લે ગઈ દિલ, સફર જાપાનકી – પ્રસ્તાવના

Facebooktwitterredditpinterestlinkedinmail

વેબ ગુર્જરી પર આ પહેલાં પ્રવાસ વર્ણનના એક એક લેખ જેવા પ્રયોગો આપણે માણ્યા છે. દર્શાબહેન કિકાણી માર્ચ /એપ્રિલ, ૨૦૧૮માં જાપાનની એક સફર કરી આવ્યાં. તેમના આ પ્રવાસના અનુભવો તેમણે એક લેખમાળારૂપે દસ્તાવેજ કર્યા છે.
સપ્ટેમ્બર મહિનાથી દર બેકી બુધવારે આપણે તેમની એ લેખમાળાના મણકા પ્રસિધ્ધ કરીશું.
– સંપાદક મડળ, વેબ ગુર્જરી


‘ઊગતા સૂરજનો દેશ’ અને તે પણ વળી ચેરી-બ્લોસમની સિઝનમાં! સ્વપ્ન કરતાં પણ સોહામણું સત્ય! જે વાત અમે ક્યારેય વિચારી પણ ન હતી તે હકીકત બની ગઈ! ગયે વર્ષે અમારાં મિત્રો તૃપ્તિ અને ચેતન વોરા આવી જ સફર પરથી પાછાં આવ્યાં ત્યારે થોડી વાત થઈ હતી, પણ વધુ વિગતે ચર્ચા થઈ જ નહીં. એકવાર છાપામાં ઓચિંતી ફ્લેમિન્ગો ટુર્સની જાપાન સફરની જાહેરાત વાંચી. થોડી ઉત્કંઠાથી ટુર-ઓપરેટર સાથે વાત કરી. મારા પતિ શ્રી રાજેશ કિકાણી સાથે વાત કરી નિર્ણય લેતાં લેતાં બે-ચાર દિવસ નીકળી ગયા ત્યાં તો ટુરનું બુકિંગ લગભગ ફુલ! મેં તરત જ જઈને નામ નોંધાવી ટોકન પૈસા ભરી દીધા. અને તે જ દિવસે અમે પુના જવા રવાના થયાં. બીજે દિવસે પુના પહોંચી નૂતન-શરદભાઈ સાથે વાત થઈ. નૂતન તો ગયે વર્ષે જ જાપાન જવા માગતી હતી એટલે તેની પાસે તો પૂરતી માહિતી હતી. અમારી વાત સાંભળતાં જ જાપાન-ટુર માટે તેઓ પણ તૈયાર થઈ ગયાં. શરદભાઈએ બીજી બધી વ્યવસ્થા કરી લીધી અને કલાકમાં તો તેમનું પણ અમારી સાથે આવવાનું પાક્કું થઈ ગયું! અમારી પુનાની સફર તો સરસ રહી જ પણ જાણે જાપાનની સફરની શુભ શરૂઆત પણ ત્યાંથી જ થઈ ગઈ! મિત્રો સાથે હોય તો સફરનો આનંદ કંઈ ઓર જ હોય છે. ‘સફરમેં ધૂપ તો હોગી, ચલ શકો તો ચલો’ એવું સહર્ષ સ્વીકારી જાપાનની સફરનાં હમસફર બનવા માટે નૂતન અને શરદભાઈનો આભાર તો જેટલો માનીએ તેટલો ઓછો છે!

દરેક દેશની એક આગવી ઓળખ અને સંસ્કૃતિ હોય છે. તે દેશનાં નાગરીકોની જીવનશૈલી તે દેશના વિકાસ સાથે બદલાતી રહે છે. જાપાન એટલે અનેક ટાપુઓના સમુહથી બનેલો નાનો અમથો દેશ. સ્વચ્છતા, સ્વયંશિસ્ત અને દેશપ્રેમ એ જાપાનીઓની ઓળખ. સમયપાલનમાં પાક્કા. વિનય અને વિવેકના આગ્રહી. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં અગ્રસર. મોટાં શહેરોમાં સ્ત્રી-પુરુષ બંને કામ કરે છે અને દેશના અર્થતંત્રના વિકાસમાં ભાગ લે છે. વસ્તીવધારાનો દર ખુબ જ નીચો છે, શૂન્યની નજીક અથવા ક્યારેક નેગેટીવ હોય છે. બાળકો દેશની મહામૂલી મૂડી છે.

