હું મહેક…… :: “જાનીવાલીપીનાલા”

આજની વાર્તાનું નામ છે “જાનીવાલીપીનાલા” તમને ખબર છે ને કે જાનીવાલીપીનાલા શું છે ? ‘જાનીવાલીપીનાલા’ એ આપણા રંગોનું નામ છે. આ વાત સમજાવવા હું એક વાર્તા કહીશ.

એક વખત બધા રંગો બગીચામાં ભેગા થયા અને વાતો કરવા લાગ્યા વાતો કરતાં કરતાં વાત એટલી બધી વટે ચડી ગઈ.

પહેલા જાંબલી રંગ બોલ્યો અરે હું તો કેટલો સરસ છું જેવો વરસાદ આવે એટલે મારું રૂપ ખીલી ઊઠે છે. જાંબુમાં હું, રાવણામાં હું, રીંગણામાં હું જ છું.

ત્યારે નીલો રંગ બોલ્યો તમારા બધા કરતા હું સુંદર છું કારણકે હું બધાને આનંદ આપું છું અને સાથે ઠંડક આપું છું. મને યાદ કરીને બધાને ભગવાન શ્રીકૃષ્ણની યાદ આવી જાય છે.

ત્યારે તરત જ વાદળી રંગ બોલ્યો તમારા રંગનું શું મહત્વ છે, મારું જુઓ હું કેટલો વિશાળ છુ કે હું આકાશમાં સમાયેલો છું, એટલેકે હું એટલો વિશાળ છું કે આખી ધરતીના જીવોને હું મારી છત્રછાયામાં રાખું છું.

વાદળીની વાત સાંભળીને લીલો રંગે તેને ધક્કો મારતા બોલ્યો જા-જા ખોટે-ખોટાં ગપ ગોળા ના હાંક અરે મને જો આ પૃથ્વીના ઝાડે-ઝાડમાં હું છું, શાકભાજીમાં હું છું, ઘાસ—પત્તીમાં હું છું, ને કોઈ પણ જાતના ફળ-ફૂલ જન્મ લે ત્યારે મારા રંગનું હોય છે. ઘણી વાર લોકો એમ કહે છે કે એને ન ખા હજુ લીલું છે એમ કહી લોકોને હું કાચું છું કે પાકું છું તેનો ખ્યાલ આવે છે. એટલેકે તમારા બધા કરતા હું સૌથી મહત્વનો છું.

પીળો રંગ બોલ્યો તમારા બધાજ ની વાત છોડો મારો રંગ આછો હોવા છતાં લોકોને તારો-તાંજા કરી દે છે જેમકે જયારે લોકો થાકી જાય ત્યારે લીંબુ બનીને એટલેકે લીંબુનું સરબત બનીને જાવ ત્યારે લોકો ખુશ-ખુશ થઇ જાય છે. લોકોને કઈ લાગી જાય ત્યારે હળદર બનીને એટલેકે Antiseptic બનીને કામ કરું છું. ત્યારે મારા આવા વિવિધ રૂપો જોઇને લોકોને થાય છે કે સારું છે કે પીળો રંગ આપણી પાસે છે.

આ બધા રંગોની વાત સાંભળીને નારંગી રંગ બોલ્યો તમારા રંગોનું કંઈ જ મહત્વ નથી હું કેટલો સરસ છું કે જયારે ખાખરાના વ્રુક્ષ પર ફૂલ બનીને બેસુ છું ત્યારે લોકો દૂરથી યે મને ઓળખી જાય છે.

ત્યાં જ લાલ રંગ બોલ્યો અરે તમે બધા ઝગડો છો પણ સૌથી સુંદર હું જ છું, કારણકે કોઈના જીવનમાં મહત્વનો રંગ હોઈ તો એ લાલ રંગ છે. લોકો મને પ્રેમના રંગ તરીકે પણ ઓળખે છે મારા નામે આખો એક દિવસ કર્યો છે (Valentines-day) તમારા કોઈના નામે એક પણ દિવસ છે ? નકામાં હું હું કરો છો.

આમ બધા એકબીજાની સાથે ઝગડવા લાગ્યા તે જોઇને સફેદ રંગ બોલ્યો, અરે સાંભળો-સાંભળો-સાંભળો મારી વાત સાંભળો તમારા બધા રંગોનું કોઈને કોઈ રીતે મહત્વ છે. તમે એકલા હોય ત્યારે સારા જ લાગો છો પણ ઘણીવાર એવું થાય છે કે તમારા એકલાનું મહત્વ ના હોઈ તમારા જે પેટા રંગો છે એની સાથે તમારું રૂપ વધારે ખીલી ઉઠે છે. જીવનમાં આછાં અને ઘાટાં બંને રંગોનું મહત્વ છે. જયારે આછા અને ઘાટા ભેગા થાય ત્યારે બંને રંગોનું મહત્વ વધી જાય છે. એમાંય ખાસ કરીને જે સાથે મળીને કંઈક બતાવવામાં જે આનંદ છે એ એકલતામાં નથી. અમુક ઘાટાં રંગોમાં આછા રંગોને મેળવણી કરવી પડે છે ત્યારે તેનું મહત્વ વધે છે. આમ, આવી જ રીતે બધા રંગોનું છે.

જુઓ તમે જયારે મેઘધનુષ્ય બનો છે ત્યારે તમારા એકની ઓળખાણ નથી તમે એકબીજાનાં પૂરક બની જાવ છો ત્યારે એ મેઘધનુષ્યમાં કોઈ પણ એકનું રંગનું મહત્વ નથી જે મેઘધનુષ્ય રચાય છે તે “જાનીવાલીપીનાલા” થી ઓળખાય છે. એ જ મેઘધનુષ્ય આપણને શીખ આપે છે કે સાથે રહેવાથી તમે બધાજ સોહી ઊઠો છો.


મહેક બીરજુબેન ગાંધી || ઉત્કર્ષ સ્કૂલ || રાજકોટ


મહેક ગાંધીનું વિજાણુ સંપર્ક સરનામું : mahekgandhi01@gmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

7 comments for “હું મહેક…… :: “જાનીવાલીપીનાલા”

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.