બંદિશ એક, રૂપ અનેક – ૪૫ – "મંગળ મંદિર ખોલો"

Facebooktwitterredditpinterestlinkedinmail

નીતિન વ્યાસ

“મંગળ મંદિર ખોલો” કોઈ પણ પ્રાર્થના સભાના પ્રારંભમાં કોઈ સુંદર અવાજે રજુ કરે અને એક કરુણામય વાતાવરણ સર્જાઈ જાય. કોઈ રાગ ભીમપલાસ, સિંધ ભૈરવ તો કોઈ પહાડીમાં ગાય છે.

કાવ્યના શબ્દો છે:

કાવ્યપંક્તિઓની આ ઈમેજ માવજીભાઈ.કોમ પરથી સાભાર લીધેલ છે.

આ પ્રાર્થના ના રચયિતા દિવેટિયા નરસિંહરાવ ભોળાનાથ, ‘જ્ઞાનબાલ’, ‘દૂરબીન’, ‘નરકેસરી’, ‘પથિક’, ‘મુસાફર’, ‘વનવિહારી’, ‘શંભુનાથ’ (૩-૯-૧૮૫૯, ૧૪-૧-૧૯૩૭) : કવિ, વિવેચક, ભાષાશાસ્ત્રી.”’ જન્મ અમદાવાદમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં. ૧૮૮૦માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી સંસ્કૃત વિષય સાથે બી.એ. ત્યારબાદ સ્ટેચ્યુટરી સિવિલ સર્વિસની પરીક્ષામાં ઉત્તીર્ણ, ૧૯૮૪માં ખેડા માં આસિસ્ટન્ટ કલેક્ટર. દક્ષિણ ભારત નાં જુદાં જુદાં સ્થળોએ નોકરી નિમિત્તે ફરવાથી ત્યાંના સાગર કિનારાએ તથા પહાડી પ્રકૃતિની શોભાએ એમના સર્જક ચિત્તને પ્રભાવિત કર્યું. આવી જ રીતે હૈદરાબાદ (સિંધ)ના વસવાટ ને કારણે બોલીઓનો ખ્યાલ આવ્યો. થોડો વખત ઍક્ટિંગ કલેક્ટર અને બાકીનો સમય આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે નોકરી કરી. ૧૯૧૨માં નિવૃત્તિવય પહેલાં નિવૃત્ત. ૧૯૧૫માં પાંચમી ગુજરાતી સાહિત્ય પરિષદ ના પ્રમુખ. ૧૯૨૪માં રૉયલ એશિયાટિક સોસાયટી ની મુંબઈ શાખાના ફૅલો ચૂંટાયા. ૧૯૨૧ થી ૧૯૩૫ સુધી ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં ગુજરાતી ના પ્રાધ્યાપક.

(માહિતી ગુજરાતી સાહિત્ય પરિષદ ની વેબસાઇટ ઉપરથી)

આ પ્રાર્થનાનો આસ્વાદ શ્રી કાકાસાહેબ કાલેલકર દ્વારા, લોક મિલાપનું પ્રકાશન “ભજનાંજલિ”માંથી, સાદર સાભાર સાથે અહીં પ્રસ્તુત છે:

આ ભજન પાછળ એનો ઇતિહાસ છે. કવિ નરસિંહરાવ દિવેટિયા એ પોતાનો દીકરો ગુજરી ગયાના સમાચાર સાંભળ્યા ત્યારે પિતાનું હૃદય ઘવાયું હશે જ. પણ જીવન-મરણનું રહસ્ય જાણનાર ભક્ત-હૃદય દુઃખ માં ડૂબી જવામાં બદલે ગંભીર બને છે. જીવન અને મરણના દયામય સ્વામી ભગવાનનું ચિંતન કરતાં કરતાં એનું દર્શન મેળવે છે. અને પછી અંધકાર ને ઠેકાણે પ્રકાશ અને વેદનાને ઠેકાણે ગંભીર પ્રસન્ન સંગીત સાંભળવા લાગે છે.

જીવન સુખમય હોય કે સંકટમય હોય, મરણ તો વિસામો આપતું દયામય દર્શન જ હોય છે. આવા ગંભીર ભક્તિના વાતાવરણમાં ભક્તકવિ ને આ ભજન ઊતરી આવ્યું છે. એમાં દુઃખ, નિરાશા, વેદનાનો લવલેશ નથી, પણ મરણ પછી ભગવાન નાં દર્શનની અને ચિરશાંતિની પ્રસન્નતા છે. મધ્યરાત્રિ નાં અંધારા પછી ઉષા એ પ્રગટ કરેલો પ્રકાશ છે.

એવા પ્રસન્ન ગંભીર વાતાવરણમાં ભક્ત ભાવનાના હૃદયમાં પ્રવેશ કરવા માગે છે.

જીવન અને મરણ ભગવાનનાં જ બે રૂપો છે. એમાં જીવન એ માણસની આકરી સાધના અને કસોટી છે. મરણ એ પરમ કારુણિક દયા છે. દિવસ પછી જેમ રાત્રિને સ્થાન છે એની ઉપયોગિતા અને સૌંદર્ય છે એજ રીતે મરણ માં પણ ઉપયોગિતા અને સૌંદર્ય છે.