ટુર ઉપાડવાના બે દિવસ પહેલાં ટુર-ઓપરેટરે બ્રીફિંગ મિટિંગ રાખી હતી પણ ઘરે મહેમાનો હતાં એટલે અમે તેનો સરખો લાભ લીધો ન હતો. ટુર શરૂ થઈ ત્યાં સુધી આ વખતે મારી તૈયારી જરા મોળી જ હતી. પણ ૨૭માર્ચની વહેલી સવારે નૂતન-શરદભાઈ આવી ગયાં અને અમે જાપાનના મૂડમાં આવી ગયાં. સાંજે ચોવિહાર કરી સાત વાગ્યે ઘેરથી એરપોર્ટ જવા નીકળ્યાં. સામાન હતો એટલે ઉબરની બે ટેક્ષી બોલાવી હતી. સમયસર એરપોર્ટ પહોંચ્યાં જ્યાં ટુર-ઓપરેટરે નાસ્તાના પેકેટ સાથે અમારું ભાવભીનું સ્વાગત કર્યું!

અમે ઘણું ફર્યાં છીએ અને સામાન્ય રીતે જાતે જ પ્લાનિંગ કરી ફરવામાં માનીએ છીએ. પણ જાપાનમાં ભાષા અને ભોજનનો પ્રશ્ન જરા અઘરો થાય એવું બધાંનું માનવું હતું અને એટલે જ કંડક્ટેડ ટુરમાં જોડાવાનું યોગ્ય લાગ્યું. ‘જાપાનમાં શાકાહારી ભોજનનો પ્રશ્ન જરા પણ અઘરો નથી’ એવું વાંચનારને પ્રતીત થાય માત્ર ને માત્ર તે માટે જ રોજ-રોજની રેસ્ટોરાંના નામની માહિતી તથા ત્યાં શું ખાધું તેની વિગતો આપી છે.

આ સફરને શબ્દોનું સ્વરૂપ આપવા માટે મને પ્રોત્સાહિત કરવા બદલ અમારાં મિત્રોનો ખૂબખૂબ આભાર.

વર્ષો પહેલાં સી.એન. વિદ્યાલયના આચાર્ય શ્રી ઝીણાભાઈ દેસાઈ, ‘સ્નેહરશ્મિ’, અમારા પૂજ્ય ઝીણાદાદા, જાપાન જઈ આવ્યા હતા અને પ્રાર્થનાસભામાં વિદ્યાર્થીઓને ત્યાંના સાહિત્યની ઓળખ સમા ‘હાઈકુ’નો પરિચય કરાવ્યો હતો. શાળાનો એકેએક વિદ્યાર્થી હાઈકુ રચતો અને લખતો થઈ ગયો હતો. કદાચ એ દિવસોમાં જ મનમાં જાપાનનું માનસચિત્ર ઘડાયું હશે. એ માનસચિત્રને આજની હકીકત સાથે જોડી નીચે ૩ હાઈકુ રચ્યાં છે:

જાપાનની સફર,

મિત્રોને સંગ,

અનોખી, અલબેલી!

ઊગતા સૂરજનો,

દેશ અનોખો,

અજબ રંગરેલી !

રંગો, કળા, સંસ્કૃતિ,

ઓળખ છતાં

ઉદ્યોગો ને મશીનો!

આવી રંગીન સફરનાં સંસ્મરણોનું આલેખન ચિત્રો અને ફોટાઓ વગર ફિક્કું જ લાગે. સફર દરમ્યાન અમે હજારો ફોટા પડ્યા હતા. સુંદર ફોટાનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવા દેવા માટે શ્રી રાજેશ કિકાણી અને શ્રી શરદ કુલકર્ણીનો ખૂબખૂબ આભાર. પ્રૂફ-રીડીંગ અને જરૂરી સૂચનો આપવા માટે બહેન શ્વેતલ ગજ્જર અને કિરાતી ઠાકોરનો ખૂબખૂબ આભાર. શબ્દો અને ફોટાઓનું સુંદર રીતે ડીઝાઇનીંગ કરવા બદલ દેવપાલ શાહનો ખૂબખૂબ આભાર. જાપાનની ટુરને સરળ, રોચક અને મનોરંજક બનાવવા માટે અમારા ગાઈડ શ્રી પ્રેમલ વકીલનો પણ ખૂબખૂબ આભાર.

– દર્શા કિકાણી  | ૦૭ મે, ૨૦૧૮  | અમદાવાદ


સંપર્ક:  દર્શા કિકાણી :  ઈ –મેલ –  darsha.rajesh@gmail.com

21 comments for “લે ગઈ દિલ, સફર જાપાનકી – પ્રસ્તાવના

 1. Surendra
  August 29, 2018 at 1:22 pm

  Good you have travelled to east where sun rises and now you can plan to go to west where sun sets
  It is a lovely country and must visit once in life
  Sayonara

  • Darsha Kikani
   August 29, 2018 at 2:21 pm

   Sure. But, after traveling so much, I find that, east or west, India is the best!

 2. Minal somani
  August 29, 2018 at 1:38 pm

  Excellent… must be think about..may be we plan this cherry blossom ?

  • Darsha Kikani
   August 29, 2018 at 2:24 pm

   Thanks, Minal! For your visit, just make sure that you are there in the right season.

 3. paresh somani
  August 29, 2018 at 1:59 pm

  સુન્દર પ્રસ્તાવના!

  • Darsha Kikani
   August 29, 2018 at 2:24 pm

   Thanks!

 4. August 29, 2018 at 2:10 pm

  આ જાપાની સ્ત્રી પુરુષો લાંબુ જીવે છે એ ખરેખર જાણંવા મળશે.

  અમેરીકાએ કોઈ જ કારણ વગર અથવા ઢોંગી ખુલાસા આપી બે અણું પરમાણું બોમ્બ જીંકેલ અને એક બે ફુટની જાડી વીસ ફુટ ઉંચી દીવાલો પીગળી ગયી.

  દર્શાબહેન કીકાણીની કલમને આપણે વેબગુર્જરી ઉપર દસ્તાવેજ તરીકે જરુર માણીશું….

  • Darsha Kikani
   August 29, 2018 at 2:25 pm

   Thanks, Mr. Vora. My article will be more of sharing travel experiences.

 5. Suma Shah
  August 29, 2018 at 2:14 pm

  Looking forward to reading the whole travelogue! Glad that we too were a part of it and glad we could meet each other after 44 years! I shall cherish the time spent with you during the tour!

 6. Darsha Kikani
  August 29, 2018 at 2:26 pm

  Sure. But, after traveling so much, I find that, east or west, India is the best!

 7. Darsha Kikani
  August 29, 2018 at 2:33 pm

  હાઈકુમાં થોડા ફેરફાર કર્યા છે…

  મિત્રો સંગાથે,
  જાપાનની સફર,
  રંગ સભર!

  દેશ અનોખો,
  ઊગતા સૂરજનો,
  રૂડો રૂપાળો !

  ઓળખ કઈ?
  ઉદ્યોગો- મશીનો કે
  કલા- સંસ્કૃતિ?

 8. Suma Shah
  August 29, 2018 at 3:25 pm

  Looking forward to reading Your travelogue and revisiting those beautiful places through your words and pics. Glad we could meet again after 44 years!

  • Darsha Kikani
   August 30, 2018 at 8:32 pm

   Sure! Thanks, Dr. Suma!

 9. Pulin Kinkhabwala
  August 29, 2018 at 5:50 pm

  Wonderful start of a lively travel description. I look forward to the next chapter. Thank you.

  • Darsha Kikani
   August 30, 2018 at 8:33 pm

   Thanks, Pulinbhai!

 10. Saurabh Soparkar
  August 29, 2018 at 10:45 pm

  બહુ સરસ રીતે વાત કરી છે. અભિનંદન. ફરી કદીક સાથે જવુ પડશે. ????

  • Darsha Kikani
   August 30, 2018 at 8:40 pm

   Saurabh, We have traveled a lot together and enjoyed all the destinations. Next time I will document it for collective memory.

 11. Nikhil Mashruwala
  August 30, 2018 at 3:01 am

  કોઇ પોતાની સુહાની સફર માટે આવું પુસ્તક પણ લખી શકે તે સારી વાત છે, બીજાને ત્યાં જવાની ને જોવાની ઇરછા જન્મે. જાપાન આમતો વિશેષ દેશ અને કદાચ એક જુદી દુનિયા એમ દર્શાના સુદર વર્ણન પરથી લાગે લાગે છે તે હવે માણવો રહ્યો.
  ખુબ અભિનંદન તેને આમ પ્રવાસના સારા લખાણ અને તેના ફોટો બદલ

  • Darsha Kikani
   August 30, 2018 at 8:42 pm

   Thanks, Nikhilbhai!

 12. Manish Buch
  August 30, 2018 at 9:49 am

  Saras prastavana. Vigatvar aheval Ni rash joieshu.

  • Darsha Kikani
   August 30, 2018 at 8:41 pm

   Thanks, Manishbhai!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *