ઉદ્યોગસાહસિકતા : ગુણવત્તા વર્તુળ (Quality Circle)

Facebooktwitterredditpinterestlinkedinmail

હિરણ્ય વ્યાસ

ગુણવત્તા વર્તુળ એ એક નાનું જુથ હોય છે કે જેમાં ૬થી માંડીને ૧૨ કર્મચારીઓ એક સમાન કામ કરે છે અને તેઓ સ્વેચ્છિકપણે ઉત્કૃષ્ટતા હાંસલ કરવા તેમજ જાળવવા માટે, કાર્ય સંબંધી પ્રશ્નો મુલવવા તથા હલ કરવા કે જેથી કર્મચારી તેમજ સંસ્થા પરસ્પર ઉપર ઉઠી શકે તે માટે વિવિધ પધ્ધતિ અખત્યાર કરી પોતાનાં કામકાજમાં/કામનાં ક્ષેત્રમાં સુધારા શોધી કાઢવા નિયમીત મળે છે. ગુણવત્તા વર્તુળ એ માનવ બળમાં રહેલ સર્જનાત્મક તથા નવિનીકરણ હાંસલ કરવાનો વિશિષ્ઠ માર્ગ છે. ગુણવત્તા વર્તુળ અભિગમ વર્ષ 1980નાં સમયગાળા દરમ્યાન સૌથી અધિક પ્રચલીત રહેલ, ત્યાર બાદ કર્મચારી સમાવિષ્ઠ જુથ અને કાઇઝન જુથ કાર્યક્રમ આગળ ધપતા રહ્યા. ગુળવત્તા વર્તુળ સૌ પ્રથમ વર્ષ 1962માં જાપાનની નિપોન વાયરલેસ એન્ડ ટેલીગ્રાફ કંપની ખાતે રજુ થયું. ગુણવત્તા વર્તુળ એ લાક્ષણિકપણે ઘણુખરુ ઔપચારિક જુથ છે. કંપનીનાં સમય દરમ્યાન તેઓ નિયમીતપણે મળે છે અને સક્ષમ વ્યક્તિ, કે જે ઘણુ ખરુ ફેસીલીટેટર-સવલત કરનાર કે આગળ ધપાવનારનું પદ ધરાવે છે તેનાં, દ્વારા પ્રશિક્ષણ પુરુ પાડવામાં આવે છે. ફેસીલીટેટર કર્મચારી સંબંધી વિભાગ યા ઔદ્યોગિક માનવીય સંબંધો કે માનવસંશાધન વિભાગનો હોય છે અને માનવીય તત્વો અને અન્ય પ્રશ્ન ઓળખ, માહિતી પ્રાપ્તિ અને વિશ્લેષણ, આંકડાશાસ્ત્રની મુળભુત આવડત અને નિરાકરણ ઉપલબ્ધ્ધિનાં વિષયમાં ખાસ પ્રશિક્ષીત થયેલ હોય છે. ગુણવત્તા વર્તુળો સામાન્યત: જે ચાહે તે વિષય હાથ ધરી શકવાને મુક્ત હોય છે. (સિવાય કે પગાર, તથા કર્મચારીની નિમણુક અને શરતો, કારણ કે તે નક્કી કરવા માટે અન્ય માર્ગ-વિધીઓ હોય છે કે જે દ્વારા ઘણુખરું આ બાબત ધ્યાને લેવાય છે. )

સાતત્ય એ ગુણવત્તા વર્તુળનો મુખ્ય લાભ છે, એક પ્રોજેક્ટ પછી અન્ય પ્રોજેક્ટ દરમ્યાન પણ ગુણવત્તાવર્તુળ અકબંધ રહે છે.

ઇતિહાસ:

ગુણવત્તા વર્તુળનો અસલ અભિગમ વર્ષ 1950 માં એડવર્ડ ડેમીંગ દ્વારા રજુ થયો. ડેમીંગે ટોયોટાની ઉદાહરણીય કાર્યશૈલીની પ્રશંષા કરેલ. ત્યાર બાદ આ વિચાર 1962માં સુત્રમય ગઠીત થયો અને ત્યાર બાદ કાઓરુ ઇસીકાવા અને અન્ય નિષ્ણાત દ્વારા વિસ્તૃત બનવા માંડ્યો. જે.યુ.એસ.ઇ. – જાપાનીઝ યુનીયન ઓફ સાયન્ટીસ્ટ એન્ડ એન્જીનીયર્સ દ્વારા ગુણવત્તા વર્તુળને વિસ્તૃત કરવા જલદ પ્રયાસ કરવામાં આવ્યા. તેનાં ફલસ્વરુપ નિપોન વાયરલેસ એન્ડ ટેલીગ્રાફ કંપની ખાતે ગુણવત્તા વર્તુળનો આરંભ થયો. ત્યાર બાદ આ વિચાર પ્રથમ વર્ષમાં જ 35 થી પણ અધિક કંપનીમાં અમલી બન્યો. 1978 સુધીમાં તો વિવિધ કંપની ખાતે એક કરોડ જાપાનીઝ કર્મચારીને ધરાવતા, દશ લાખ ગુણવત્તા વર્તુળ શરુ થયા. 2015 સુધીમાં તો પુર્વ એશીયન દેશોમાં પણ ગુણવત્તા વર્તુળો વિસ્તરવા લાગ્યા. તાજેતરમાં એવું પ્રસિધ્ધ થયેલ છે કે ચીનમાં 20 લાખથી અધિક ગુણવત્તા વર્તુળ ઉભા થયા છે.

ભારતમાં શિક્ષણ ક્ષેત્રે પણ ગુણવત્તા વર્તુળ અમલમાં આવેલ છે અને QCFI ક્યુ.સી.એફ.આઇ. :ક્વોલીટી સર્કલ ફોરમ ઓફ ઇન્ડીયા આ પ્રવૃત્તિને પેશ કરે છે. જોકે આ અભિગમ અમેરિકા ખાતે ખાસ સફળ થયો નથી. ત્યાં આ વિચાર યોગ્યપણે સમજવામાં આવ્યો નથી અને તેનો અમલ માત્ર તૃટી-ખરાબી શોધવાની પ્રવૃત્તિ બની ગઇ, જોકે કેટલાક ગુણવત્તા વર્તુળ હજુ પણ અસ્તિત્વમાં છે. ડોન ડેવાર (Don Dewar) એ વાયેન રેકર (Wayne Ryker) અને જેફ બ્રેડસ્લે (Jeff Beardsley) સાથે લોકહીડ સ્પેશ મીસાઇલ, કેલીફોર્નિયા ખાતે વર્ષ 1972માં સ્થાપેલ ગુણવત્તા વર્તુળ નોંધપાત્ર રહેલ છે.

ગુણવત્તા વર્તુળની ખાસીયત:

 • ગુણવત્તા વર્તુળએ 3 થી માંડીને 12 કર્મચારી ધરાવતા નાના પ્રાથમિક જુથ હોય છે.
 • ગુણવત્તા વર્તુળનાં સભ્યો સ્વૈચ્છિકપણે જોડાયેલા હોય છે.
 • દરેક જુથની દોરવણી તથા સંચાલન ક્ષેત્રીય નિરીક્ષક દ્વારા થતું રહે છે.
 • સભ્યો નીયમીત પણે દરેક સપ્તાહે યા નિયત સુચિ મુજબ મળે છે.
 • વર્તુળનાં સભ્યોને વિશ્લેષણ અને પ્રશ્ન નિરાકરણથી ખાસ પ્રશિક્ષિત કરવામાં આવે છે.
 • ગુણવત્તા વર્તુળની મુખ્ય ભુમિકા ગુણવત્તા સુધારણ અંગે કાર્ય સંબંધી પ્રશ્નોની ઓળખ અને તેનું નિરાકરણની છે.

ગુણવત્તા વર્તુળ ખાતે ગુણવત્તા સુધારણા અર્થે આ સાત પધ્ધતિઓ વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી આવી છે.:

 • કારણ અને અસર આકૃતિ (Cause-and-effect diagrams)
 • પરેટો પત્રક-ચાર્ટ (Pareto charts)
 • પ્રક્રિયા નકશો-હેવાલ, માહિતી એકત્ર નોંધ પત્રક (Process mapping, data gathering tools such as check sheets)
 • આલેખકીય સાધન-હીસ્ટોગ્રામ, પાઇ ચાર્ટ,(Graphical tools such as histograms, frequency diagrams, spot charts and pie charts)
 • નિયમન ચાર્ટ (Run charts and control charts)
 • વિખરાયેલ મુદ્દા તથા અનુબંધ વિશ્લેષણ (Scatter plots and correlation analysis)
 • ·ફ્લો ચાર્ટ (Flowcharts)

ગુણવત્તા વર્તુળના લાભ:

 • ગુણવત્તામાં સુધારો થાય છે, ઉત્પાદકતામાં વધારો થાય છે.
 • પ્રશ્ન નિરાકરણની ક્ષમતા વિકસે છે.
 • કર્મચારીનાં નિતીમત્તાને વેગ મળે છે અને પ્રેરણા વધે છે.
 • જુથ કાર્ય અસરકારક બને છે.

ગુણવત્તા વર્તુળની મર્યાદા:

 • અપુરતી તાલિમ * ઉદ્દેશની અસ્પષ્ટતા
 • વાસ્તવમાં સ્વેચ્છાનો અભાવ
 • સંચાલકનો અપુરતો રસ
 • ગુણવત્તા વર્તુળને નિર્ણય લઇ શકવાની કોઇ સત્તા નહી..

સારાંશ:

 • ગુણવત્તા વર્તુળ માત્ર ઉત્પાદન ક્ષેત્ર પુરતું જ મર્યાદિત નથી.
 • વિવિધ સંસ્થાન કે જ્યાં જુથ દ્વારા કાર્ય સંબંધી પ્રશ્નોનાં સુધારાનો અવકાશ હોય ત્યાં ગુણવત્તા વર્તુળ લાગુ પડી શકે. *

ગુણવત્તા વર્તુળ કારખાના, વ્યાપારી સંસ્થાન, શૈક્ષણિક સંસ્થા, હોસ્પીટલ, સંશોધન સંસ્થા, બેન્ક સરકારી સંસ્થા માટે પ્રસ્તુત  ઉપયોગી બની રહે છે.

*****

(નોંધ: આ પૉસ્ટમાં ઉપયોગમાં લેવાયેલ દરેક ચિત્રના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ અબાધિત છે. અહીં તેમનો ઉપયોગ માત્ર ચર્ચાના સંદર્ભને સમજવામાં સરળતા રહે તે ઉદ્દેશ્યથી કરાયો છે.)

*****

 આ શ્રેણીના લેખક શ્રી હિરણ્ય વ્યાસનાં સંપર્ક

સૂત્ર: મો.: 98254 33104 Email: hiranyavyas@gmail.com Web. www.hiranyavyas.yolasite.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *