ્તક ડાઉનલોડ પણ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *