





– મહેન્દ્ર શાહ
ગોવર્ધનરામ ત્રિપાઠીની મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’ હું ૧૦મા ધોરણમાં ભણ્યો હતો. કથા પ્રેમ, દોલત, વ્યાપાર અને કુટૂંબના તાણાવાણામાં વણાયેલ છે. અમારા મુખ્ય આચાર્ય જે અમારા આ વિષયના શિક્ષક પણ હતા તે દર અઠવાડીયે અમને એક એક પ્રકરણ શીખવાડતા. તેમની વર્ણન શૈલી એટલી જીવંત હતી કે વાર્તાનું કથાનક અમારી આંખો સામે તાદૃશ્ય બની રહેતું.
શાળામાં હું થોડો ઘણો શરમાળ હતો અને બીજામાં ઓછું ભળતો. વર્ગમાં પણ હું પાછલી પાટલીઓ પર બેસવાનું પસંદ કરતો. વર્ગમાં પૂછાતા સવાલોના જવાબ આપવાનું પણ હું ટાળતો. ક્યારેક તો હું વિચારે ચડીને મારી કોઈ અલગ જ દુનિયામાં ખોવાઈ જતો.
તે દિવસે વર્ગમાં અમારા શિક્ષક સરસ્વતીચંદ્ર તેની વાગ્દત્તાને મળવા તેને ગામ જવાનો છે એ પ્રસંગ વર્ણવતા હતા. ગીચ જંગલમાંથી પસાર થતા સરસ્વતીચંદ્રના રસ્તામાં એક ઝેરી સાપ ઉતરે છે.
જેમ જેમ વાર્તા વહેતી ગઈ તેમ તેમ માં મન પણ હંમેશની માફક હવે બીજે કશેક ભમવા લાગ્યું. મારી નોટબુકમાં, અવશપણે, હું કંઇક રેખાઓ દોરી રહ્યો હતો. શરૂઆતમાં મારો પ્રયાસ દિશાવિહિન હતો, પણ ધીમે ધીમે શિક્ષકના શબોની મારા પર અસર થવા લાગી અને મારૂં ધ્યાન તેમના વર્ણનમાં વણાવા લાગ્યું. શિક્ષક વર્ણવી રહ્યા હતા કે પેલો સાપ ધીમે ધીમે સરસ્વતીચંદ્ર તરફ સરકી રહ્યો હતો. હું પણ મારા મનમાં એ દૃશ્યને કલ્પવા લાગ્યો હતો. આખો વર્ગ વર્ણનના મોહપાશમાં મંત્રમુગ્ધ હરો.એકે એક વિદ્યાર્થી તેની બેઠકમાં થીજી ગયો હતો. મારા સિવાય, આખો વર્ગ સ્થિર બની ગયો હતો.
મારી નજર નોટબુકનાં પાનામાં ખૂંપી ગઈ હતી. મારી આંગળીઓ રેખાઓ ખેંચતી જતી હતી અને વર્ગમાં વર્ણવાઈ રહેલું દૃશ્ય મારી નોટબુકમાં આકાર લઈ રહ્યું હતું. ઓચિંતી જ અમારા શિક્ષકની નજર મારા પર પડી.તેમને તરત જ ધ્યાનમાં આવી ગયું હશે કે મારૂં ધ્યાન તેઓ જે કંઈ કહી રહ્યા છે તેના પર નથી.
પોતાની ખુરશીમાંથી તેઓ ઊભા થયા. તેમના ચહેરા પર હવે કડકાઈની રેખાઓ દેખાતી હતી. મને પણ બીક લાગવા લાગી. મને ખાતરી હતી કે આજ હું ગયો ! મારી જિંદગીમાં મને આટલો ડર ક્યારેય નહોતો લાગ્યો. તેમણે ભારી અવાજમાં મને તેમની પાસે બોલાવ્યો અને કહ્યું કે તારી નોટ પણ સાથે લાવજે, જોઈએ કે હું જે ભણાવતો હતો તેને બદલે તારૂં ધ્યાન ક્યાં છે. હું મારી નોટબુકમાં કઈ કરી રહ્યો હતો તે તો તેમને સ્પષ્ટ જ લાગતું હતું.
તેમની પાસે જતાં સુધીમાં તો મારો ભય પણ તીવ્રત્તમ કક્ષાએ પહોંચી ચૂક્યો હતો. હવે શૂં થશે તે કલ્પી શકવાની પણ મારી સ્થિતિ નહોતી રહી. તેમણે તરત જ કહ્યું કે, લાવ તારી નોટ.નોટ ખોલીને જે પાનાં પર હું ચિત્ર કરતો હતો તે તેમણે ખોલ્યું. તેમના મોંની રેખાઓ હજૂ વધુ કડક બની, અને મારૉ ભય પણ વધતો ચાલ્યો.
થોડી વાર પછી તેમણે ફરીથી બોલવાનું શરૂ કર્યું. હવે તેમના અવાજમાં નરમાશ અનુભવાતી હતી. તેમણે નોટ ઊંચીકરીને આખ વર્ગને મારૂં ચિત્ર દેખાડ્યું. મારાં ચિત્રનાં તેમણે વખાણ કર્યાં અને કહ્યું કે તેમણે વર્ણવેલ પ્રસંગનું આ બહુ જ તાદૃશ નિરૂપણ હતું! મને પણ હાશકારૉ અનુભવાયો. હવે હું કોઈ તકલીફમાં તો નહોતો જ ! એ દિવસ પછી હું શાળામાં ‘નિવાસી કળાકાર’ તરીકે જાણીતો થઈ ગયો.શાળામાં હવે પછી જે કંઈ પોસ્ટર, બેનર જેવાં કળાનાં કામો હતાં તે મને જ સોઅંપાવા લાગ્યાં.
મારૂં ભણવાનું પુરૂં કર્યા પછી મારાં લગ્ન થયાં અને અમે અમેરિકા આવીને સ્થિર થયાં. કામ અને કુટુંબની જવાબદારીઓ વધતી ગઈ. પરિણામે મારી ચિત્રકલા પ્રવૃત્તિ હવે પાછળ ઠેલાઈ ગઈ હતી. પણ નવરાશના સમયમાં તો કાગળપેન્સિલ લઈને કંઇને કંઇ દોર્યા કરતો.
આમારાં સંતાન પણ મોટાં થઈ ગયાં અને તેમનાં જીવનના માર્ગ પર આગળ ચાલી નીકળ્યાં. કેટલાંક વર્ષો બાદ મારી દીકરી અને જમાઈ અમારે ઘેર આવ્યાં હતાં. તેઓ અમારાથી બેએક કલાકનાં અંતરે આવેલાં શહેરમાં જ હવે આવી વસ્યાં હતાં. એક દિવસ હું મારં કામેથી પાછો ફર્યો તો મેં સાશ્ચર્ય જોયું કે મારી દીકરી મારાં ચિત્રો લઈને બેઠી છે. એ ચિત્રો તો મારાં માળીયાંમાં, મારી યાદથી પણ દૂર, બંધ પડ્યાં હતાં. એ સમયે અમે પણ નવાં ઘરમાં જવાની તૈયારીઓ કરતાં હતાં, એટલે માળીયાનાં બીજા સામાન સાથે એ પોટલું પણ રદ્દીમાં જ ગયું હોત! મારી દીકરીએ મને પૂછ્યું કે આમાંનાં કેટલાંક ચિત્રો તે સાથે લઈ જાય. મેં પણ તરત કહ્યૂં, ‘હા બેટા, જરૂર. આમ પણ આ તો રદ્દીમાં જવાનાં હતાં.’
થોડાં અઠવાડીયાં બાદ અમે મારી દીકરીને ઘેર ગયાં. જેવાં અમે ઘરમાં દાખલ થયાં કે મારા પર આશ્ચર્યનું મોજું ફરી વાર ફરી વળ્યું. મારાં કેટલાં પેઇન્ટીંગ્સ ને ચિત્રો તેમનાં ઘરની દિવાલોને, સુંદર ફ્રેમમાં મઢાઈને, સુશોભિત કરી રહ્યાં હતાં. હું લાગણીમાં તર થઈ ગયો. મારાં ચિત્રને આટલાં વર્ષો બાદ કોઈએ ફરી એક વાર દિલથી સહાર્યાં હતાં. મારાં ભૂલાઈ ગયેલાં ચિત્રોને પ્રેમથી યાદ કરવાનાં આ એક બહુ સાદાં દેખાતાં મારાં દીકરીનાં આ પગલાંએ મારી બાળપણની અતિપ્રિય પ્રવૃત્તિને ફરી એક વાર સજીવન કરી. એક કાળાકાર બનવાના માર્ગ પર ચાલી નીકળવા માટે મારામાં નવો જુસ્સો પ્રગટી ચૂક્યો હતો.
મહેન્દ્ર શાહ : mahendraaruna1@gmail.com
કલા છુપાઇ છુપ નહિ સકતી કલાકારો સે ….
Thanks.
વાહ વાહ !!!!
હું ૧૦મા દોરણમાં….
વર્ષો બાદ મારી દીકરી અને જમાઈ અમારે ઘેર આવ્યાં….
અને …દીકરીનાં પગલાંએ મારી બાળપણની અતિપ્રિય પ્રવૃત્તિને ફરી એક વાર સજીવન કરી….
Thanks.
Bahu sundar , bahu sundar. Aankh bhini Thai, munn palali ne e class ma vaheva lagyu. Teacher Ni e kadak ne mayalu nazar thirki lagsvi gai. Bahu j sundar Mahendra bhai.
Thanks.
ખુબ ખુબ અભીનંદન ??❤️??
I enjoyed your personal story and how it evolved and still it is evolving. It is remarkable how kids also follow your footsteps. Kudos to you.