– ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક
( ૧)
ચાલ, ગરબડ જરા ગ્રંથોમાં કરી જોઈએ.
રામાયણમાં રહીમ ને કુરાનમાં કૃષ્ણ લખી જોઈએ!
ફરક શું પડશે એમાં એની મહાનતાને
ચાલ,અદલાબદલી ઉપરવાળાની કરી જોઈએ!
અઝાન પછી મંદિર ને દેવળે દેવાય,
ને મસ્જિદમાં આરતી અલ્લાહની કરી જોઈએ!
મૂર્તિ મહંમદની આગળ કરી જોઈએ,
થોડા ચાલીસા પયગંબરના કરી જોઈએ.
શયન-મંગળા મસ્જિદને સોંપી દઈને
નમાઝ કૃષ્ણના નામની પઢી જોઈએ.
જ્યાં ન હોય કોઈ બંધન ને ફતવા,
ચાલને, એવો કોઈ ધર્મ જીવી જોઈએ!
* * *
( ૨)
ચાલ જીવન નામે પેપરને લીક કરી જોઈએ.
ને આઈ.એમ.પી મળે તો ક્લીક કરી જોઈએ.
દુઃખ નામના દાખલાઓ ગણતા ફાવે નહીં
તો કૃષ્ણ નામની કાપલીની ટ્રીક કરી જોઈએ.
સપ્લીમેન્ટરી સ્વાર્થની આખી ભરીને શું થશે?
પરમાર્થ નામે પ્રશ્નો પહેલાં પીક કરી જોઈએ.
કોર્સ બહારનું પૂછવામાં પરમેશ્વરને આવે મઝા
તૈયારી ત્રિકમને તૃપ્ત કરવા ક્વિક કરી જોઈએ.
ને ફોડેલાં પેપરમાં કશું જો સમજાય નહિ તો
‘હરિ ઇચ્છા’ નામે ખાનામાં ટીક કરી જોઈએ.
* * *
(૩)
હોય જો આગળના રસ્તા બંધ તો સમજવું કે કામ ચાલુ છે
દોડો ઘણું છતાંય ન મળે અંત તો સમજવું કે કામ ચાલુ છે
ઈશ્વર આમ જુઓ તો પહેલેથી જ છે ખૂબ ધીમો કારીગર
હૈયા પર એની હથોડી પડ્યા કરે તો સમજવું કે કામ ચાલુ છે
કર્મોનું કામ જ છે જીવનમાં કન્ફ્યુઝન પૈદા કરવાનું
ડાહપણ નામે ડાઇવર્ઝન દેખાય તો સમજવું કે કામ ચાલુ છે
લક્ષ્ય તરફના લીલાછમ રસ્તા ઉપર નીકળતા હો અને
પુરુષાર્થ નામે પથ્થરો રસ્તે પડે તો સમજવું કે કામ ચાલુ છે
હોતાં નથી સ્ટોપનાં સાઇનબોર્ડ સ્વાર્થની સડક ઉપર
અચાનક યુ ટર્ન જો જડી જાય તો સમજવું કે કામ ચાલુ છે
-ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક
(સૌરાષ્ટ્રના ‘સંજોગ’ અખબારમાં ‘યુથોપનિષદ’ નામે કોલમમાં નિયમિતપણે લખતા લેખક)
* * *
સંપર્કસૂત્રો :
મોબાઈલ – ૯૧ ૯૭૨૪૫ ૬૭૮૯૦
Email: hardiknyagnik@gmail.com






ગરબડ સહેલી છે.
પરપોટો ફુટ્યો અને નીહારીકાઓ, તારાઓ, ગ્રહો, વગેરેની રચના પછી કેમીકલ લોચો થયો અને ચેતન નામનું તત્વ આવ્યું અને
પછીતો ક્રાંતી અને ડાર્વીન ઉત્ક્રાંતી સુધી બધી ગરબડ થઈ.
ફક્ત પૃથ્વી સુર્યની આસપાસ નીયમીત સમયબદ્ધ ફેરફુદરડી ફરતી રહી અને છંતાય ગરબડ તો થતી જ ગઈ.
એમાં વેદ, ઉપનીષદ, કેટલીયે ગરબડ થઈ જેમાં આ કૃષ્ણ કે એવી ગરબડનું આગમન થયું જે હજી ચાલુ છે.
આમ તો ગરબડ, ગુંચ કે લોચો થાય એને સુલટાવવું જોઈએ..
કરોડો વરસ પછી છેલ્લા બેં પાંચ હજાર વરસમાં જે ઈશ્વર નામના તત્વની ગરબડ થઈ એ ગરબડની ખબર પડયા પછી આપણે વધુ ગરબડ કરતા રહ્યા છીએ….
બહુ જ સુંદર કાવ્ય રચનાઓ, તેમાં ય પહેલી રચના માણવાની ઓર મજા આવી. આભાર ડો. હાર્દિક.