આ જ રચના પર શ્રી ચંદ્રકાન્ત ટોપીવાળા આગળ લખે છે:

સ્મરણ સંહિતા (૧૯૧૫) : પુત્ર નલિનકાન્તના અકાળ અવસાન ના આઘાતનિમિત્તે અવતરેલી નરસિંહરાવ દિવેટિયાની કરુણપ્રશસ્તિ. ત્રણ ખંડમાં વિસ્તરેલી આ પ્રશસ્તિ નિકટના લોહી ના સંબંધ ની સાચી લાગણીમાંથી સંયત અને સુભવગ, કલાત્મક આકાર ધારણ કરી શકી છે. સાદી અને અસરકારક ભાષામાં થયેલું કરુણ, શાંત તેમ જ ભક્તિરસનું નિરૂપણ; ખંડ હરિગીતનો પ્રમુખ અને પ્રશસ્ત પ્રયોગ; પ્રકૃતિનું યથોચિત આલેખન; તત્વચિંતનની આર્દ્ર સામગ્રી; અનુલક્ષણ માટે લીધેલો શૃગાલશા ને એની પત્ની સન્ધયાવતીની પરિચિત કથામાંનો સારભાગ-આ બધું કૃતિને કેવળ શોકોદગાર બનતી અટકાવે છે અને રુદન ને પ્રશ્ચાદભૂમાં મૂકે છે. આથી કાવ્યને એક પ્રકારની સુશ્લિષ્ટતા મળી છે. ટેનિસનના ‘ઇન મૅમોરિયમ’ કાવ્યના મૉડેલને અનુસરતું હોવા છતાં ગુજરાતી ભાષાનું આ શ્રેષ્ઠ શોકકાવ્ય છે.

આ પ્રાર્થનાની બંદિશ જુદે જુદે રૂપે વિવિધ ગાયકો નાં કંઠે સાંભળીયે:

આસિત દેસાઈ

પુરુષોત્તમ ઉપાધ્યાય, સાથે પૌરવી દેસાઈ અને ગૌરવ ધ્રુવ

ગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિ અને સંગીત રચના પંડિત રતન મોહન શર્મા

લિકેસ્ટર માં રહેતા સ્વર ચન્દુભાઇ મટાણી,  સંગીત રચના શ્રી આસિત દેસાઈ

ગાયિકા ડો. દિપાલી ભટ્ટ સાથે આશીતા અને સચિન લિમયે

એક સરસ આલ્બમ “પ્રાર્થના પોથી”- ગાયકો દિપાલી ભટ્ટ, નેહા દેસાઈ, મનોજ દવે, નિનાદ મહેતા, અર્ચના અને અવનીન્દ્ર મજમુદાર – સંગીત રચના બ્રિજ જોશી

આલ્બમ “સોનાને લાગે ક્યાંથી કાટ” સંગીતકાર અપ્પુ, સ્વર પામેલાબેન જૈન

ગાયક પાર્થિવ ગોહિલ, સંગીતકાર શ્રી ગૌરાંગ વ્યાસ

ગીતનો ભાવ સમજાવી અને ગાતા અશોક ભટ્ટ

ગુજરાતી ફિલ્મ “પૈસો મારો પરમેશ્વર”, પરદા પર દિશા વાંકાણી, સ્વર અનુરાધા પૌડવાલ(?) સંગીત ગૌરાંગ વ્યાસ

બંગાળીમાં মঙ্গল মন্দির খোলো દુર્ગારાણી મોન્ડલ

Divinity 9 : સરોદ, સંતુર અને અન્ય વાદ્યોમાં વાદ્યસજ્જા, 

અને અંત માં શ્રી નરસિંહરાવ દિવેટિયા નાં “મંગળ મંદિર ખોલો” અને અન્ય કાવ્યો ની આલોચના આપની સમક્ષ રજુ કરતાં પ્રાધ્યાપક શ્રી મધુસૂદનભાઈ કાપડિયા


શ્રી નીતિન વ્યાસનો સંપર્ક nadvyas2@gmail.com સરનામે કરી શકાશે.

8 comments for “બંદિશ એક, રૂપ અનેક – ૪૫ – "મંગળ મંદિર ખોલો"

 1. July 14, 2018 at 1:04 am

  ખૂબ સુંદર,વિગતપૂર્ણ અને મહેનતભરી રજૂઆત. અભિનંદન અને આભાર.

 2. July 14, 2018 at 7:33 am

  ગુજરાતી સાહીત્ય પરીષદ ઉપરથી માહીતી, યુટ્યુબમાંથી વીવીધ કંઠ અને લીન્ક અને છેવટે પ્રાધ્યાપક શ્રી મધુસુદનભાઈ કાપડીયાની આલોચના..ખુબ મહેનતનું કામ છે. પોસ્ટ મુકી સરળ બનાવેલ છે.

 3. July 14, 2018 at 6:25 pm

  khub sundar rajuaat

 4. Rashmi K Shah
  July 14, 2018 at 7:12 pm

  Would like to get CD with similar songs, which may be used for memorial service.

 5. Mukund Gandhi
  July 14, 2018 at 9:57 pm

  Excellent compilation of this very famous Bhajan by well-known singers.

 6. Dr Kamlesh Lulla
  July 15, 2018 at 3:25 am

  This is one of my favorite Gujarati prayers. Excellent presentation. Divine writing and divine voices lift our hearts to heavens!

 7. રક્ષા
  July 16, 2018 at 10:56 pm

  મારું સૌથી પ્રિય અંજલિ ગીત! રસજ્ઞાનથી ઑર ગમવા માંડ્યું!
  બંદિશ એક, રૂપ અનેક…….
  નિતીનભાઈ ખુબ ખુબ આભાર!

 8. July 23, 2018 at 11:40 pm

  નિતીનભાઇ,
  સરસ, બધા ભજન જુદા જુદા રાગમાં સાંભળવાની મઝા આવી, મારી સવાર સુધરી ગઈ!!!
  આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *