ફિલ્મીગીતો સાથે સંકળાયેલ ફિલ્મના શીર્ષક (૧૦)

નિરંજન મહેતા

આ શ્રેણીમાં આગળ વધતાં હવે પછી Nનો વારો છે પણ તેમાં જુજ ગીતો દેખાયા એટલે લેખમાં Oવાળા ત્રણ ગીતો મળ્યા તે પણ આ લેખમાં સમાવી લીધા છે.

N

૧૯૫૬ની ફિલ્મ ‘બસંતબહાર’માં ગીત છે

नैन मिले चैन कहां
दिल है वही तू हे जहां

ભારત ભૂષણ અને નિમ્મી પર આ ગીત રચાયું છે. ગીતના શબ્દો શૈલેન્દ્રનાં અને સંગીત શંકર જયકિશનનું. ગાયક કલાકારો મન્નાડે અને લતાજી

नैन मिले चैन कहां નામની ફિલ્મ આવી હતી ૧૯૮૬માં.

ગુલઝારની એક સુંદર રચના છે ૧૯૭૭ની ફિલ્મ ‘કિનારા’માં.

नाम गुम जायेगा चेहरा ये बदल जायेगा
मेरी आवाज़ ही पहेचान है गर याद रहे

જીતેન્દ્ર અને હેમા માલિની પર આ ગીત રચાયું છે જેને સ્વર મળ્યો છે ભુપિન્દર અને લતાજીનો. સંગીત છે આર. ડી. બર્મનનું અને શબ્દો છે ગુલઝારના.

नाम गुम जायेगा આ નામની ફિલ્મ આવી હતી ૨૦૦૫મા.

૧૯૭૮ની ફિલ્મ ‘દેસ પરદેસ’માં ગીત છે

नज़राना भेजा कीसी ने है प्यार का

નિરાશ ભાભી ઇન્દ્રાણી મુકરજીને માટે જાણે ભાઈ પ્રાણે કોઈ ભેટ મોકલી હોય તેવું નાટક દેવઆનંદ આ ગીતમાં કરે છે. ગીતના શબ્દો છે અમિત ખન્નાના અને સંગીત રાજેશ રોશનનું. ગીતને કંઠ આપ્યો છે કિશોરકુમારે.

नज़राना प्यार का આ નામવાળી ફિલ્મ આવી હતી ૧૯૮૦માં.

૧૯૯૦ની ફિલ્મ ‘આશિકી’નું ગીત છે

नज़र के सामने जिगर के पास
कोई रहेता है वोह तुम हो

કલાકારો રાહુલ રોય અને અનુ અગરવાલ માટે આ ગીત ગાયું છે કુમાર સાનું અને અનુરાધા પૌડવાલે. ગીતના શબ્દો છે સમીરના અને સંગીત નદીમ શ્રવણનું.

नज़र के सामने શિર્ષકવાળી ફિલ્મ આવી હતી ૧૯૯૫માં

૧૯૯૯ની ફિલ્મ હતી ‘મનચલા’ જેમાં ગીત છે

नीली नीली आँखे मेरी मै क्या करूं
गोर गोर गाल मेरे मै क्या करूं

ગીતના ગાનાર કલાકાર છે સોનું નિગમ અને પ્રીતિ ઉત્તમ. શબ્દો છે રવીન્દ્ર રાવલના અને સંગીત રામ લક્ષ્મણનું. ફિલ્મના કલાકારો છે વિવેક મુસ્કાન અને ગૌરી ખોપકર પણ વિડીઓમાં કરિશ્મા કપૂર હોય એમ લાગે છે – કદાચ આઈટમ ગીતરૂપે રજુ થયું હોય.

नीली नीली आँखे શિર્ષકવાળી ફિલ્મ આવી હતી ૨૦૧૬માં

હવે Oવાળા જે ત્રણ ગીતો સાંપડ્યા છે તે જોઈએ.

૧૯૫૨ની ફિલ્મ ‘બૈજુબાવરા’નાં દરેક ગીત સાંભળવા જેવા છે જેમાં આ ગીત બહુ દર્દનાક સ્વરે ગવાયું છે

ओ दुनिया के रखवाले
सुन दर्द भरे मेरे नाले

કલાકાર ભારતભૂષણ પર રચાયેલ આ ગીતને સ્વર મળ્યો છે રફીસાહેબનો. શબ્દો શકીલ બદાયુનીના અને સંગીત નૌશાદનું.

ओ दुनिया के रखवाले શિર્ષકવાળી ફિલ્મ આવી હતી ૧૯૭૦માં.

ओ मेरे दिल के चैन
चैन आये दिल को दुआ कीजिये

૧૯૭૨ની ફિલ્મ ‘મેરે જીવન સાથી’નું આ ગીત રચાયું છે રાજેશ ખન્ના પર. ગીતના શબ્દો મજરૂહ સુલતાનપુરીના અને સંગીત આર. ડી. બર્મનનું. સ્વર કિશોરકુમારનો.

ओ मेरे दिल के चैन શિર્ષકવાળી ફિલ્મ આવી હતી ૨૦૧૫માં

૧૯૮૯ની ફિલ્મ ‘રામ લખન’નું ગીત જરા જુદી રીતે લીધું છે ગીતના શબ્દો છે

ऐ जी ओ जी लोजी सुनो जी
कहता हु मै मनमोजी
वन टू का फॉर
फॉर टू का वन

ગીતના શબ્દો वन टू का फॉर બહુ પ્રચલિત થયા. આમાં વન (ONE) શબ્દ O પરથી શરૂ થાય છે એટલે અહીં નોંધ લીધી છે ગીતના શબ્દો આનંદ બક્ષીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. અનિલ કપૂર માટે સ્વર આપ્યો છે મોહંમદ અઝીઝે.

ગીતમાં આવતા શબ્દો वन टू का फॉर શિર્ષકવાળી ફિલ્મ આવી હતી ૨૦૦૧માં

ઓછા ગીતોને કારણે કદાચ મારી શોધ અપૂર્ણ લાગે તો ક્ષમસ્વ.


નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.