૧૦૦ શબ્દોની વાત : પ્રત્યક્ષ પ્રેમ

Facebooktwitterredditpinterestlinkedinmail

તન્મય વોરા

પોતાની રોજીંદી પ્રવૃત્તિને કળાનું સ્વરૂપ બક્ષવું તે ધન્યતાની અભિભૂતિ છે.

આવો,. રસ્તાપર ઊભીને સ્વાદિષ્ટ સોડા વેંચતા ડૉ. સોડાને મળીએ. પોતાનાં કામના તે ચાહક છે. પોતાને “સોડામાં પી.એચડી.” કહે છે. તેમના માટે સોડા એ લોકોને આનંદીત કરવા માટેનું માધ્યમ છે. માત્ર ૧૦ જ રૂપીયામાં – ફરતી રહેતી સોડા બૉટલો, જાણે બંધ આંખે બનતી જતી ભાત ભાતની સોડા, ત્રણ ભાષાઓમાં માહીરી, લારીએ ધીંગામસ્તી કરતાં બાળકો, અસ્ખલિત વાત-પ્રવાહ, ચહેરા પર રમતું હાસ્ય અને,ગ્રાહકોને નિતનવા અનુભવો વડે – તે નવા સંબંધો બાધે છે અને તેમની કળાનો અસ્વાદ કરાવે છે.

જો રસ લઇએ, તો કોઇ કામ નાનું નથી હોતું. કામ એ પ્રેમનું મૂર્ત સ્વરૂપ છે.


આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનાં સંપર્ક સૂત્રઃ

· નેટ જગત પર સરનામું : QAspire.com

· ઈ-પત્રવ્યવહારનું સરનામું:tanmay.vora@gmail.com

3 comments for “૧૦૦ શબ્દોની વાત : પ્રત્યક્ષ પ્રેમ

 1. ઉમાકાન્ત વિ.મહેતા.(ન્યુ જર્સી)
  August 3, 2018 at 1:13 am

  આર્ય સંસ્કૃતિની વર્ણ વ્યવસ્થા જે ઉદ્દેશને ધ્યેયથી પ્રસ્થાપિત કરવામાં આવી હતી તે સમજવામાં અને તેને સમજાવવાના લોકો ગેર રસ્તે દોરવાઈ ગયા. તેમાથી ઉંચ નીચ જાતી અને કામકાજના ભેદ સર્જાયા. પશ્ચિમની સંકૃતિએ ” ડીગ્નીટી ઓફ લેબર” કહી શ્રમનું મહત્વ સ્વીકારી આગેકૂચ કરી આપણે છૂતાછૂત ગણી પીછેહઠ કરી.

  • August 3, 2018 at 8:25 am

   વેદ અને ઉપનીષદમાં ઠેક ઠેકાણે વર્ણવેલ બ્રાહ્મણ અને ક્ષત્રીય શબ્દે મંત્ર, તંત્ર, યંત્ર, પત્થર પુજાના નામે દેશમાં ગરીબાઈ, શોષણ અને ભૃષ્ટાચારની પ્રવૃત્તીને પ્રોત્સાહન આપ્યું……

 2. Pravina
  August 3, 2018 at 10:06 pm

  Bahu Saras bhai. Aa vishe kyarey vicharyu j n hatu. Aape ek vyakti nu avlokan karta shikhvyu.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *