કાચની કીકીમાંથી – ૨૫ – હરિદ્વાર-ઋષિકેશ: ગંગાદર્શન

Facebooktwitterredditpinterestlinkedinmail

– ઈશાન કોઠારી

આ ફોટો હરિદ્વારની ગંગા નદીનો છે. અહીંની હરકી પૌડી પરની ગંગા આરતી ખૂબ પ્રખ્યાત છે. રોજ સાંજે ગંગા આરતી થાય છે. એ સમયે મોટી સંખ્યામાં લોકો આવે છે. ખાસ અમે એ ભીડ જોવા જ આવ્યા હતા. ભીડ એટલી હતી કે આગળ પાછળ કાંઈ જ દેખાય નહીં. મારે આખી ભીડ દેખાતી હોય એવો ફોટો લેવો હતો. એક બ્રિજ પરથી આખો વ્યૂ આવતો હતો.

****

ઘાટ પર ઘણી બધી જગ્યાએ આરતી માટે દીવાઓ બનાવીને વેચવામાં આવે છે. આના સિવાય ગંગાજળ ભરવા માટેના કેરબા પણ વેચાય, ચડાવવા માટે દૂધ પણ વેચાય. વેચનાર એટલા હોશિયાર હોય કે જે લોકોએ દૂધ ખરીદ્યું ન હોય તેમને પણ તેઓ કહે કે તમારે રૂપિયા આપવાના બાકી છે.

****

એક આખો નાઈ ઘાટ છે. જ્યાં લોકો વાળ કપાવવા આવે છે.

****

ગંગામાં પાપની સાથે સાથે કપડાં પણ ધોવામાં આવે છે અને ધોયેલા કપડાં આ રીતે સુકવાવામાં આવે છે.

****

ગંગામાં નાહ્યા પછી આવી રીતે પૂજા કરાવડાવે છે.

***

એક જગ્યાએ સાધુઓ ટોળું વળીને માઇક પર વાદન અને ગાન કરતાં હતા. ત્યાં એક ભાઈ ગિટાર સાથે આવ્યા. તે પણ આ લોકો સાથે જોડાઈ ગયા. અને પછી તો બધી સ્ત્રીઓ ગરબા કરવા લાગી હતી.

***

પાણીની વચ્ચે જે ભક્ત સ્નાન કરે છે તેમની ફક્ત આઉટલાઇન દેખાય તેવો ફોટો લીધો છે.

****

આ ફોટો ઋષિકેશનો છે. ભલે ગમે તેવો જોરદાર ગંગાનો પ્રવાહ હોય પણ શ્રધ્ધાળુઓ ગંગામાં થોડે ઊંડે ડૂબકી લગાવવા જાય છે. આ ફોટો સામા પ્રકાશે પાડ્યો હતો.

****

ઋષિકેશમાં રાફ્ટિંગની પ્રવૃત્તિ જોરદાર ચાલે છે. આવી રીતે ગાડી ઉપર રાફ્ટ ચઢાવી દે અને ગાડીમાં પેસેંજર બેઠેલા હોય. અમે પણ રાફ્ટિંગ કરેલું એટલે અમારે આવી રીતે બેસવાનું થયું. અને અંદર બેઠા તો સીટ આખી પલળેલી હતી. જાણે કે જીપમાં બેઠા ત્યારથી જ રાફ્ટિંગ કરતાં હોઈએ એવું લાગતું હતું.

****

રાફ્ટિંગ શરૂ કરતાં પહેલાં અમે ચારે જણાએ એક ફોટો લેવડાવ્યો.


ઈશાન કોઠારીનો સંપર્ક ishankothari1999@gmail.com વીજાણુ સરનામે થઇ શકશે.

3 comments for “કાચની કીકીમાંથી – ૨૫ – હરિદ્વાર-ઋષિકેશ: ગંગાદર્શન

 1. July 23, 2018 at 5:50 am

  કિશોરાવસ્થામાં અમારા બાપુજી હરદ્વાર લઈ જતા, અને ૮-૧૦ દિવસ ત્યાં જ ધામા. એ જૂની યાદો તાજી થઈ ગઈ.

 2. Piyush Pandya
  July 25, 2018 at 5:35 pm

  કપડાં સૂકવવા વાળો ફોટો અને એનું વર્ણન – બંને ખુબ જ ગમ્યાં. ભીડનો ફોટો પણ સરસ છે. વધારેની રાહ જોવી ગમશે.

 3. July 25, 2018 at 8:59 pm

  હરિદ્વાર-ઋષિકેશ: ગંગાદર્શન… બધા ફોટાઓ જોઈ ખરેખર દર્શન કરેલ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *